(રવિ મોટવાણી દ્વારા)
Morbi તા.૧૫ઃ
રાતીદેવરી ગામે વૃદ્ધને પથ્થરના ઘા મારી ઈજા પહોંચાડવાના બનાવમાં સામાપક્ષે પણ પોલીસ ફરિયાદ નોંધાવી છે ચાર ઈસમો વિરુદ્ધ વળતી પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે બંને પક્ષની ફરિયાદને આધારે વધુ તપાસ ચલાવી છે વાંકાનેરના રાતીદેવરી ગામે રહેતા પ્રકાશભાઈ ઉર્ફે પીન્ટુ લાલજીભાઈ વોરા (ઉ.વ.૩૫) નામના યુવાને આરોપીઓ બાવજીભાઈ ઉર્ફે કાળુભાઈ સીદાભાઇ વોરા, અમૃતભાઈ મેઘજીભાઈ વોરા, ઉપેન્દ્રભાઈ રવજીભાઈ વોરા અને વિજય પરષોતમભાઈ વોરા રહે બધા રાતીદેવરી વાળા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે આરોપી બાવજીભાઈ વોરાએ ફરિયાદી પ્રકાશ પાસે બાકીના રૂપિયા પાછા માંગતા હાલ તેની પાસે રૂપિયા ના હોવાનું ફરિયાદીએ કહ્યું હતું જેથી આરોપી બાવજીભાઈને સારું નહિ લાગતા ઉશ્કેરાઈ જઈને ગાળો આપવા લાગ્યો હતો અને અન્ય આરોપીઓએ ફરિયાદી પ્રકાશભાઈ અને ભાઈ દિલીપભાઈને ગાળો આપી લાકડી વડે માર મારી ઈજા કરી હતી વાંકાનેર સીટી પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે

