New Delhi તા.30
દિલ્હી હાઈકોર્ટમાં ચીફ જસ્ટીસની કોર્ટમાં બુધવારે એ સમયે વર્ચ્યુઅલ સુનાવણી દરમિયાન રૂકાવટ આવી ગઈ જયારે એક યુઝરે વિડીયો કોન્ફરન્સીંગ દરમિયાન વારંવાર પોર્નોગ્રાફીક-અશ્લીલ ક્નટેન્ટ ચલાવ્યું હતું.
આ ઘટના ચીફ જસ્ટીસ દેવેન્દ્રકુમાર ઉપાધ્યાય અને જસ્ટીસ તેજસ કારિયાની ડિવિઝન બેન્ચ સામે બની જયારે તે કોર્ટમાં જનહિતની અરજીઓ પર સુનાવણી કરી રહ્યા હતા.
આ રૂકાવટ `શિતજીતસિંહ’ નામથી લોગિન એક યુઝરે શરૂ કરી હતી. જેણે અશ્લીલ ક્નટેન્ટ બ્રોડકાસ્ટ કરવા માટે પોતાનો સ્ક્રીન શેર કર્યો હતો. બીજી વાર, બેક ગ્રાઉન્ડમાં એક અવાજ બહાર આવ્યો, આ યુનાઈટેડ સ્ટેટસથી હેક કરવામાં આવ્યું છે. મીટીંગ હાલ બંધ કરો… તમને હેક કરી લેવામાં આવ્યા છે.
ચીફ જસ્ટીસે કહ્યું હતું કે, અધિકારી આવુ ક્નટેન્ટ ફેલાવનાર સામે કાર્યવાહી કરશે. આઈએફએસઓમાં ફરિયાદઃ આ મામલે દિલ્હી હાઈકોર્ટ એડમીનીસ્ટ્રેશને મંજુરી વિના દખલની તપાસ માટે દિલ્હી પોલીસની આઈએફએસઓ યુનિટ (સાઈબર મામલાને જોતી દિલ્હી પોલીસની ઈન્ટેલિજન્સ ફયુઝન એન્ડ સ્ટ્રેટેજીક ઓપરેશન્સ યુનિટ)માં એક ફોર્મલ ફરિયાદ નોંધાવી છે.
એડિશ્નલ સોલિસીટર જનરલ (એએસજી) ચેતન શર્માએ કહ્યું હતું કે આવી ઘટનાઓ અનેક કોર્ટમાં થઈ છે, જેથી સંસ્થાની પવિત્રતા અને પુરી ઈમાનદારીને નુકસાન પહોંચી શકે છે.

