Washington,તા.14
ભારત અને અમેરિકા વચ્ચે ટેરિફ મુદે હજુ કોઈ સમજુતી નજીકના સમયમાં થાય તેવી શકયતા નથી ત્યાં અમેરિકાએ ભારત સહિત 40 દેશો પર ઉંચા ટેરિફથી બચવા ચાઈનીસ શીપમેન રૂટનો ઉપયોગ કરવાનો આરોપ મુકી વધુ ટેરિફ લાદવા ધમકી આપી છે.
અમેરિકી વ્યાપાર પ્રતિનિધિએ આ પ્રકારની યુક્તિને શેડો ટ્રાન્સ-શીપમેન્ટ નેટવર્ક તરીકે ગણાવ્યુ છે. જેમાં ચીનને અમેરિકી ટેરિફમાં પણ રાહત મળે છે અને હવે અમેરિકીએ આ પ્રકારના નિકાસ નેટવર્કને રોકવા આર્ટીફીશ્યલ ઈન્ટેલીજન્સનો પણ ઉપયોગ કરવાની જાહેરાત કરી છે.
આ રિપોર્ટના દાવા મુજબ 2018માં જે રીતે ટ્રમ્પ શાસને ચીન પર ધારા 301 હેઠળ જે ટેરિફ લગાવ્યા હતા તેમાં ચીનની ખોટી વ્યાપાર નીતિને દંડવાનો હતો પણ હવે ભારત સહિત 40 દેશો ચીનના ઉત્પાદનને પોતાના ગણાવીને તે અમેરિકામાં પહોંચાડવામાં મદદ કરે છે. આ નેટવર્કમાં અમેરિકાના અનેક મોટા વ્યાપારી ભાગીદાર દેશોમાં પણ સમાવેશ થાય છે.
જેમાં યુરોપીયન યુનિયન, ભારત, જાપાન, દક્ષિણ કોરિયા પણ સામેલ છે. ચીન આ દેશોનો ઉપયોગ ઉત્પાદનમાં થોડો બદલાવ કરી, નવા લેબલ- લગાવી પેકીંગ નવું કરીને તથા નવા બિલીંગથી તે અમેરિકામાં ઘુસાડે છે.
જેથી આ ઉત્પાદન ચીનના નહી અન્ય દેશોના છે તેવું ચિત્ર બને છે પણ તેમાં મોટો હિસ્સો ચીનમાં જ હોય છે. ભારત સહિતના દેશોમાં ચીનની મદદથી આ પ્રકારના એકમો ધમધમે છે.
રિપોર્ટમાં ગુજરાત અને ચેન્નઈનો ખાસ ઉલ્લેખ છે. ગુજરાતથી આવતા ઉત્પાદનો ચીનના પંપ તથા કમ્પ્રેસર પોતાના ઉત્પાદનોમાં સામેલ કરે છે. જેના કારણે અમેરિકી ઔદ્યોગીક શહેરોની સપ્લાયને અસર થાય છે.
કોઈ ચીની પંપ જે ગુજરાત-પુનામાં બનેલો દર્શાવે છે. તે વાસ્તવમાં ચીનથી જ મેળવેલા હોય છે. હવે આ પ્રકારના સામાનને ઝડપવા ડિરેકટીવ બોર્ડર એ.આઈ.નો ઉપયોગ કરવામાં મળી રહ્યો છે. આ પ્રકારે ચીન 40થી 303 અબજ ડોલરના માલ અમેરિકામાં ઘુસાડે છે.

