New Delhi,તા.08
પાટનગર દિલ્હીમાં વધતી ગુંડાગીરી તથા અસામાજીક તત્વોના વધારા વચ્ચે હતી. પાટનગરમાં રાષ્ટ્રીયકૃત સન્માનીત મણીપુરી સંગીતકારની કેટલાક ગુંડાઓએ રાત્રીના ખૂબજ ક્રુર રીતે ઢોર માર મારીને હત્યા કરતા દિલ્હી યુનિ. સહિતની સંગીત આલમમાં આક્રોશ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે.
વર્ષો પહેલા ઈમ્ફાલથી દિલ્હીમાં વસેલા આ 57 વર્ષના મણીપુરી સંગીતકાર સી.વિક્રમસિંહએ તેના એપાર્ટમેન્ટ બહાર શરાબ પી ધમાલ કરી રહેલા આઠ જેટલા વ્યક્તિઓને સમજાવવા રાત્રીના 11 વાગ્યે નીચે આવ્યા હતા પણ શરાબીઓએ તેમને ઘેરીને ઢોર માર માર્યા અને રોડ પર જ આ સંગીતકારને છોડી નાસી ગયા બાદમાં પરિવારજનોએ હોસ્પીટલમાં તેમને પહોંચાડયા પણ સારવાર સમયે તેમનું મૃત્યુ થયુ હતું.
આ તમામ રેસ્ટોરા-ડીલીવરીમાં કામ કરતા એક સગીર સહિત 8 લોકોને ઝડપ્યા છે. આ સંગીતકાર દિલ્હી યુનિ. સાથે જોડાયેલા હતા. તેમના પત્ની એક મલ્ટીનેશનલ યુનિ.માં કામ કરે છે. પુત્ર કાનૂનનો અભ્યાસ કરે છે.
આ ઘટના પર નોર્થ-ઈસ્ટ સ્ટુડન્ટ યુનિયન તથા મણીપુરી એસો.એ જબરો આક્રોશ સર્જી દિલ્હીની કાનૂન વ્યવસ્થા સામે પ્રશ્નો ઉઠાવ્યા હતા. આ સંગીતકારે દિલ્હીમાં એક મ્યુઝીક સ્કુલ ખોલી હતી અને રાજસ્થાની ફોક સંગીત સાથે પણ સંકળાયેલા હતા.

