જીતુ પરમાર
Magrol તા.૩૧
ગાંધીનગર ખાતે શાઈનિંગ ઈન્ડિયા સર્વે દ્વારા જુદા જુદા પરિમાણોને આધારે કરાયેલા સર્વે બાદ ગુજરાતના બેસ્ટ ૧૦ એમએલએમાં માંગરોળના ધારાસભ્ય ભગવાનજીભાઈ કરગઠીયાની પણ પસંદગી કરાતા ગાંધીનગર ખાતે તેઓનું સન્માન કરાયું હતું.ગુજરાત ના વિવિધ મત વિસ્તારના ૧૦ ધારાસભ્યોની પસંદગી માં માંગરોળના ધારાસભ્ય ભગવાનજીભાઈ કરગટીયાની પસંદગી પામ્યા આ સન્માન મારા માંગરોળ માળીયા મત વિસ્તારના મારા મતદારોનુ છે .મેં તો સેવા કરવાનો પ્રયાસ કર્યો છે ધારાસભ્ય ભગવાનજીભાઈ કરગટીયા જણાવ્યું હતું
ગાંધીનગર ખાતે પૂર્વ કેબિનેટ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા, પૂર્વ રાજ્યપાલ જગદીશભાઈ મુખી, શાઈનીંગ ઈન્ડિયાના હાર્દિક સૈની સહિતના મહેમાનોની ઉપસ્થિતિમાં ગાંધીનગરના ટાઉનહોલ ખાતે કાર્યકમ યોજાયો હતો. સંસ્થા દ્વારા ધારાસભ્યની કામગીરી, લોકપ્રિયતા, લોકો સાથે સંપર્ક, વિકાસકાર્યો, મત વિસ્તારના પ્રશ્નો સંબંધે જાગૃતતા સહિતના મુદ્દે છેલ્લા ચાર માસ દરમ્યાન ગુજરાતની ૧૮૨ સીટો પર સર્વે કરાયો હતો. બે લાખથી વધુ લોકોના કરાયેલા સર્વેના આધારે વિવિધ મત વિસ્તારના ૧૦ ધારાસભ્યોની પસંદગી કરાઈ હતી. જેમાં માંગરોળના ધારાસભ્ય ભગવાનજીભાઈ કરગટીયાની પસંદગી કરાતા તેઓને ટ્રોફી એનાયત કરી સન્માન કરવામાં આવ્યું હતું. ‘‘ભારત માતા કી જય‘‘ના નારા વચ્ચે તેઓએ આ સન્માન માંગરોળ માળીયા મત વિસ્તારના મતદારો, કાર્યકર્તાઓને સમર્પિત કર્યો હતો.

