Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    01 સપ્ટેમ્બર નું પંચાંગ

    August 31, 2026

    01 સપ્ટેમ્બર નું રાશિફળ

    August 31, 2026

    Goa નાઈટક્લબ આગઃ સુપ્રીમ કોર્ટે જામીન રદ કરવાના બોમ્બે હાઈકોર્ટના આદેશને માન્ય રાખ્યો

    August 31, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • 01 સપ્ટેમ્બર નું પંચાંગ
    • 01 સપ્ટેમ્બર નું રાશિફળ
    • Goa નાઈટક્લબ આગઃ સુપ્રીમ કોર્ટે જામીન રદ કરવાના બોમ્બે હાઈકોર્ટના આદેશને માન્ય રાખ્યો
    • Northern Cyprus નજીક આશરે ૨૭૦ લોકોને લઈ જતી એક ફેરી પલટી ગઈ, જેમાં આઠ લોકોના મોત
    • “જો હિન્દુઓ જાગે છે, તો દુનિયા જાગે છે,” ટોરોન્ટોમાં RSS વડા ભાગવત
    • America and Iran આમને-સામને! મોજતબા ખામેનીએ મુસ્લિમ દેશોને સમર્થન માટે અપીલ કરી
    • Naira ની રિફાઈનરીએ સૌથી વધુ ૧૦ લાખ બેરલ પેટ્રોલ રશિયા મોકલ્યું
    • Ahmedabad: વીએસ હોસ્પિટલના પોસ્ટમોર્ટમ રૂમની બાજુથી હોટલના રૂમ સુધી પોલીસે દરોડા પાડી ૧૧૭ જુગારિયાને ઝડપી લીધા
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Monday, August 31
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»વડોદરા»Vadodara: ભાયલી ગેંગરેપ કેસમાં કોર્ટનો મોટો ચુકાદો, તમામ દોષિતોને આજીવન કેદની સજા, છેલ્લા શ્વાસ સુધી જેલમાં રહેશે
    વડોદરા

    Vadodara: ભાયલી ગેંગરેપ કેસમાં કોર્ટનો મોટો ચુકાદો, તમામ દોષિતોને આજીવન કેદની સજા, છેલ્લા શ્વાસ સુધી જેલમાં રહેશે

    Vikram RavalBy Vikram RavalAugust 31, 2026No Comments3 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Vadodara,તા.૩૧

    વડોદરાના ચકચારી ભાયલી ગેંગરેપ કેસમાં આજે વડોદરાની પોક્સો કોર્ટે જે ૫ આરોપીઓને દોષિત ઠેરવ્યા હતા તેમને સજા સંભળાવી. કોર્ટે તપામ  પાંચેય આરોપીઓને છેલ્લા શ્વાસ સુધી જેલમાં રહેવાની સજા ફટકારી છે. આ ઉપરાંત પીડિતાને ૧૦ લાખનું વળતર પણ આપવાનો આદેશ આપ્યો છે. અત્રે જણાવવાનું કે ૨૦૨૪માં નવરાત્રીમાં આ ઘટના ઘટી હતી.

    ૪ ઓક્ટોબર ૨૦૨૪ના રોજ નવરાત્રીના બીજા નોરતે આ ઘટના ઘટી હતી. જેમાં ભાયલી-બીલ રોડ નજીક અવાવરું સ્થળે ગરબા રમવા ગયેલી સગીરા અને તેનો મિત્ર બેઠા હતા. ત્યારે બાઇક પર આવેલા આ શખ્સોએ બોલાચાલી બાદ સગીરા સાથે અડપલાં કરવાના શરૂ કર્યા અને દુષ્કર્મ આચર્યું હતું. પોલીસે ત્વરિત કાર્યવાહી કરી પાંચેય આરોપીની ધરપકડ કરી હતી. માત્ર ૧૭ દિવસમાં ૬ હજારથી વધુ પાનાની ચાર્જશીટ રજૂ કરાઈ હતી. આ કેસમાં મુન્ના, શાહરુખ, મુમતાઝ, અજમલ અને સૈફઅલી બનજારા દોષિત ઠર્યા હતા.

