Ahmedabad,તા.25
ભાઈ-બહેનના પવિત્ર તહેવાર રક્ષાબંધનને હવે ગણતરીના દિવસો બાકી છે. એવામાં અમદાવાદ શહેરમાં દોડાવાતી AMTSમાં રક્ષાબંધનના પર્વ પર બહેનો અને બાળકો માટે નિઃશુલ્ક મુસાફરીની તંત્રએ જાહેરાત કરી છે.રક્ષાબંધનના દિવસે શહેરની તમામ AMTSની બસોમાં મહિલાઓ અને બાળકો તદ્દન મફતમાં મુસાફરી કરી શકશે. વહેલી સવારથી શરુ થતી બસથી લઈને મોડી રાતની છેલ્લી બસમાં મફત મુસાફરનો લાભ લઈ શકાશે.આ અંગે AMTSના ચેરમેને જણાવ્યું કે, ‘દર વર્ષની જેમ આ વર્ષે પણ રક્ષાબંધનના પર્વ પર બહેનો અને બાળકો માટે કમિટીએ ફ્રી ઓફ ચાર્જમાં મુસાફરી કરવાની સુવિધા કરી છે, જેથી બહેનો કોઈ પણ ભાડું ચૂકવ્યા વિના બધી જગ્યાએ ફરી શકે અને પોતાના ભાઈને રાખડી બાંધવા જઈ શકે. આ રક્ષાબંધનના દિવસે બહેનો અને બાળકો AMTS બસોમાં તદ્દન મફત મુસાફરી કરી શકશે. ગત વર્ષે(2025) પણ આ યોજના હેઠળ કુલ 71,150 બહેનોએ મફત મુસાફરીનો લાભ લીધો હતો.’

