Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Veraval: રૂા. 2.95 લાખના વિદેશી દારૂ સાથે બુટલેગર ઝડપાયો

    April 30, 2026

    Gir Somnath Collectorના અધ્યક્ષ સ્થાને પ્રિમોન્સુન કામગીરી અંગે બેઠક યોજાઇ

    April 30, 2026

    Kodinar તાલુકા પંચાયતમાં અપક્ષના ટેકાથી કોંગ્રેસે ભાજપ પાસેથી સત્તા આંચકી

    April 30, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Veraval: રૂા. 2.95 લાખના વિદેશી દારૂ સાથે બુટલેગર ઝડપાયો
    • Gir Somnath Collectorના અધ્યક્ષ સ્થાને પ્રિમોન્સુન કામગીરી અંગે બેઠક યોજાઇ
    • Kodinar તાલુકા પંચાયતમાં અપક્ષના ટેકાથી કોંગ્રેસે ભાજપ પાસેથી સત્તા આંચકી
    • સપોર્ટ સ્ટાફના સભ્યની પુત્રીનું નિધન થતાં Mumbai Indians ખેલાડીઓ કાળી પટ્ટી સાથે મેદાનમાં ઉતર્યા
    • Vaibhav Suryavanshiનો `આક્ષેપ’ સામે સોફ્ટ જવાબ: ભગવાને જ ચીપ લગાવીને બેટ મોકલ્યું છે
    • ઝાકળ નહીં, પણ ટીમની ખરાબ બોલિંગ હારનું મુખ્ય કારણ: Mumbai Indiansના Captain Hardik
    • Gujarat Titans આજે RCB સામે ટકરાશે: Virat અને રબાડા પર નજર રહેશે
    • અભિનેતામાંથી રાજકારણી બનેલા Vijay Tamilnadu Electionના સૌથી મોટા Wild Card તરીકે ઉભરી શકે છે
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Thursday, April 30
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»Gujarat બન્યું દેશનું ઓટો હબ : વાર્ષિક વૃધ્ધિદર 25% : નિકાસનું પાવરહાઉસ પણ બન્યું
    ગુજરાત

    Gujarat બન્યું દેશનું ઓટો હબ : વાર્ષિક વૃધ્ધિદર 25% : નિકાસનું પાવરહાઉસ પણ બન્યું

    Shri Nutan SaurashtraBy Shri Nutan SaurashtraOctober 10, 2025No Comments3 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Gandhinagar, તા.10
    ઓક્ટોબર 2001ના રોજ શ્રી નરેન્દ્ર મોદીએ ગુજરાતના મુખ્યમંત્રી તરીકે શપથ લઈને જાહેર સેવાની ઐતિહાસિક યાત્રાની શરૂઆત કરી હતી, જેને આ વર્ષે 24 વર્ષ પૂર્ણ થયા છે. ગુજરાતની આ વણથંભી વિકાસની ગાથા જનજનમાં ઉજાગર કરવા માટે મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ ગુજરાત સરકાર 7 થી 15 ઓક્ટોબર સુધી રાજ્યમાં વિકાસ સપ્તાહની ઉજવણી કરી રહી છે.

    આ અંતર્ગત 10 ઓક્ટોબરે `ઉદ્યોગ સાહસિક દિવસ’ મનાવવામાં આવશે, જે ગુજરાતના ઔદ્યોગિક કૌશલ્ય અને નવીનતાની ભાવનાને સમર્પિત છે. છેલ્લા 24 વર્ષમાં વડાપ્રધાનશ્રીના દૂરંદેશી નેતૃત્વ હેઠળ ગુજરાત દેશના ઔદ્યોગિક વિકાસ એન્જિન તરીકે ઉભરી આવ્યું છે.

    ખાસ તો, 2009માં તત્કાલીન મુખ્યમંત્રી તરીકે તેમના કાર્યકાળમાં ઑટોમોબાઇલ મેન્યુફેક્ચરિંગ સેક્ટરમાં શરૂ થયેલી વિવિધ પહેલોના પરિણામે ગુજરાત ભારતનું અગ્રણી ઑટોમોબાઇલ મેન્યુફેક્ચરિંગ હબ બની ગયું છે.

    ભારત સરકારના વાર્ષિક ઉદ્યોગ સર્વેક્ષણ (ASI) મુજબ, ગુજરાતમાં મોટર વ્હીકલ્સ, ટ્રેલર અને સેમી-ટ્રેલરનું ઉત્પાદન 2008-09માં લગભગ 3,200 કરોડ હતું, જે 2022-23માં 22 ગણું વધીને 71,425 કરોડ નોંધાયું છે, જે અત્યાર સુધીનું સૌથી વધુ ઉત્પાદન છે. આ સિદ્ધિએ 24.84%નો નોંધપાત્ર ચક્રવૃદ્ધિ વાર્ષિક વૃદ્ધિ દર (CAGR) નોંધાવ્યો છે, જે ઑટોમોબાઇલ ક્ષેત્રમાં ગુજરાતની સફળતાનો પુરાવો છે.

    2014માં શરૂ કરાયેલા મેઇક ઇન ઇન્ડિયાના વિઝનને ગુજરાતે અતૂટ પ્રતિબદ્ધતા સાથે સાકાર કર્યું છે. 2015-16 અને 2022-23 દરમિયાન ગુજરાતના મોટર વાહન, ટ્રેલર અને સેમી-ટ્રેલર ઉત્પાદન ક્ષેત્રમાં 12 ગણી વૃદ્ધિ થઈ છે.

    આ સમયગાળા દરમિયાન મેન્યુફેક્ચરિંગ ઉત્પાદન 5,836 કરોડથી વધીને 71,425 કરોડના રેકોર્ડ સ્તરે પહોંચી ગયું છે, જે રાજ્યની ઔદ્યોગિક ક્ષમતા, રોકાણને અનુકૂળ વાતાવરણ અને મજબૂત ઔદ્યોગિક ઇકોસિસ્ટમ દર્શાવે છે.

    કોરોના મહામારી બાદ ગુજરાતે ઑટોમોબાઇલ મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રમાં મજબૂત વાપસી કરતાં માત્ર બે વર્ષમાં બમણું ઉત્પાદન નોંધાવ્યું હતું. મોટર વાહન, ટ્રેલર અને સેમી-ટ્રેલર શ્રેણીના તાજેતરના આંકડા અનુસાર, 2020-21ના કોવિડ-અસરગ્રસ્ત સમયગાળામાં ઉત્પાદન 34,107 કરોડ હતું, જે 2022-23માં 71,425 કરોડના રેકોર્ડ સ્તરે પહોંચ્યું હતું, જે 109%ની અભૂતપૂર્વ વૃદ્ધિ દર્શાવે છે.

    ગુજરાતનું વ્યૂહાત્મક ભૌગોલિક સ્થાન અને વિશ્વ કક્ષાના પોર્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચરના કારણે વૈશ્વિક ઓટોમોબાઈલ નિકાસમાં તેની સ્થિતિ મજબૂત બની છે. વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયના DGCISના ડેટા અનુસાર, રાજ્યએ નાણાકીય વર્ષ 2024-25માં લગભગ 2,628 કરોડના ઑટો કમ્પોનન્ટ્સ/પાર્ટ્સ અને 11,172 કરોડના મોટર વાહનો/કાર એમ કુલ 13,799.79 કરોડની નિકાસ કરી હતી, જે પાછલા વર્ષની સરખામણીમાં 31.54%ની પ્રભાવશાળી વૃદ્ધિ દર્શાવે છે.

    નાણાકીય વર્ષ 2024-25માં ગુજરાતે દક્ષિણ આફ્રિકા, જાપાન, સાઉદી અરેબિયા, ચિલી, યુએઈ, મેક્સિકો અને કોલંબિયા સહિત 102 દેશોમાં 1,77,924 મોટર વાહનો/કારની નિકાસ કરી છે. નાણાકીય વર્ષ 2023-24માં 2,764 કરોડના ઑટો કમ્પોનન્ટ્સ/પાર્ટ્સ અને 8,493 કરોડના વાહન નિકાસ થઈ હતી, તેની સરખામણીમાં આ વૃદ્ધિ દર્શાવે છે કે ગુજરાતની વૈશ્વિક ઑટો નિકાસ નવી ઊંચાઈએ પહોંચી છે.

    છેલ્લા દોઢ દાયકામાં ગુજરાતમાં ઑટોમોબાઈલ ઉત્પાદન, ઑટો કમ્પોનન્ટ્સ, લોજિસ્ટિક્સ અને રિસર્ચ-ડેવલપમેન્ટમાં નોંધપાત્ર વિકાસ થયો છે. સુઝુકી, ટાટા, હીરો કોર્પ અને હોન્ડા જેવી કંપનીઓ સાથે સાણંદ અને માંડલ-બેચરાજી સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રિજન (MBSIR) રાજ્યના મુખ્ય ઑટો હબ બન્યા છે. સાણંદમાં ટાટા મોટર્સ અને ઉંઇખ જેવી અગ્રણી કંપનીઓ સાથે એક મજબૂત ઑટો કમ્પોનન્ટ ઇકોસિસ્ટમ છે.

    જ્યારે માંડલ-બેચરાજી તેની અત્યાધુનિક માળખાગત સુવિધાઓ અને નિકાસલક્ષી સુવિધાઓ સાથે આંતરરાષ્ટ્રીય બ્રાન્ડ્સને આકર્ષિત કરી રહ્યું છે. આ કેન્દ્ર ગુજરાતને ભારતનું `ઑટોમોટિવ હાર્ટલેન્ડ’ બનાવવામાં અને વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના `મેક ઇન ઇન્ડિયા’ અને `મેક ફોર ધ વર્લ્ડ’ વિઝનને સાકાર કરવામાં મુખ્ય ભૂમિકા ભજવી રહ્યા છે.

    Gandhinagar Gandhinagar NEWS
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Shri Nutan Saurashtra
    • Website

    Related Posts

    રાજકોટ

    43 ડિગ્રી સાથે Rajkot ફરી સૌથી ગરમ

    April 30, 2026
    મુખ્ય સમાચાર

    Gandhinagar: Cyber Cellના વિવાદમાં Highcourtની લાલ આંખ કીર્તિદાન ગઢવી અને પોલીસ અધિકારીઓ વિરુદ્ધ નોટિસ

    April 30, 2026
    ગુજરાત

    ટોપ-20 સરકારી સેવાઓ હવે Digital Gujarat Portal પર ઉપલબ્ધ

    April 30, 2026
    અન્ય રાજ્યો

    Kanha Tiger Reserveમાં નવ દિવસમાં વાઘણ અને ત્રણ બચ્ચાના મોત

    April 30, 2026
    મુખ્ય સમાચાર

    Delhi High Court Video Conference `હેક’ થઈ: સુનાવણી દરમિયાન અશ્લીલ વિડીયો ચાલ્યો

    April 30, 2026
    ગુજરાત

    PM મોદી 11 મેએ સૌરાષ્ટ્રમાં: Somnathના દર્શન કરશે, ત્રણ શહેરોની મુલાકાત લેશે

    April 30, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Veraval: રૂા. 2.95 લાખના વિદેશી દારૂ સાથે બુટલેગર ઝડપાયો

    April 30, 2026

    Gir Somnath Collectorના અધ્યક્ષ સ્થાને પ્રિમોન્સુન કામગીરી અંગે બેઠક યોજાઇ

    April 30, 2026

    Kodinar તાલુકા પંચાયતમાં અપક્ષના ટેકાથી કોંગ્રેસે ભાજપ પાસેથી સત્તા આંચકી

    April 30, 2026

    સપોર્ટ સ્ટાફના સભ્યની પુત્રીનું નિધન થતાં Mumbai Indians ખેલાડીઓ કાળી પટ્ટી સાથે મેદાનમાં ઉતર્યા

    April 30, 2026

    Vaibhav Suryavanshiનો `આક્ષેપ’ સામે સોફ્ટ જવાબ: ભગવાને જ ચીપ લગાવીને બેટ મોકલ્યું છે

    April 30, 2026

    ઝાકળ નહીં, પણ ટીમની ખરાબ બોલિંગ હારનું મુખ્ય કારણ: Mumbai Indiansના Captain Hardik

    April 30, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Veraval: રૂા. 2.95 લાખના વિદેશી દારૂ સાથે બુટલેગર ઝડપાયો

    April 30, 2026

    Gir Somnath Collectorના અધ્યક્ષ સ્થાને પ્રિમોન્સુન કામગીરી અંગે બેઠક યોજાઇ

    April 30, 2026

    Kodinar તાલુકા પંચાયતમાં અપક્ષના ટેકાથી કોંગ્રેસે ભાજપ પાસેથી સત્તા આંચકી

    April 30, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.