(ભાસ્કર વૈધ દ્વારા)
Somnath તા.૨૪ઃ
આજે આપણે અયોધ્યામાં વિરાટ નિર્માણ પામેલ રામ મંદિરના દર્શન કરીયે છીએ તેના નિર્માણનો સંકલ્પ સોમનાથ ખાતે તત્કાલીન ભાજપ રાષ્ટ્રીય અધ્યક્ષ લાલકૃષ્ણ અડવાણી જીએ સોમનાથ ખાતે લીધો હતો ૨૫ સપ્ટેમ્બર ૧૯૯૦ ના રોજ સોમનાથ થી અયોધ્યા સુધી અયોધ્યા ખાતે રામ મંદિર નિર્માણ માટેની જે રથયાત્રાનો સોમનાથથી પ્રારંભ થયો હતો આ સમયે કેવો માહોલ હતો જે સંસ્મરણો વાગોળતાં અને જેમણે સગી આંખે આ રથયાત્રા જોઈ છે અને તે સમયે તે અંગેના પ્રગટ સમાચારોના અખબારો જતનપૂર્વક સાચવ્યાં છે તેવા સોમનાથના ભાસ્કર વૈધ કહે છે ‘‘વહેલી સવારથી જ સોમનાથ મંદિર પાસે માનવ મહેરામણ ની ભારે ભીડથી છલકાયું હતું અડવાણીએ સફેદ ધોતી અને આછા ક્રીમ કલરનો ઝબ્બો ધારણ કર્યો હતો જ્યારે રાજમાતા સિંધિયાએ સફેદ વસ્ત્રો ધારણ કર્યા હતા રથયાત્રા જ્યાં- જ્યાંથી પસાર થવાની હતી તેવા શહેર અને ગામોએ સ્વયંભૂ ધંધો રોજગાર બંધ રાખી બંધ પાળયો હતો રથને હાલના દિગ્વિજય દ્વાર પાસે ઉભો રાખવામાં આવેલ હતો રથનો આકાર રામાયણના કાલખંડમાં દર્શાવેલ રથ જેવો અપાયો હતો આ રથ મુંબઈના કલ્યાણ ખાતે બનાવાયેલ હતો
આ રથ ટોયેટા કાર ઉપર પ્રસ્થાપિત કરવામાં આવ્યો હતો અને રથ ઉપર સૂર્યવંશી પ્રતીક સૂર્ય અંકિત કરાયું હતું રથ એરકન્ડિશન હતો જેમાં માઇક્રોફોન ટોયલેટ સુવિધા તેમજ રથની બંન્ને બાજુ ગીરના સિંહની છબી અને રથમાં રામ મંદિર મોડલ અંકિત કરાયું હતું રથનો નંબર એમ. આર. ૪. સી ૩૨૫૮ હતો
આ યાત્રા ૧૦૦૦૦ કિલોમીટર આવરી લેવાઈ હતી અને સોમનાથ મંદિરે અડવાણીએ ૧૦૧ સફેદ કમળના ફૂલોથી પૂજા કરી હતી અને ૧૫૧ બ્રાહ્મણોએ વેદ મંત્રોચ્ચાર કર્યા હતા મહાદેવના દર્શન સમયે રાજમાતા સિંધિયાની આંખોમાંથી દડદડ આંસુઓ સરી પડ્યા હતાં સોમનાથના પટાંગણમાં સભા મંડપ ખડો કરાયો હતો આ પ્રસંગે જેતપુરના યુવાનોએ ૧૦૧ વ્યક્તિઓના રક્તનો કુંભ અર્પણ કર્યો
અંબાજીથી આવેલ આદિવાસીઓએ દાંડિયા રાસની રમઝટ બોલાવી તો દ્વારકાના સાગર ખેડૂતોએ અડવાણીને શંખ તેમજ ધર્મધ્વજ ભેટ ધર્યો હતો સોમનાથ રથયાત્રા પૂજનમાં સોમનાથના કીર્તિદેવ શાસ્ત્રી, નાનુભાઈ પ્રરછક એ ‘‘રામ યજ્ઞ‘‘ પૂજા વિધિ રથ પ્રારંભ પૂર્વ કરાવી હતી
રથયાત્રાની સફળતા માટે તત્કાલીન પૂર્વ મંત્રી અશોક ભટ્ટે સોમનાથ મહાદેવને સવામણ દૂધનો અભિષેક કરેલ હતો નરેન્દ્ર મોદી જે રથયાત્રા સમયે સામાન્ય સંગઠક જ હતા અને જ્યારે અયોધ્યામાં રામ મંદિર નિર્માણની ભૂમિશિલા રખાઇ ત્યારે વડાપ્રધાન તરીકે તેમના હસ્તે ત્યાં ભૂમિ પૂજન થયું હતું જેમના પૂર્વજોએ સોમનાથ મંદિર બાંધેલ હતું તેમના જ વંશજો એ અયોધ્યામાં રામ મંદિર બાંધકામ કરેલ છે રામ મંદિર રથયાત્રા પહેલા દેશમાં સાંસદમાં ભાજપ કે જનસંઘની માત્ર બે જ છે સીટ આવતી હતી જે રથયાત્રા બાદ લોકસભામાં ઉતરોત્તર વધારો થઈ ભાજપ સત્તાના સિંહાસન સુધી પહોંચ્યો

