જ્યોતિષ આચાર્ય રાજદીપ જોશી (વેદાંત રત્ન)
શ્રાવણ માં સામાન્ય રીતે મહાદેવને બિલ્વપત્ર ચડાવવાનો વિશેષ મહિમા છે. મહાદેવજીને એક હજાર આકડા ના ફૂલ અને એક હજાર કરેણના ફૂલ ચડાવવા જેટલું જ ફળ માત્ર એક બિલ્વપત્ર ચઢાવવા થી પ્રાપ્ત થાય છે.
આ ઉપરાંત હજારો વાજપેય યજ્ઞ અને હોમ તેમજ કન્યાદાન કર્યા નું ફળ શિવજીને માત્ર એક બિલ્વપત્ર ચડાવવાથી મળે છે. બિલ્વપત્રના પાન ઉપર ચંદનથી ઓમ નમઃ શિવાય લખીને મહાદેવજીને ચડાવવાથી જીવનના બધા જ દુઃખ દૂર થાય છે. આ ઉપરાંત બિલ્વના વૃક્ષના દર્શન કરવાથી પણ પાપોનો ક્ષય થતો હોવાનું હિંદુ પુરાણો અનુસાર, એવું માનવામાં આવે છે કે, ભગવાન શિવને બિલ્વપત્ર ખૂબ જ ગમે છે. તેમની બધી જ પુજા માં બિલ્વપત્રને ફરજિયાત માનવામાં આવે છે. આમ કરવા થી ભગવાન શિવ જલ્દી પ્રસન્ન થઈ જાય છે અને ભક્તો ની મનોકામના પૂરી કરે છે. પાપોનો ક્ષય થાય છે અને સુખ પ્રાપ્તિ થાય છે, બિલ્વપત્રને જળની ધારા સાથે અર્પણ કરવાથી તેનું પ્રભાવ વધી જાય છે. બિલ્વપત્ર વિશે કહેવામાં આવે છે કે, તેને શિવલિંગ પર ચઢાવવાથી ભગવાન શિવનું મસ્તિષ્ક ઠંડું રહે છે. જે બિલ્વપત્રમાં ત્રણ પાંદડો હોય તો તેને સર્વોત્તમ માનવામાં આવે છે. એક વાતનું ખાસ ધ્યાન રાખવું કે, બિલ્વપત્ર ખરાબ ન હોવું જોઇએ,
આ દિવસો એ બિલોપત્ર તોડવા જઈએ નહીં
ચોય, આઠમ, નોમ, ચોદસ, અમાસ અને સોમવારે બિલ્વપત્ર વૃક્ષમાંથી બિલ્વપત્ર તોડવાની શાસ્ત્રોમાં મનાઈ ફરમાવી છે. મહાદેવજીને આકડો, કરેણ, ગરમાળાનું ફૂલ, શમીનું પાંદડું, નિલમલ, પત્રો પણ ચઢાવી શકાય છે, પરંતુ બિલ્વપત્ર ચડાવવાથી મહાદેવ જલ્દી પ્રસન્ન થતા હોવાનું મનાયછે.ત્રણ પાન મા સૂર્ય, ચંદ્ર અને અગ્નિ છે
બિલ્વપત્ર શું છે ?
બિલ્વપત્ર ના ત્રણ પાન મા મહાદેવજીના ત્રિનેત્ર સૂર્ય, ચંદ્ર અને અગ્નિ છે. બિલ્વપત્રના મૂળમાં બ્રહ્મા, મધ્યમાં વિષ્ણુ અને અગ્રભાગમાં શિવરૂપ છે. સ્થિર લક્ષ્મી ની પ્રાપ્તિ માટે ઘરમા બિલ્વના ફળની પૂજા કરવી જોઈએ. બિલ્વપત્રના વૃક્ષની જડમાં ગિરીજા, ડાળીમાં દર્શાવાયની અને પાંદડામાં મા પાર્વતી અને ફળમાં કાત્યાયનીનો વાસ છે.
બિલ્વપત્ર ની ઉત્પત્તિ વિશે
બિલ્વ વૃક્ષની ઉત્પત્તિના સંબંધમાં સ્કંદપુરાણમાં કહેવામાં આવ્યું છે કે, એક વખત દેવી પાર્વતીએ પોતાના માથાનો પરસેવો લૂછીને ફેંક્યો, જેના થોડા ટીપાં મંદાર પર્વત પર પડયા જેનાથી બિલ્વ વૃક્ષની ઉત્પત્તિ થઈ, બિલ્વપત્ર હંમેશાં સ્નાન કરીને જ તોડવાનું માનવામાં આવે છે.

