Rajkot તા.૧૮ઃ
પડધરી તાલુકાના રાંદળ ગામે રહેતા પ્રોઢ બાઈક લઈને સરપદળથી રાદડ ગામ તરફ આવતા સમયે ખૂંટિયો આડો ઉતરતા બાઇક સ્લીપ થઈ જતા માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી જેથી તાત્કાલિક સારવાર અર્થે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર મળે તે પહેલા આધેડે દમ તોડ્યો હતો ઘટનાની જાણ થતા પડધરી પોલીસ સ્ટેશનનો સ્ટાફ દોડી ગયો હતો અને મૃતદેહને પીએમ અર્થે ખસેડવામાં આવ્યો હતો.
આ અંગે મળતી માહિતી મુજબ પડધરી તાલુકાના રાદળ ગામે રહેતા મફતસિંહ ગગુભા જાડેજા ઉંમર વર્ષ ૪૯ વર્ષીય ગત તા ૧૬ ના રોજ રાત્રે આઠ વાગ્યા આસપાસ બાઈક લઈને સરપદળ થી રાદડ ગામ તરફ જતી વેળાએ કોઈ ખૂંટિયો આડો ઉતરતા બાઈક સ્લીપ થતા માથાના ભાગે ગંભીર ઇજા પહોંચી હતી જેથી તાત્કાલિક સારવાર અર્થે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં સારવાર દરમિયાન ગઈ કાલે દમ તોડ્યો હતો ઘટનાની જાણ થતા પડધરી પોલીસ સ્ટેશનનો સ્ટાફ દોડી ગયો હતો અને મૃતદેહને પીએમ અર્થે ખસેડવામાં આવ્યો હતો આ અંગ મૃતક પોતે ખેતી કામ કરતા હોય અને કામ અર્થે ગયા બાદ પરત ફરતી વેળાએ અકસ્માત સર્જાયો હતો એકના એક પુત્રએ પિતાની છત્રછાયા ગુમાવતા પરિવારમાં હૈયાફાટ રુદનના દ્રશ્યો સર્જાયા હતા આ અંગે પડધરી પોલીસ સ્ટેશન હેડ કોન્સ્ટેબલ અમરભાઈ વધુ તપાસ ચલાવી રહ્યા છે

