Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    01 સપ્ટેમ્બર નું પંચાંગ

    August 31, 2026

    01 સપ્ટેમ્બર નું રાશિફળ

    August 31, 2026

    Goa નાઈટક્લબ આગઃ સુપ્રીમ કોર્ટે જામીન રદ કરવાના બોમ્બે હાઈકોર્ટના આદેશને માન્ય રાખ્યો

    August 31, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • 01 સપ્ટેમ્બર નું પંચાંગ
    • 01 સપ્ટેમ્બર નું રાશિફળ
    • Goa નાઈટક્લબ આગઃ સુપ્રીમ કોર્ટે જામીન રદ કરવાના બોમ્બે હાઈકોર્ટના આદેશને માન્ય રાખ્યો
    • Northern Cyprus નજીક આશરે ૨૭૦ લોકોને લઈ જતી એક ફેરી પલટી ગઈ, જેમાં આઠ લોકોના મોત
    • “જો હિન્દુઓ જાગે છે, તો દુનિયા જાગે છે,” ટોરોન્ટોમાં RSS વડા ભાગવત
    • America and Iran આમને-સામને! મોજતબા ખામેનીએ મુસ્લિમ દેશોને સમર્થન માટે અપીલ કરી
    • Naira ની રિફાઈનરીએ સૌથી વધુ ૧૦ લાખ બેરલ પેટ્રોલ રશિયા મોકલ્યું
    • Ahmedabad: વીએસ હોસ્પિટલના પોસ્ટમોર્ટમ રૂમની બાજુથી હોટલના રૂમ સુધી પોલીસે દરોડા પાડી ૧૧૭ જુગારિયાને ઝડપી લીધા
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Monday, August 31
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»અમદાવાદ»Ahmedabad: ગુજરાતમાં ૩ વર્ષમાં ૩૭૦૭ કરોડના સાયબર ફ્રોડ, લોકોને માંડ ૯૭ કરોડ જ પાછા મળ્યા
    અમદાવાદ

    Ahmedabad: ગુજરાતમાં ૩ વર્ષમાં ૩૭૦૭ કરોડના સાયબર ફ્રોડ, લોકોને માંડ ૯૭ કરોડ જ પાછા મળ્યા

    Vikram RavalBy Vikram RavalAugust 31, 2026No Comments4 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    ગુજરાતમાં ત્રણ વર્ષ દરમિયાન સાયબર ઠગાઈના ગુના ઘટ્યા છે. પરંતુ લોકોએ ગુમાવેલી રકમ અઢીગણી વધી છે

    Ahmedabad,તા.૩૧

    સાયબર ક્રાઈમ ઉપર અંકુશ મેળવવા માટે નવા-નવા આયોજનો થઈ રહ્યાં છે. આ દરમિયાન ઠગાઈનો ભોગ બનેલાં લોકોને મોટી નુકસાની ભોગવવાનો વખત આવ્યો છે. વર્ષ ૨૦૨૩-૨૪થી ૨૦૨૫-૨૬ સુધીના ત્રણ વર્ષ દરમિયાન ગુજરાતમાંથી ૩૭૦૭ કરોડ રૂપિયાની સાયબર ઠગાઈ થઈ છે. તેમાંથી માંડ ૯૭ કરોડ રૂપિયા જ લોકોને પાછા મળ્યાં છે. નેટ બેન્કિંગ અને કાર્ડસથી છેતરપિંડીના ગુનામાં ત્રણ ટકાથી ઓછી રકમની રિકવરી થવા પામી છે.

    રિઝર્વ બેન્ક દ્વારા જાહેર કરાયેલા ડેટા મુજબ, ગુજરાતમાં ત્રણ વર્ષ દરમિયાન સાયબર ઠગાઈના ગુના ઘટ્યા છે. પરંતુ લોકોએ ગુમાવેલી રકમ અઢીગણી વધી છે. આ ત્રણ વર્ષ દરમિયાન બેન્કોનો રિકવરી રેટ એક ટકાથી ઓછો હતો. ૩.૪૩ ટકા પહોંચ્યો છે, જે માત્ર ૩.૪૩ ટકા એટલે કે માત્ર ૨.૫૦ ટકા સુધર્યો છે. આવનારાં દિવસોમાં બેન્કો દ્વારા પૈસાની ગેરકાયદે હેરાફેરી અટકાવવા મ્યુલ એકાઉન્ટ્‌સ એ.આઈ.નો ઉપયોગ કરીને સ્થગિત કરવાની કાર્યવાહી કરવામાં આવશે. સરવાળે, સાયબર ક્રાઈમની ગુનાખોરીમાં પ્રજાજનોએ ગુમાવવાનો જ વખત આવે છે.

