Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Ahmedabad: વિક્ટોરિયા ગાર્ડન પાસે ટ્રાફિક નિયમભંગ બાદ રિક્ષાચાલકનો આતંક

    August 25, 2026

    Ahmedabad: મોંઘવારીનો માર,શ્રાવણ માસમાં સુકામેવાના ભાવમાં 80% સુધીનો વધારો થયો

    August 25, 2026

    Ahmedabad: ગુજરાતમાં 39 લાખથી વધુ વાહનો PUC રિન્યૂ કરાવ્યા વિના જ ફરી રહ્યા છે

    August 25, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Ahmedabad: વિક્ટોરિયા ગાર્ડન પાસે ટ્રાફિક નિયમભંગ બાદ રિક્ષાચાલકનો આતંક
    • Ahmedabad: મોંઘવારીનો માર,શ્રાવણ માસમાં સુકામેવાના ભાવમાં 80% સુધીનો વધારો થયો
    • Ahmedabad: ગુજરાતમાં 39 લાખથી વધુ વાહનો PUC રિન્યૂ કરાવ્યા વિના જ ફરી રહ્યા છે
    • Ahmedabad: ગુજરાતમાં 8 થી 9 જિલ્લા કોંગ્રેસ પ્રમુખની હકાલપટ્ટી નક્કી,હાઈકમાન્ડ ખફા, સંગઠન સર્જન અભિયાન ફ્લોપ
    • AMCનો મહત્ત્વનો નિર્ણય,નવા રોડના બંને છેડે કોન્ટ્રાક્ટરની વિગતો સાથે પથ્થરની તકતી લગાવવી ફરજિયાત
    • Ahmedabad:રક્ષાબંધન પર મહિલાઓ-બાળકો માટે AMTSમાં મફત મુસાફરીની સુવિધા
    • Ahmedabad: ગોલ્ડ લોનમાં ઊંચા કમિશનની લાલચ આપી ₹2.46 કરોડની છેતરપિંડી
    • Ahmedabad માં પણ પાલિકાના નામે ‘ભૂતિયા ડિમોલિશન’! AMCના અધિકારીઓ દોડતા થયા
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Tuesday, August 25
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»અમદાવાદ»Ahmedabad: વિક્ટોરિયા ગાર્ડન પાસે ટ્રાફિક નિયમભંગ બાદ રિક્ષાચાલકનો આતંક
    અમદાવાદ

    Ahmedabad: વિક્ટોરિયા ગાર્ડન પાસે ટ્રાફિક નિયમભંગ બાદ રિક્ષાચાલકનો આતંક

    Vikram RavalBy Vikram RavalAugust 25, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Ahmedabad,તા.25

    અમદાવાદના વિક્ટોરિયા ગાર્ડન વિસ્તારમાં ટ્રાફિક સિગ્નલનો ભંગ કરીને પસાર થવા માંગતા એક રિક્ષાચાલકે ફરજ પરના ટીઆરબી જવાન અને પોલીસ કર્મચારી પર હુમલો કર્યો હોવાની ઘટનાનો વીડિયો વાઈરલ થઈ રહ્યો છે. સિગ્નલ બંધ હોવા છતાં પૂરઝડપે આવી રહેલી રિક્ષાને અટકાવવા જતા ચાલકે વાહન સીધું જવાન સાથે અથડાવી દીધું હતું. આ ટક્કરને કારણે રિક્ષાનો કાચ પણ તૂટી ગયો હતો, ત્યારબાદ ઉશ્કેરાયેલા ચાલકે કાયદાનો ડર રાખ્યા વિના મારામારી કરી હતી.પ્રાપ્ત માહિતી અનુસાર, ઈ ટ્રાફિક પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા અને હાલ વિક્ટોરિયા બીટમાં તહેનાત રાહુલ પટણી સોમવારે બપોરના સમયે સીટી સિવિલ એન્ડ સેશન્સ કોર્ટના પાછળના ગેટ પાસે ટ્રાફિક નિયમનનું કામ કરી રહ્યા હતા. આ દરમિયાન રાયખડ ચાર રસ્તા તરફથી જુમ્મા મસ્જિદ તરફ જઈ રહેલી રિક્ષાને રાહુલે રોકવાનો પ્રયત્ન કર્યો હતો. રિક્ષા ઊભી રાખવાના બદલે ચાલકે સીધી જવાનના હાથ સાથે અથડાવી દેતા કાચ તૂટ્યો હતો. આ બાબતે ચાલકે રોડ વચ્ચે જ ઊભા રહીને મને હાથ કેમ કરે છે તેમ કહી રાહુલ સાથે ઉગ્ર બોલાચાલી શરૂ કરી દીધી હતી અને તેને માર મારવા લાગ્યો હતો. આ ઘર્ષણ જોઈને તેમને બચાવવા વચ્ચે પડેલા મનોજ નામના અન્ય પોલીસકર્મીને પણ રિક્ષાચાલકે ધક્કો મારીને જમીન પર પાડી દીધા હતા.બનાવની ગંભીરતાને જોતા ઘટનાસ્થળે હાજર અન્ય પોલીસકર્મીઓએ તાત્કાલિક દોડી આવીને મામલો થાળે પાડ્યો હતો. તેઓએ હુમલો કરનાર શખસને ઝડપી પાડીને પોલીસ સ્ટેશન ભેગો કરી દીધો હતો. પોલીસની પૂછપરછમાં આ આરોપીનું નામ જીગર સોલંકી હોવાનું અને તે બહેરામપુરા વિસ્તારમાં રહેતો હોવાનું સામે આવ્યું છે. સમગ્ર મામલે ઈ ટ્રાફિક પોલીસે જીગર સોલંકી સામે ફરજ પરના સરકારી કર્મચારી પર હુમલો કરવા અને સરકારી કામકાજમાં અડચણ ઊભી કરવાના ગુના હેઠળ વિધિવત ફરિયાદ નોંધીને તેની ધરપકડ કરી છે અને આગળની કાનૂની કાર્યવાહી હાથ ધરી છે.

