કેનિયમ મુજબ વિદ્યાર્થીએ જે દેશમાંથી ડિગ્રી મેળવી હોય, તે દેશમાં તેની પાસે સ્વતંત્ર રીતે તબીબી પ્રેક્ટિસ કરવાનું લાયસન્સ હોવું ફરજિયાત છે
New Delhi, તા.૯
વિદેશમાંથી મેડિકલ (MBBS) નો અભ્યાસ કરીને સ્વદેશ પરત ફરનારા બારતીય વિદ્યાર્થીએ ડૉક્ટર તરીકે રજીસ્ટ્રેશન કરાવવા માટે ‘ફોરેન મેડિકલ ગ્રેજ્યુએટ એક્ઝામિનેશન’ નામની પરીક્ષા આપવી પડે છે. એક ઉમેદવારે પીએમ ગ્રીવન્સ પોર્ટલ પર ફરિયાદ કરીને પૂછ્યું હતું કે, શું જ્યોર્જિયામાં ૬ વર્ષનો કોર્સ કર્યા પછી ભારતમાં હ્લસ્ય્ઈ પરીક્ષા આપી શકાય?
નેશનલ મેડિકલ કમિશન એ આ મામલે સ્પષ્ટતા કરી હતી કે, જુનિયર ડૉક્ટરનું સ્ટેટસ ત્યારે જ માન્ય ગણાશે જો તે દેશનો કાયદો તમને તે સ્તરે સ્વતંત્ર પ્રેક્ટિસ કરવાની મંજૂરી આપતો હોય. જો જ્યોર્જિયામાં પોસ્ટગ્રેજ્યુએશન (પીજી) કર્યા પછી જ સ્વતંત્ર ડૉક્ટર બનવા મળતું હોય, તો માત્ર જુનિયર ડૉક્ટરનું પદ નિયમ મુજબ માન્ય નહીં ગણાય.નિયમ મુજબ વિદ્યાર્થીએ જે દેશમાંથી ડિગ્રી મેળવી હોય, તે દેશમાં તેની પાસે સ્વતંત્ર રીતે તબીબી પ્રેક્ટિસ કરવાનું લાયસન્સ હોવું ફરજિયાત છે. જ્યોર્જિયાની જેમ માત્ર કોઈ સિનિયર ડૉક્ટરની દેખરેખ હેઠળ જૂનિયર ડૉક્ટર તરીકે કામ કરવાનો અનુભવ પૂરતો નથી.
ભારતીય મેડિકલ નિયામક દ્ગસ્ઝ્ર એ તેના ૨૦૨૧ ના નિયમ ૪(હ્વ) નો હવાલો આપતા જણાવ્યું કે, વિદેશથી ભણેલા વિદ્યાર્થી પાસે તે દેશના નાગરિકોની જેમ જ સ્વતંત્ર પ્રેક્ટિસ કરવાનું કાયદેસરનું લાયસન્સ હોવું જોઈએ. જ્યોર્જિયામાં અભ્યાસ બાદ સ્વતંત્ર ડૉક્ટર બનવું હોય તો જ્યોર્જિયન ભાષામાં એક ખાસ પરીક્ષા (દ્ગઁડ્ઢઊઈ) પાસ કરવી પડે છે. આ સાથે પોસ્ટગ્રેજ્યુએશન કે રેસિડેન્સી કરીને લાયસન્સ મેળવી શકાય છે. વર્ષ ૨૦૨૧ ના નિયમો આવ્યા પછી અંદાજે ૩૦,૦૦૦ થી ૪૦,૦૦૦ ભારતીય વિદ્યાર્થીઓએ જ્યોર્જિયામાં એડમિશન લીધું છે. આમાંથી ઘણાને ખબર જ નથી કે તેઓ ૬ વર્ષનો કોર્સ પૂરો કરીને ભારત આવશે ત્યારે પરીક્ષા જ નહીં આપી શકે.

