Hanuman Ansh ફિલ્મનું નેટ કલેક્શન ૧૯૨.૧૩ કરોડ સુધી પહોંચી ગયું છે, જ્યારે તેનું ગ્રોસ કલેક્શન ૨૨૭ કરોડ સુધી પહોંચી ગયું
Mumbai, તા.૧૫
‘Hanuman Ansh’ આજકાલ સૌથી વધુ ચર્ચામાં રહેલી ફિલ્મોમાંની એક છે, અને તમને જાણીને આશ્ચર્ય થશે કે તેના નિર્માતા ફક્ત ૨૧ વર્ષના છે. નિર્માતા અનુપ્રિયા નાગરે તાજેતરમાં જ ફિલ્મ પાછળની પ્રેરણાનો ખુલાસો કર્યો છે.નીમ કરોલી બાબા પર આધારિત ફિલ્મ ‘હનુમાન અંશ’ હાલમાં ચર્ચાનો વિષય છે. આ ફક્ત એટલા માટે નથી કારણ કે તે દેશ અને દુનિયામાં આદરણીય અને જાણીતા સંતના જીવન પર આધારિત છે, એ સાથે તેની રિલીઝ પછીની તેની અસાધારણ સફરને કારણે પણ છે. ૨ કરોડથી ઓછા બજેટમાં બનેલી આ ફિલ્મ હવે ૧૦૦ કરોડનો આંકડો વટાવી ગઈ છે,
જેના કારણે તેનું થિયેટર રન ખૂબ જ ખાસ બની ગયું છે. ઉપરોક્ત આંકડો પ્રતિસપ્તાહ વધતો જઇ રહ્યો છે.હનુમાન અંશ ફિલ્મનું નેટ કલેક્શન ૧૯૨.૧૩ કરોડ સુધી પહોંચી ગયું છે, જ્યારે તેનું ગ્રોસ કલેક્શન ૨૨૭ કરોડ સુધી પહોંચી ગયું છે. આ ફિલ્મે વિદેશોમાંથી ૯.૫૦ કરોડની કમાણી કરી છે. તેનું વિશ્વવ્યાપી કલેક્શન શ્૨૩૬.૫૦ કરોડ સુધી પહોંચી ગયું છે. આ ફિલ્મના નિર્માણ પાછળની રસપ્રદ વાત એ છે કે ફિલ્મની નિર્માત્રી ૨૧ વર્ષીય અનુપ્રિયા નાગર છે. યુકેમાં અર્થશાસ્ત્રની ડિગ્રી મેળવી રહી હતી ત્યારે કંઈક એવું બન્યું જેના કારણે તે ભારત પાછી ફરી અને આખરે ફિલ્મના દિગ્દર્શક વિશાલ ચતુર્વેદીને મળી અને પછી તેની સફર એવી જગ્યાએથી શરૂ થઈ જેની કોઈને અપેક્ષા નહોતી.
અર્થશાસ્ત્રમાં ડિગ્રી હોવા ઉપરાંત, અનુપ્રિયા એક કલાકાર પણ છે. તે એક કલા સંગ્રહક પરિવારમાંથી આવે છે. એશિયન કમ્યુનિટીમાં જોડાઓઅનુપ્રિયાએ કહ્યું, “મારા કોલેજના છેલ્લા વર્ષમાં, હું વિવિધ ટેક કંપનીઓ પર સંશોધન કરી રહી હતી. હું એપલ અને મેટાવર્સ ના સ્થાપકો ને તેમના વિચારો ક્યાંથી મળ્યા તે શોધવાનો પ્રયાસ કરી રહી હતી. એક લેખ વાંચતી વખતે, મને ખબર પડી કે નીમ કરોલી બાબાથી સ્ટીવ જોબ્સ પ્રભાવિત થયા હતા. ઉત્તરા ખંડના કૈંચી ધામમાં જ તેમને વિચાર આવ્યો હતો કે વિશ્વનું પ્રથમ રંગીન કમ્પ્યુટર બનાવવું. આ અંગેનો લેખ વાંચીને, મને વિચાર આવ્યો કે હું એક વિદેશી પાસેથી ભારતીય સંત વિશે માહિતી કેમ મેળવી રહી છું. આનાથી મને આ વિષય પર વધુ સંશોધન કરવાની પ્રેરણા મળી.હનુમાન અંશને એક મહિનાથી વધુ સમય થઈ ગયો છે, અને ફિલ્મ હજુ પણ કમાણી કરી રહી છે. દરમિયાન, ફિલ્મમાં નીમ કરોલી બાબાનું પાત્ર ભજવનાર શોભિનવ સત્યે એક વીડિયો શેર કર્યો અને દર્શકોને ચેતવણી આપી. તેમણે કહ્યું કે જે રીતે કેટલાક લોકો પાયરેટેડ કે નેટ પર ગેરકાયદે મૂકાયેલી આ ફિલ્મ જોઈ રહ્યા છે તે પોતાને “બીજાના પાપમાં ભાગીદાર” બનાવી રહ્યા છે.