    છેતરપિંડીથી લોકોએ ગુમાવેલી રકમમાં વિતેલા ત્રણ વર્ષમાં સતત વધારો નોંધાયો છે. વર્ષ ૨૦૨૩-૨૪માં લોકોએ ૯૮૬ કરોડ રૂપિયા ગુમાવ્યા હતા. તેમાં ૩૦ ટકાના ધરખમ વધારા સાથે લોકોએ વર્ષ ૨૦૨૪-૨૫માં ૧૨૮૬ કરોડ રૂપિયા ગુમાવ્યા હતા. ૧૧ ટકાના વધારા સાથે વર્ષ ૨૦૨૫-૨૬માં આ આંકડો ૧૪૩૫ કરોડ રૂપિયા પહોંચ્યો છે. આમ, વિતેલા ત્રણ વર્ષમાં ગુજરાતમાં બેન્ક ફ્રોડ, સાયબર ફ્રોડથી લોકોએ ૩૭૦૭ કરોડ રૂપિયા ગુમાવ્યા છે તેની સામે લોકોને માંડ ૯૭ કરોડ જ પાછા મળ્યાં છે.

    લોકોની સમસ્યા હળવી કરવા માટે ગુજરાત પોલીસે સાયબર ઠગાઈના પૈસા જે બેન્ક ખાતામાં જમા થતાં હોય છે તેને જ ફ્રીઝ કરવાની પ્રક્રિયા શરૂ કરી છે. આવા ત્રણ લાખ જેટલા એકાઉન્ટ્‌સ ફ્રીઝ બેન્ક સાથે સંકલન સાધીને સાયબર પોલીસ દ્વારા કરવામાં આવ્યાં છે. પરંતુ, કડવી વાસ્તવિકતા એ છે કે ઈ-ચિટર્સ કાયદાની આંટીઘૂંટી જાણતા હોવાથી કોઈને કોઈ પેંતરાબાજી કરીને સાયબર ક્રાઈમ કરી જ રહ્યાં છે અને લોકો પૈસા ગુમાવી તે પરત મેળવવા માટે દોડધામ કરતાં રહે છે. ગુનેગારો બે ડગલાં આગળ રહે છે તે કહેવત સાચી ઠરતી જણાતી હોવા છતાં સાયબર ક્રાઈમના કિસ્સાઓમાં પોલીસ અને બેન્કોની કાર્યપદ્ધતિ સુધારીને પ્રજાલક્ષી બનાવાઈ રહી છે. જો કે, સાયબર ક્રાઈમના ગુના જ ન બને અથવા તો ઘટે તે દિશામાં કાર્યવાહી કરવા જનજાગૃતિ કેળવવા માટે હજુ પોલીસ અને બેન્કોના પ્રયાસો અપૂરતાં જણાતાં લોકો છેતરાતાં રહે છે.

    છેલ્લા બે વર્ષ દરમિયાન ગુજરાત પોલીસે કરેલા બદલાવ મુજબ ૧૦ લાખની વધુની ઠગાઈ હોય તો સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં ગુના નોંધાય છે. ૧૦ લાખથી ઓછી રકમની ઠગાઈ હોય તો રાજ્યના સ્થાનિક પોલીસ સ્ટેશનોમાં ગુના નોંધવાનું શરૂ કરવામાં આવ્યું છે. આ સંજોગોમાં સાયબર ક્રાઈમના ગુના અને તેમાં ગયેલી રકમનો આંકડો ખરેખર કેટલો? તે સવાલ છે.

    ઓનલાઈન ચીટિંગ અંગે સાયબર ક્રાઈમ પોલીસમાં ફરિયાદ થાય પછી પૈસા પરત મળે તો તે પરત કરવાની અલગ અલગ પદ્ધતિઓ છે. જો શરૂઆતના કલાકોમાં ફરિયાદ થાય અને સાયબર ક્રાઈમ પોલીસ અને બેન્ક આ પૈસા બ્લોક કરી આગળ વધતાં અટકાવી શકે તો પણ તમારા ખાતામાં પરત મોકલવા માટે સાયબર ક્રાઈમ પોલીસ બેન્કના લેખિત જાણ કરે તે પછી જ કાર્યવાહી થાય છે. જો પોલીસ ફરિયાદને લાંબો સમય વિતી ગયો હોય પછી પૈસા પરત આવે તો કોર્ટમાં અરજી કરવી પડે, પોલીસ તપાસનો અહેવાલ આવે તે પછી કોર્ટ દ્વારા આદેશ કરવામાં આવે તે પછી બેન્ક દ્વારા પૈસા પરત કરવાની કાર્યવાહી કરવામાં આવે છે.

    પોલીસ અધિકારી સૂત્રો કહે છે કે, જો સાયબર છેતરપિંડી થાય તેની એક કલાકમાં ગોલ્ડન અવર હોય છે અને આ સમયગાળા દરમિયાન સાયબર ક્રાઈમ બ્રાન્ચ હેલ્પલાઈનનો સંપર્ક કરવામાં આવે તો પૈસા સરળતાથી પરત મળવાના ચાન્સ વધી જાય છે. નવી વ્યવસ્થા મુજબ, મોટી રકમ હોય તો ઓનલાઈન ટ્રાન્સફર કરવામાં હવે બેન્કો એક કલાકનો સમય વિતાવે છે. આ દરમિયાન જ સાયબર ક્રાઈમ થયાની જાણ થાય અને તરત જ બેન્ક, પોલીસનો સંપર્ક કરવામાં આવે તો રકમ ટ્રાન્સફર કરવામાં આવતી નથી અને બચી જાય છે. એક વખત પૈસા તમારા બેન્ક ખાતામાંથી નીકળી જાય તે પછી તેને પરત મેળવવા પ્રોસિજર પૂર્ણ કરવી પડે છે.

    Ahmedabad News
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous ArticleVadodara: ભાયલી ગેંગરેપ કેસમાં કોર્ટનો મોટો ચુકાદો, તમામ દોષિતોને આજીવન કેદની સજા, છેલ્લા શ્વાસ સુધી જેલમાં રહેશે
    Next Article Anandના ખંભાતના શકરપુર ગામમાં તળાવમાં ડૂબી ૧૩, ૧૧ અને ૮ વર્ષની ત્રણ સગી બહેનોનાં મોત
    Vikram Raval
    • Website

    Related Posts

    અમદાવાદ

    Ahmedabad: વીએસ હોસ્પિટલના પોસ્ટમોર્ટમ રૂમની બાજુથી હોટલના રૂમ સુધી પોલીસે દરોડા પાડી ૧૧૭ જુગારિયાને ઝડપી લીધા

    August 31, 2026
    અમદાવાદ

    સ્વાઈન ફ્લૂની Ahmedabadમાં પણ ચિંતાઃ ગાંધીનગરમાં ત્રણ કેસ બાદ તંત્ર સતર્ક

    August 31, 2026
    અમદાવાદ

    Ahmedabad: પેસેન્જર બેસાડવાની અદાવતમાં રિક્ષાચાલક પર હુમલો કરાયો

    August 31, 2026
    અમદાવાદ

    Ahmedabad: કોમનવેલ્થ-ઓલિમ્પિક માટે શહેરની તૈયારી, પરંતુ ૨૦૦થી વધુ શાળા ‘મેદાન’ વિહોણી!

    August 31, 2026
    અમદાવાદ

    Ahmedabad: ઓગસ્ટ પૂરો છતાં ગુજરાતના ૩૩ ટકા જિલ્લાઓમાં ૫૦ ટકા વરસાદની ઘટ

    August 31, 2026
    અમદાવાદ

    Ahmedabadમાં યુવાનોને ડ્રગ્સના રવાડે ચઢાવવાનું કારસ્તાન, વટવામાં ગાંજો વેચતો માફીયા પકડાયો

    August 31, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹156,660
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹143,600
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹234,630
    લાઈવ રેટ્સ • અપડેટ: 31-08-2026 21:21
    Categories
    Latest News

    01 સપ્ટેમ્બર નું પંચાંગ

    August 31, 2026

    01 સપ્ટેમ્બર નું રાશિફળ

    August 31, 2026

    Goa નાઈટક્લબ આગઃ સુપ્રીમ કોર્ટે જામીન રદ કરવાના બોમ્બે હાઈકોર્ટના આદેશને માન્ય રાખ્યો

    August 31, 2026

    Northern Cyprus નજીક આશરે ૨૭૦ લોકોને લઈ જતી એક ફેરી પલટી ગઈ, જેમાં આઠ લોકોના મોત

    August 31, 2026

    “જો હિન્દુઓ જાગે છે, તો દુનિયા જાગે છે,” ટોરોન્ટોમાં RSS વડા ભાગવત

    August 31, 2026

    America and Iran આમને-સામને! મોજતબા ખામેનીએ મુસ્લિમ દેશોને સમર્થન માટે અપીલ કરી

    August 31, 2026
    Search
    Main News

    Goa નાઈટક્લબ આગઃ સુપ્રીમ કોર્ટે જામીન રદ કરવાના બોમ્બે હાઈકોર્ટના આદેશને માન્ય રાખ્યો

    August 31, 2026

    Northern Cyprus નજીક આશરે ૨૭૦ લોકોને લઈ જતી એક ફેરી પલટી ગઈ, જેમાં આઠ લોકોના મોત

    August 31, 2026

    “જો હિન્દુઓ જાગે છે, તો દુનિયા જાગે છે,” ટોરોન્ટોમાં RSS વડા ભાગવત

    August 31, 2026

    America and Iran આમને-સામને! મોજતબા ખામેનીએ મુસ્લિમ દેશોને સમર્થન માટે અપીલ કરી

    August 31, 2026

    Naira ની રિફાઈનરીએ સૌથી વધુ ૧૦ લાખ બેરલ પેટ્રોલ રશિયા મોકલ્યું

    August 31, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    01 સપ્ટેમ્બર નું પંચાંગ

    August 31, 2026

    01 સપ્ટેમ્બર નું રાશિફળ

    August 31, 2026

    Goa નાઈટક્લબ આગઃ સુપ્રીમ કોર્ટે જામીન રદ કરવાના બોમ્બે હાઈકોર્ટના આદેશને માન્ય રાખ્યો

    August 31, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.