    Ahmedabad Ahmedabad News
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous ArticleAhmedabad: મોંઘવારીનો માર,શ્રાવણ માસમાં સુકામેવાના ભાવમાં 80% સુધીનો વધારો થયો
    Vikram Raval
    • Website

    Related Posts

    અમદાવાદ

    Ahmedabad: મોંઘવારીનો માર,શ્રાવણ માસમાં સુકામેવાના ભાવમાં 80% સુધીનો વધારો થયો

    August 25, 2026
    અમદાવાદ

    Ahmedabad: ગુજરાતમાં 39 લાખથી વધુ વાહનો PUC રિન્યૂ કરાવ્યા વિના જ ફરી રહ્યા છે

    August 25, 2026
    અમદાવાદ

    AMCનો મહત્ત્વનો નિર્ણય,નવા રોડના બંને છેડે કોન્ટ્રાક્ટરની વિગતો સાથે પથ્થરની તકતી લગાવવી ફરજિયાત

    August 25, 2026
    મુખ્ય સમાચાર

    Ahmedabad:રક્ષાબંધન પર મહિલાઓ-બાળકો માટે AMTSમાં મફત મુસાફરીની સુવિધા

    August 25, 2026
    અમદાવાદ

    Ahmedabad: ગોલ્ડ લોનમાં ઊંચા કમિશનની લાલચ આપી ₹2.46 કરોડની છેતરપિંડી

    August 25, 2026
    અમદાવાદ

    Ahmedabad માં પણ પાલિકાના નામે ‘ભૂતિયા ડિમોલિશન’! AMCના અધિકારીઓ દોડતા થયા

    August 25, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹164,430
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹150,730
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹242,910
    લાઈવ રેટ્સ • અપડેટ: 25-08-2026 12:41
    Categories
    Latest News

    Ahmedabad: મોંઘવારીનો માર,શ્રાવણ માસમાં સુકામેવાના ભાવમાં 80% સુધીનો વધારો થયો

    August 25, 2026

    Ahmedabad: ગુજરાતમાં 39 લાખથી વધુ વાહનો PUC રિન્યૂ કરાવ્યા વિના જ ફરી રહ્યા છે

    August 25, 2026

    Ahmedabad: ગુજરાતમાં 8 થી 9 જિલ્લા કોંગ્રેસ પ્રમુખની હકાલપટ્ટી નક્કી,હાઈકમાન્ડ ખફા, સંગઠન સર્જન અભિયાન ફ્લોપ

    August 25, 2026

    AMCનો મહત્ત્વનો નિર્ણય,નવા રોડના બંને છેડે કોન્ટ્રાક્ટરની વિગતો સાથે પથ્થરની તકતી લગાવવી ફરજિયાત

    August 25, 2026

    Ahmedabad:રક્ષાબંધન પર મહિલાઓ-બાળકો માટે AMTSમાં મફત મુસાફરીની સુવિધા

    August 25, 2026

    Ahmedabad: ગોલ્ડ લોનમાં ઊંચા કમિશનની લાલચ આપી ₹2.46 કરોડની છેતરપિંડી

    August 25, 2026
    Search
    Main News

    Ahmedabad: મોંઘવારીનો માર,શ્રાવણ માસમાં સુકામેવાના ભાવમાં 80% સુધીનો વધારો થયો

    August 25, 2026

    Ahmedabad:રક્ષાબંધન પર મહિલાઓ-બાળકો માટે AMTSમાં મફત મુસાફરીની સુવિધા

    August 25, 2026

    Kutchમાં ફરી ધરા ધ્રુજી, ભચાઉથી ૨૧ કિલોમીટર દૂર ભૂકંપનું કેન્દ્રબિન્દુ

    August 24, 2026

    ’એક રાષ્ટ્ર, એક ચૂંટણી’ ૨૦૨૯ સુધીમાં લાગુ થઈ શકે છે. Shivraj Singh Chouhan

    August 24, 2026

    Piyush Goyal ભારત-જાપાન વેપાર ભાગીદારીને નવી ઊંચાઈઓ પર લઈ જવા પર ભાર મૂક્યો

    August 24, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Ahmedabad: મોંઘવારીનો માર,શ્રાવણ માસમાં સુકામેવાના ભાવમાં 80% સુધીનો વધારો થયો

    August 25, 2026

    Ahmedabad: ગુજરાતમાં 39 લાખથી વધુ વાહનો PUC રિન્યૂ કરાવ્યા વિના જ ફરી રહ્યા છે

    August 25, 2026

    Ahmedabad: ગુજરાતમાં 8 થી 9 જિલ્લા કોંગ્રેસ પ્રમુખની હકાલપટ્ટી નક્કી,હાઈકમાન્ડ ખફા, સંગઠન સર્જન અભિયાન ફ્લોપ

    August 25, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.