Vadodara,તા.૩૧
વડોદરાના ચકચારી ભાયલી ગેંગરેપ કેસમાં આજે વડોદરાની પોક્સો કોર્ટે જે ૫ આરોપીઓને દોષિત ઠેરવ્યા હતા તેમને સજા સંભળાવી. કોર્ટે તપામ પાંચેય આરોપીઓને છેલ્લા શ્વાસ સુધી જેલમાં રહેવાની સજા ફટકારી છે. આ ઉપરાંત પીડિતાને ૧૦ લાખનું વળતર પણ આપવાનો આદેશ આપ્યો છે. અત્રે જણાવવાનું કે ૨૦૨૪માં નવરાત્રીમાં આ ઘટના ઘટી હતી.
૪ ઓક્ટોબર ૨૦૨૪ના રોજ નવરાત્રીના બીજા નોરતે આ ઘટના ઘટી હતી. જેમાં ભાયલી-બીલ રોડ નજીક અવાવરું સ્થળે ગરબા રમવા ગયેલી સગીરા અને તેનો મિત્ર બેઠા હતા. ત્યારે બાઇક પર આવેલા આ શખ્સોએ બોલાચાલી બાદ સગીરા સાથે અડપલાં કરવાના શરૂ કર્યા અને દુષ્કર્મ આચર્યું હતું. પોલીસે ત્વરિત કાર્યવાહી કરી પાંચેય આરોપીની ધરપકડ કરી હતી. માત્ર ૧૭ દિવસમાં ૬ હજારથી વધુ પાનાની ચાર્જશીટ રજૂ કરાઈ હતી. આ કેસમાં મુન્ના, શાહરુખ, મુમતાઝ, અજમલ અને સૈફઅલી બનજારા દોષિત ઠર્યા હતા.
સરકારી વકીલ અનિલ દેસાઈએ જણાવ્યું કે દોષિતોને કેટલી સજા કરવી એ અંગે આજે નામદાર કોર્ટમાં દલીલો થઈ હતી. કાયદાની જોગવાઈ મુજબ અને ગુનાની કલમો હેટળ જે મહત્તમ સજાની જોગવાઈ છે એ પ્રમાણે તેમને છેલ્લા શ્વાસ સુધીની સજા થાય. કોર્ટને ફાંસીની સજા યોગ્ય ન લાગે તેવા સંજોગોમાં આરોપીઓને આજીવન કેદ (છેલ્લા શ્વાસ સુધીની સજા એ મહત્તમ સજા) થાય.
૨૦૨૪ નવરાત્રીના બીજા નોરતે સગીરા પર દુષ્કર્મની ઘટના બની હતી. સગીર પીડિતા પોતાના મિત્રને રાત્રે ૧૧.૩૦ વાગે મળી હતી. સગીરા મિત્રની સ્કૂટી પર બેસી ભાયલી ગઈ હતી. રાત્રે ૧૨ વાગે બે બાઈક પર સવાર ૫ લોકોએ તેમને જોયા હતા. તે સમયે પીડિતા અને તેના મિત્ર સાથે માથાકૂટ કરી હતી. આ દરમિયાન ૫ માંથી ૨ વ્યક્તિ નીકળી ગયા હતા. પરંતું ૨ યુવકોએ પીડિતા સાથે દુષ્કર્મ આચર્યું હતું. ૧ યુવકે પીડીતાના મિત્રને પકડી રાખ્યો હતો.
આ કેસ પોલીસ માટે મોટો પડકાર બની રહ્યો હતો કારણ કે જ્યાં ઘટના ઘટી હતી તે નિર્જન સ્થળ હતું અને ત્યાં સીસીટીવી કેમેરાઓ પણ નહતા. ત્યારે આરોપીઓને ઓળખવા કઈ રીતે? ત્યારબાદ પોલીસે ટેક્નિકલ સર્વેલાન્સ અને સીટીટીવી તરફ તપાસની દિશા ફેરવી. ઘટનાસ્થળેથી આરોપીઓના સંભવિત માર્ગો સુધીના સીસીટીવી ફેટેજ ફંફોળવાના શરૂ થયા હતા. ૧૧૦૦થી વધુ સીસીટીવી અને આશરે ૪૫ કિમીના રૂટને ચકાસવામાં આવ્યા હતા. ગણતરીના કલાકોમાં ૩ આરોપીઓ ઝડપાયા હતા.
દોષિતો વિશેઃ ૧. મુન્ના અબ્બાસ બનજારા,૨. મુમતાઝ ઉર્ફે આફતાબ બનજારા,૩. શાહરૂખ બનજારા, ,૪. સૈફઅલી બનજારા,૫. અજમલ સત્તાર
પાંચેય મૂળ ઉત્તર પ્રદેશના હોવાનું અને વર્ષોથી વડોદરામાં રહેતા હોવાનું તપાસમાં સામે આવ્યું હતું. તેઓ તાંદલજા વિસ્તારમાં રહેતા હતા અને મજૂરી તથા પીઓપી કલર કામ કરતા હતા. આરોપીની ભૂમિકાની વાત કરીએ તો મુન્ના અબ્બાસ બનજારા, મુમતાઝ ઉર્ફે આફતાબ બનજારા, શાહરૂખ બનજારાએ દુષ્કર્મ આચર્યું હતું જ્યારે સૈફઅલી બનજારા અને અજમલ સત્તારએ મદદ કરી હતી. પીડિતાને બચાવવાના બદલે સ્થળ પરથી ભાગી ગયા હતા બંને આરોપીઓ. પાંચેય આરોપીએ સૌ પ્રથમ પીડિતા અને તેના મિત્રને આંતર્યા હતા. પીડિતાના પુરુષ મિત્રને માર માર્યો, ત્યારબાદ પીડિતા ઉપર એકબાદ એક ત્રણ આરોપીઓએ દુષ્કર્મ આચર્યું. બાદમાં પીડિતાનો ફોન ચોરી કરી તમામ ફરાર થઈ ગયા હતા.