    સરકારી વકીલ અનિલ દેસાઈએ જણાવ્યું કે દોષિતોને કેટલી સજા કરવી એ અંગે આજે નામદાર કોર્ટમાં દલીલો થઈ હતી. કાયદાની જોગવાઈ મુજબ અને ગુનાની કલમો હેટળ જે મહત્તમ સજાની જોગવાઈ છે એ પ્રમાણે તેમને  છેલ્લા શ્વાસ સુધીની સજા  થાય. કોર્ટને ફાંસીની સજા યોગ્ય ન લાગે તેવા સંજોગોમાં આરોપીઓને આજીવન કેદ (છેલ્લા શ્વાસ સુધીની સજા એ મહત્તમ સજા) થાય.

    ૨૦૨૪ નવરાત્રીના બીજા નોરતે સગીરા પર દુષ્કર્મની ઘટના બની હતી. સગીર પીડિતા પોતાના મિત્રને રાત્રે ૧૧.૩૦ વાગે મળી હતી. સગીરા મિત્રની સ્કૂટી પર બેસી ભાયલી ગઈ હતી. રાત્રે ૧૨ વાગે બે બાઈક પર સવાર ૫ લોકોએ તેમને જોયા હતા. તે સમયે પીડિતા અને તેના મિત્ર સાથે માથાકૂટ કરી હતી. આ દરમિયાન ૫ માંથી ૨ વ્યક્તિ નીકળી ગયા હતા. પરંતું ૨ યુવકોએ પીડિતા સાથે દુષ્કર્મ આચર્યું હતું. ૧ યુવકે પીડીતાના મિત્રને પકડી રાખ્યો હતો.

    આ કેસ પોલીસ માટે મોટો પડકાર બની રહ્યો હતો કારણ કે જ્યાં ઘટના ઘટી હતી તે નિર્જન સ્થળ હતું અને ત્યાં સીસીટીવી કેમેરાઓ પણ નહતા. ત્યારે આરોપીઓને ઓળખવા કઈ રીતે? ત્યારબાદ પોલીસે ટેક્નિકલ સર્વેલાન્સ અને સીટીટીવી તરફ તપાસની દિશા ફેરવી. ઘટનાસ્થળેથી આરોપીઓના સંભવિત માર્ગો સુધીના સીસીટીવી ફેટેજ ફંફોળવાના શરૂ થયા હતા. ૧૧૦૦થી વધુ સીસીટીવી અને આશરે ૪૫ કિમીના રૂટને ચકાસવામાં આવ્યા હતા. ગણતરીના કલાકોમાં ૩ આરોપીઓ ઝડપાયા હતા.

    દોષિતો વિશેઃ ૧. મુન્ના અબ્બાસ બનજારા,૨. મુમતાઝ ઉર્ફે આફતાબ બનજારા,૩. શાહરૂખ બનજારા, ,૪. સૈફઅલી બનજારા,૫. અજમલ સત્તાર

    પાંચેય મૂળ ઉત્તર પ્રદેશના હોવાનું અને વર્ષોથી વડોદરામાં રહેતા હોવાનું તપાસમાં સામે આવ્યું હતું. તેઓ તાંદલજા વિસ્તારમાં રહેતા હતા અને મજૂરી તથા પીઓપી કલર કામ કરતા હતા. આરોપીની ભૂમિકાની વાત કરીએ તો મુન્ના અબ્બાસ બનજારા, મુમતાઝ ઉર્ફે આફતાબ બનજારા, શાહરૂખ બનજારાએ દુષ્કર્મ આચર્યું હતું જ્યારે સૈફઅલી બનજારા અને અજમલ સત્તારએ મદદ કરી હતી. પીડિતાને બચાવવાના બદલે સ્થળ પરથી ભાગી ગયા હતા બંને આરોપીઓ. પાંચેય આરોપીએ સૌ પ્રથમ પીડિતા અને તેના મિત્રને આંતર્યા હતા. પીડિતાના પુરુષ મિત્રને માર માર્યો, ત્યારબાદ પીડિતા ઉપર એકબાદ એક ત્રણ આરોપીઓએ દુષ્કર્મ આચર્યું. બાદમાં પીડિતાનો ફોન ચોરી કરી તમામ ફરાર થઈ ગયા હતા.

