જાદુઈ વાદળ, ફન બોલ વિથ સ્ટ્રો, મેજિક વિથ થ્રેડ, બલુનની ચકરડી, પાણીમાં આગ જેવા રસપ્રદ પ્રયોગો રજૂ કર્યા
Rajkot
આજના સમયમાં વિદ્યાર્થી ગણિત અને વિજ્ઞાન જેવા વિષયો થી દૂર ભાગતો જાય છે ત્યારે વિદ્યાર્થી ગણિત વિજ્ઞાનમાં રસ લેતો થાય તે હેતુથી ગુજરાત સાયન્સ એન્ડ ટેકનોલોજી સ્પોન્સર્ડ રાજકોટની જાણીતી શ્રી એસ વી વિરાણી હાઈસ્કૂલમાં શ્રી પાયોનિયર એડયુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત ગણિત વિજ્ઞાનના રમકડાનો એક દિવસીય વર્કશોપ યોજવામાં આવ્યો હતો.
જેમાં વિરાણી હાઈસ્કૂલના ધોરણ ૯ ના ૧૭૫ જેટલા વિદ્યાર્થીઓએ ઉત્સાહ પૂર્વક ભાગ લીધો હતો પ્રાર્થનાથી વર્કશોપની શરૂઆત બાદ વિદ્યાર્થીઓને વિજ્ઞાનના અવનવા પ્રયોગો દર્શાવવામાં આવ્યા હતા અને ત્યારબાદ વિદ્યાર્થીઓએ વિજ્ઞાનના એક્સપર્ટ ગૌતમભાઈ લીંબડના માર્ગદર્શન હેઠળ ફન બૉલ વિથ સ્ટ્રો, મેજિક વિથ થ્રેડ, બલૂનની ચકરડી, પાણીમાં આગ લાગવી, પાણીમાં સોડિયમનો ધડાકો, જાદુઈ વાદળ, હવાનું દબાણ વગેરે પ્રયોગો કર્યા હતા.
ત્યારબાદ વિદ્યાર્થીઓએ ગણિતના એક્સપર્ટ ડો જી એફ મહેતાના માર્ગદર્શન હેઠળ કાગળમાંથી ગણિતના વિવિધ મોડેલ બનાવ્યા હતા જેમાં લંબઘન, સમઘન, ત્રિકોણીય પ્રિઝમ, શંકુ વગેરેનો સમાવેશ થાય છે આ વર્કશોપમાં અતિથિ વિશેષ તરીકે લોકવિજ્ઞાન કેન્દ્રના ડાયરેક્ટર શ્રી રમેશભાઈ ભાયાણી ઉપસ્થિત રહ્યા હતા સમગ્ર કાર્યક્રમનું સંચાલન નિશીથભાઈ મહેતાએ કર્યું હતું આભારવિધિ પ્રણવભાઈ શુક્લએ કરી હતી તેમ શાળાના આચાર્ય હરેન્દ્રસિંહ ડોડીયાની યાદી જણાવે છે.

