California, તા.૨૪
એક સમયે કોઈ વસ્તુ ખરીદવી હોય તો લોકો ગૂગલ પર સર્ચ કરીને અલગ-અલગ વેબસાઇટની કિંમત અને રિવ્યૂ તપાસતા હતા. હવે આ પદ્ધતિમાં ઝડપથી ફેરફાર થઈ રહ્યો છે. ગ્રાહકો સીધા એઆઈને પૂછે છે કે કયો મોબાઇલ સારો છે, ઓછા બજેટમાં કઈ વોશિંગ મશીન ખરીદવી જોઈએ અથવા કઈ બ્રાન્ડની વસ્તુ વધુ સારી છે. એઆઈ ગ્રાહકના બજેટ, પસંદગી અને જરૂરિયાત પ્રમાણે વિકલ્પો સૂચવે છે. આ બદલાવને કારણે ઓનલાઇન ખરીદીની દુનિયામાં એઆઈ એક નવા સર્ચ એન્જિન તરીકે ઉભરી રહ્યું છે.જાણીતી કન્સલ્ટિંગ કંપનીના નવેમ્બર ૨૦૨૬ના રિપોર્ટ અનુસાર, અમેરિકાના લગભગ ૩૩ ટકા અને યુરોપના ૩૬ ટકા ગ્રાહકો ખરીદીની પ્રક્રિયાના કોઈને કોઈ તબક્કે એઆઈ આસિસ્ટન્ટનો ઉપયોગ કરે છે. ૨૦૨૫માં આ આંકડો અમેરિકામાં ૧૯ ટકા અને યુરોપમાં માત્ર ૮ ટકા હતો. એટલે એક વર્ષમાં યુરોપમાં એઆનો ઉપયોગ કરનારા ગ્રાહકોની સંખ્યા સાડાચાર ગણી થઈ છે.રિપોર્ટનો સૌથી રસપ્રદ આંકડો એ છે કે રિટેલ કંપનીઓની વેબસાઇટ પર એઆઈ મારફત આવતા ગ્રાહકોનો હિસ્સો હજુ એક ટકાથી ઓછો છે. જોકે, આવા ગ્રાહકોની ખરીદી કરવાની શક્યતા સામાન્ય રીતે અન્ય માધ્યમથી આવતા ગ્રાહકો કરતાં ૯૦ ટકા વધુ છે. તેનું કારણ એ છે કે એઆઈનો ઉપયોગ કરનારા ઘણા ગ્રાહકો પહેલેથી જ પોતાની જરૂરિયાત, બજેટ અને પસંદગી નક્કી કરીને આવે છે. તેઓ માત્ર માહિતી મેળવવા નહીં, પરંતુ ખરીદીનો નિર્ણય લેવા એઆઈની મદદ લે છે.