    vadodara
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous Articleપૂરને કારણે બંધ પડેલા પાવર પ્લાન્ટ, ભારત Nepal ને આગોતરી વીજળી આપશે
    Next Article Ahmedabad: ગુજરાતમાં ૩ વર્ષમાં ૩૭૦૭ કરોડના સાયબર ફ્રોડ, લોકોને માંડ ૯૭ કરોડ જ પાછા મળ્યા
    Vikram Raval
    • Website

    Related Posts

    વડોદરા

    Vadodaraમાં અકસ્માતની વિવિધ ઘટનામાં ૩ લોકોના મોત, માણેજાથી દશરથ અને ધન્યાવી સુધી અકસ્માતોની હારમાળા

    August 29, 2026
    વડોદરા

    Vadodara : હરસ-મસાનું ઓપરેશન કરતો નકલી ડોક્ટર ઝડપાયો

    August 27, 2026
    વડોદરા

    Vadodara: સાવલીના રાણીપુરામાં રૂ. ૪ કરોડનું મનરેગા કૌભાંડ

    August 27, 2026
    વડોદરા

    Vadodaraમાં યુનિયન બેંક સાથે ૧.૪૫ કરોડની કથિત છેતરપિંડી

    August 27, 2026
    વડોદરા

    Vadodaraના ભાંડવાડામાં ઈદના દિવસે બે જૂથ વચ્ચે અથડામણ

    August 27, 2026
    વડોદરા

    Vadodaraમાં ગાંજાના નેટવર્કનો પર્દાફાશ, ૬૫.૯૩ ગ્રામ જથ્થા સાથે શખ્સ ઝડપાયો

    August 26, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹156,660
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹143,600
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹234,630
    લાઈવ રેટ્સ • અપડેટ: 31-08-2026 21:21
    Categories
    Latest News

    01 સપ્ટેમ્બર નું પંચાંગ

    August 31, 2026

    01 સપ્ટેમ્બર નું રાશિફળ

    August 31, 2026

    Goa નાઈટક્લબ આગઃ સુપ્રીમ કોર્ટે જામીન રદ કરવાના બોમ્બે હાઈકોર્ટના આદેશને માન્ય રાખ્યો

    August 31, 2026

    Northern Cyprus નજીક આશરે ૨૭૦ લોકોને લઈ જતી એક ફેરી પલટી ગઈ, જેમાં આઠ લોકોના મોત

    August 31, 2026

    “જો હિન્દુઓ જાગે છે, તો દુનિયા જાગે છે,” ટોરોન્ટોમાં RSS વડા ભાગવત

    August 31, 2026

    America and Iran આમને-સામને! મોજતબા ખામેનીએ મુસ્લિમ દેશોને સમર્થન માટે અપીલ કરી

    August 31, 2026
    Search
    Main News

    Goa નાઈટક્લબ આગઃ સુપ્રીમ કોર્ટે જામીન રદ કરવાના બોમ્બે હાઈકોર્ટના આદેશને માન્ય રાખ્યો

    August 31, 2026

    Northern Cyprus નજીક આશરે ૨૭૦ લોકોને લઈ જતી એક ફેરી પલટી ગઈ, જેમાં આઠ લોકોના મોત

    August 31, 2026

    “જો હિન્દુઓ જાગે છે, તો દુનિયા જાગે છે,” ટોરોન્ટોમાં RSS વડા ભાગવત

    August 31, 2026

    America and Iran આમને-સામને! મોજતબા ખામેનીએ મુસ્લિમ દેશોને સમર્થન માટે અપીલ કરી

    August 31, 2026

    Naira ની રિફાઈનરીએ સૌથી વધુ ૧૦ લાખ બેરલ પેટ્રોલ રશિયા મોકલ્યું

    August 31, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    01 સપ્ટેમ્બર નું પંચાંગ

    August 31, 2026

    01 સપ્ટેમ્બર નું રાશિફળ

    August 31, 2026

    Goa નાઈટક્લબ આગઃ સુપ્રીમ કોર્ટે જામીન રદ કરવાના બોમ્બે હાઈકોર્ટના આદેશને માન્ય રાખ્યો

    August 31, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.