વિધાનસભામાં મારી બોડી લેંગ્વેજ સહજ અને અનાયાસે થઈ હતી, તેનો હેતુ કોઈની પણ વાસ્તવિક કે વ્યક્તિગત લાગણીઓને ઠેસ પહોંચાડવાનો નહોતો: સીએમ વિજય
Chennai, તા.૯
તમિલનાડુ વિધાનસભામાં મુખ્યમંત્રી અને TVK (તમિલગા વેટ્રી કઝગમ) પ્રમુખ સી. જોસેફ વિજયના એક શારીરિક ઈશારા ને લઈને મોટી રાજકીય બબાલ ઊભી થઈ છે. સોમવારે પોલીસ વિભાગની અનુદાન માંગ પર બોલતી વખતે વિજયે ડ્ઢસ્દ્ભ અને તેના નેતાઓ પર આકરા પ્રહારો કર્યા હતા. આ દરમિયાન તેમણે પોતાના જમણા હાથથી જડબાને સ્પર્શ કરીને ઉપર ઉઠાવવાનો ઈશારો કર્યો હતો. ડ્ઢસ્દ્ભ અને ડાબેરી પક્ષોના નેતાઓએ આ ઈશારાને ભૂતપૂર્વ મુખ્યમંત્રી એમ.કે. સ્ટાલિનની શારીરિક સ્થિતિની મજાક ઉડાવવા સમાન ગણાવ્યો છે.
ઉલ્લેખનીય છે કે ભારતમા ઈમરજન્સી (કટોકટી) દરમિયાન એમ.કે. સ્ટાલિનની હેઠળ અટકાયત કરવામાં આવી હતી, જ્યાં કથિત રીતે થયેલી મારપીટમાં તેમના જડબા પર ગંભીર ઈજા પહોંચી હતી.નો આરોપઃ નેતા પી. શનમુગમે વિજય પર વ્યક્તિગત હુમલો અને સ્ટાલિનનું ‘બોડી-શેમિંગ’ કરવાનો આરોપ લગાવતા કહ્યું કે, ‘લોકશાહી બચાવવા માટે લાઠીઓ ખાનારા અને ઈજાગ્રસ્ત થનારા નેતાની મજાક ઉડાવવી એ નિંદનીય અને ગેરજવાબદાર વર્તન છે’.વિધાનસભામાં હોબાળોઃ વિધાયકોએ આ મુદ્દે ભારે વિરોધ નોંધાવ્યો હતો, અને ઉદયનિધિ સ્ટાલિનની આગેવાનીમાં ગૃહમાંથી વોકઆઉટ કર્યું હતું.
વિધાનસભામાં સંબોધન દરમિયાન ઝ્રસ્ વિજયે ઈડ્ઢના દસ્તાવેજો અને સરકારિયા કમિશનના અહેવાલોનો હવાલો આપીને એમ.કે. સ્ટાલિન અને ઉદયનિધિ સ્ટાલિન પર નિશાન સાધ્યું હતું. તેમણે આરોપ લગાવ્યો હતો કે, રાજ્યના ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સના કોન્ટ્રાક્ટરો પાસેથી ‘પાર્ટી ફંડ’ના નામે લાંચ વસૂલવામાં આવી રહી છે.ડ્ઢસ્દ્ભ નેતાઓએ ઝ્રસ્ વિજયના નિવેદનોને ગૃહના રેકોર્ડમાંથી હટાવવાની માંગ કરી હતી. જોકે, સ્પીકર જે.સી.ડી. પ્રભાકરે આ માંગ ફગાવી દેતાં જણાવ્યું કે, સ્ૈંજીછ અંગેનો ઉલ્લેખ ગૃહમાં અગાઉ પણ થઈ ચૂક્યો છે, તેથી આ ભાષણને રેકોર્ડમાંથી હટાવવાની કોઈ જરૂર નથી.વિવાદ વધતાં મંગળવારે ઝ્રસ્ વિજયે સોશિયલ મીડિયા પર સ્પષ્ટતા જારી કરી હતી. તેમણે જણાવ્યું કે વિધાનસભામાં તેમની બોડી લેંગ્વેજ સહજ અને અનાયાસે થઈ હતી, તેનો હેતુ કોઈની પણ વાસ્તવિક કે વ્યક્તિગત લાગણીઓને ઠેસ પહોંચાડવાનો નહોતો. તેમણે લોકોને વિનંતી કરી છે કે, આ ઈશારાને કોઈની સામે વ્યક્તિગત હુમલા તરીકે ન જોવામાં આવે.

