New Delhi,તા.08
આંતરરાષ્ટ્રીય માર્કેટમાં સેમીક્નડકટર ચીપ સહિત ઈલેકટ્રોનીક ઉત્પાદનોના પાર્ટસના ભાવ વધતા હવે મોબાઈલ, ટીવી સહિતના હોમ એપ્લાયન્સ બનાવતી કંપનીઓ પણ મુશ્કેલીમાં છે તે સમયે સેમસંગ ઈન્ડીયાએ ભારતમાં તેના સ્માર્ટફોન બ્રાન્ડ સાથે જોડાયેલા 25% સ્ટાફની છટણી કરવાની તૈયારી કરી છે.
કંપની હવે ટેલીવિઝન તથા અન્ય હોમ એપ્લાયન્સીસના વ્યાપારને પણ ભારતમાં મર્યાદીત કરી રહી છે તેની સાથે ઈલેકટ્રોનીક બીઝનેસના 80થી100 એકઝીકયુટીવની નોકરી જોખમમાં છે.
ખાસ કરીને કંપનીને સેમીક્નડકટર ચીપ વિદેશથી આયાત કરવી પડે છે. જેના કારણે તેનો માર્જીન પર ભારે દબાણ છે. હવે કંપની તેના કર્મચારીઓ જેઓને કુલ ચાર માસના એડવાન્સ પગાર સાથે નોકરી છોડવા ઓફર કરે છે. મોબાઈલ ફોન માર્કેટ પણ દબાણ હેઠળ છે.

