New Delhi તા.14
આજે વહેલી સવારે મહારાષ્ટ્રનાં નાસીકથી લઈને હિમાચલ પ્રદેશનાં ચંબા અને અફઘાનીસ્તાન સુધી ભૂકંપના ઝટકા આવ્યા હતા પાંચ વાર ધરતી કાંપી હતી. જેમાં નાસીકમાં 3.4 ચંબામાં 3.0 અને અફઘાનીસ્તાનમાં 4.4 ની તીવ્રતા નોંધાઈ છે.
ભૂકંપના ઝટકાનો સિલસિલો રાત્રે 12.05 વાગ્યાથી શરૂ થયો હતો અને સવારે 6.36 વાગ્યા સુધી અલગ અલગ સ્થળે ભૂકંપની ગતિવિધી નોંધાઈ હતી એટલે કે 7 કલાકમાં નાસીક, ચંબા અને અફઘાનીસ્તાનમાં ધરતી કાંપી હતી.
મહારાષ્ટ્રનાં નાસીકમાં સવારે 5.32 વાગ્યે ભૂકંપ નોંધાયો હતો તીવ્રતા રિકટર સ્કેલ પર 3.4 નોંધાઈ હતી. ભુકંપની ઉંડાઈ જમીનથી ત્રણ કિલોમીટર હતી આ ભૂકંપથી જાનમાલને નુકશાનનાં કોઈ અહેવાલ નથી.
હિમાચલ પ્રદેશનાં ચંબામાં સવારે 6.36 મીનીટે 3.0 ની તીવ્રતાના ભૂકંપનાં આંચકા આવ્યા હતા. તેની ઉંડાઈ જમીનથી પાંચ કિલોમીટરની હતી. આ ભૂકંપથી અહીં જાનમાલને નુકશાનીના અહેવાલ નથી.
અફઘાનીસ્તાનમાં પહેલો ઝટકો 4-29 મીનીટે આવ્યો હતો જેની તીવ્રતા 4.0 હતી જેની ઉંડાઈ 147 કિલોમીટર નોંધાઈ છે.લગભગ 12 મીનીટ બાદ 4.41 વાગ્યે બીજો ભૂકંપનો ઝટકો આવ્યો હતો.જેની તીવ્રતા 4.4 રહી હતી. જેની ઉંડાઈ 136 કિલોમીટર હતી.
અફઘાનીસ્તાનમાં આ બન્ને આંચકાથી જાનમાલને નુકશાનીના અહેવાલ નથી. ઉલ્લેખનીય છે કે મહારાષ્ટ્રનાં પાલઘર જિલ્લામાં ત્રણ દિવસ પહેલા એક કલાકમાં ભૂકંપના બે ઝટકા નોંધાયા હતા અને બન્ને ઝટકાની તીવ્રતા 3.4 નોંધાઈ હતી.

