વસુંધરા ગામે હત્યાની ફરિયાદ બાદ સામાપક્ષે હત્યાના પ્રયાસની ફરિયાદ નોંધાવી
(રવિ મોટવાણી દ્વારા)
Morbi તા.૧૫ઃ
વાંકાનેર તાલુકાના વસુંધરા ગામે ચાર-પાંચ દિવસ પૂર્વે હત્યાનો બનાવ બન્યો હતો જે હત્યાની ફરિયાદ નોંધાયા બાદ હવે સામાપક્ષે મારામારીની ફરિયાદ નોંધાવી છે ગેરકાયદેસર પ્રવૃતિઓ અંગે વિરોધ કરતા અને મૌખિક રજૂઆત કરતા સરપંચ પિતા અને બે પુત્રોને કુહાડી સહિતના હથિયારો વડે માર મારી ગંભીર ઈજા પહોંચાડી હોવાની પોલીસ ફરિયાદ નોંધાવી છે વાંકાનેર તાલુકા પોલીસે બંને પક્ષની સામસામી ફરિયાદને આધારે વધુ તપાસ ચલાવી છે વાંકાનેર તાલુકાના જાલસીકા ગામના રહેવાસી જીવનદીપ ધીરૂભાઈ ડાંગર (ઉ.વ.૩૬) વાળાએ આરોપીઓ લાલાભાઈ સામતભાઈ સરૈયા, ગોપાલભાઈ લાલાભાઈ સરૈયા, સુરેશભાઈ રેવાભાઈ સરૈયા અને શૈલેષભાઈ રેવાભાઈ સરૈયા રહે બધા વસુંધરા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે
જેમાં જણાવ્યું છે કે ફરિયાદીના પિતા ધીરૂભાઈ જાલસીકા વસુંધરા સંયુક્ત ગ્રામ પંચાયત સરપંચ છે અને પિતા ધીરૂભાઈએ વસુંધરા ગામમાં ચાલતી ગેરકાયદેસર પ્રવૃતિઓનો વિરોધ કરી સંબંધિત ખાતામાં લેખિત મૌખિક રજૂઆત કરેલી હતી જે વસુંધરા ગામના ભરવાડ સમાજના અમુક લોકોને નહિ ગમતા તેનો ખાર રાખી ફરિયાદીના પિતા ધીરૂભાઈ ગત તા. ૦૯ ના રોજ સાંજે પોતાનું એકટીવા લઈને જાલસીકાથી રાજકોટ જતા હતા ત્યાર જીવાપર ગામના પાટિયા પાસે ફરિયાદીના પિતાના એકટીવા સાથે વાહન ભટકાડી પાડી દઈને હથિયારો વડે હુમલો કર્યો હતો
હુમલો કરી પિતાને હાઈવે પર નાખી ભાગી ગયા હતા જેની જાણ થતા ફરિયાદી જીવનદીપ અને ભાઈ એભલ બંને કાર જીજે ૦૩ સીડબ્લ્યુ ૫૫૨૬ લઈને શોધખોળ કરવા નીકળ્યા હતા અને વસુંધરા ગામે પહોંચતા આરોપીની દૂધ સહકારી મંડળીએ બેઠા હોય જેને પિતા વિષે પૂછતાં તારા બાપને મારીને નાખી દીધો છે જાવ ગોતી લો કહીને ગાળો આપી બોલાચાલી કરી ઝઘડો કરવા લાગ્યા હતા આરોપીએ કુહાડીનો એક ઘા ભાઈ એભલને માથામાં મારી ગંભીર ઈજા કરી તેમજ લાકડીથી શરીરે માર મારી ઈજા કરી હતી ફરિયાદી બચાવવા વચ્ચે પડતા લોખંડ પાઈપ વડે અને લાકડી વડે માર મારી ઈજા કરી હતી આરોપી લોખંડ પાઈપ અને કુહાડી લઈને બંને ભાઈઓ પાછળ દોડી આના બાપને મારી નાખી દીધો આ એ નાગના બચ્ચા છે આમને પણ પતાવી દો કહીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી આમ ચારેય આરોપીઓએ મારી નાખવાના ઈરાદે ફરિયાદીને ઉપરા ઉપરી પીપના ઘા મારી ગંભીર ઈજા કરી ભાઈ એભલને માથામાં ગંભીર મરણતોલ ઈજાઓ કરી હતી વાંકાનેર તાલુકા પોલીસે ફરિયાદ નોંધી તપાસ ચલાવી છે

