ચીફ જસ્ટિસે બે મહિલા કો-ઓપ્ટેડ સભ્યો તરીકે નિવૃત્ત જસ્ટિસ મૌના ભટ્ટ અને એડવોકેટ મેઘા જાનીની નિમણૂક કરી, કુલ ૨૫ સભ્યોનું સંખ્યાબળ પૂર્ણ
Rajkot તા.૧૪ઃ
બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના નવા હોદ્દેદારોની રચના માટેનો માર્ગ હવે મોકળો થઈ ગયો છે. ગુજરાત હાઇકોર્ટના ચીફ જસ્ટિસ દ્વારા બાર કાઉન્સિલમાં બે કો-ઓપ્ટેડ મહિલા સભ્યો તરીકે નિવૃત્ત જસ્ટિસ મૌના એમ. ભટ્ટ અને સિનિયર એડવોકેટ મેઘાબેન જાનીની નિમણૂક કરવામાં આવી છે. આ અંગેનું સત્તાવાર જાહેરનામું પણ પ્રસિદ્ધ કરી દેવાયું છે, જે સાથે જ કાઉન્સિલના કુલ ૨૫ સભ્યનું સંખ્યાબળ વિધિવત પૂર્ણ થઈ ચૂક્યું છે.કો-ઓપ્ટેડ સભ્યોની નિમણૂક પૂર્ણ થતાં જ હવે બાર કાઉન્સિલના હોદ્દેદારોની પસંદગીની પ્રક્રિયા તેજ બની છે. આગામી તારીખ૧૯ને શનિવારના રોજ બપોરે ૧૨૩૯ કલાકે તમામ હોદ્દેદારોની નિમણૂક માટે એક અત્યંત મહત્ત્વપૂર્ણ જનરલ બોર્ડની મિટિંગ બોલાવવામાં આવી છે. આ મહત્ત્વની બેઠક રાજ્યના એડવોકેટ જનરલની સીધી અધ્યક્ષતામાં યોજાશે.સૂત્રોના જણાવ્યા અનુસાર, પરંપરા અને નિયમો મુજબ બેઠકમાં સૌ પ્રથમ ચેરમેન અને વાઈસ ચેરમેનની પસંદગી કરવામાં આવશે. સર્વોચ્ચ પદો ૫૨ નિમણૂક પૂર્ણ થયા બાદ તબક્કાવાર રીતે અન્ય વૈધાનિક હોદ્દાઓ, એક્ઝિક્યુટિવ કમિટી, ડિસિપ્લિનરી કમિટી તથા અન્ય મહત્ત્વની સમિતિઓના ચેરમેન અને સભ્યોની નિમણૂક આખરી કરવામાં આવશે.

