Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    આજનું પંચાંગ

    October 29, 2026

    આજનું રાશિફળ

    October 29, 2026

    નવી તેજી સંદર્ભે Nifty ફ્યુચર 23202 પોઈન્ટ મહત્વની સપાટી…!!!

    October 29, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • આજનું પંચાંગ
    • આજનું રાશિફળ
    • નવી તેજી સંદર્ભે Nifty ફ્યુચર 23202 પોઈન્ટ મહત્વની સપાટી…!!!
    • Rajkot સિવિલ હોસ્પિટલમાં એમ્બ્યુલસ સેવામાં ‘‘ચલ યાર ધક્કા માર‘‘જેવા દ્રશ્યો સર્જાયા
    • Rajkot: મંડપ સર્વિસના ગોડાઉનમાં ભીષણ આગ એક કરોડની મતા બળીને ખાખ
    • Rajkot શહેર પોલીસના કર્મચારીઓને દિવાળીની ભેંટ ૫૬ જવાનોને બઢતી સાથે બદલી
    • Rajkotના નાગલપર ગામે આધેડે ગળેફાંસો ખાય કર્યો આપઘાત
    • Rajkot: ઇલેક્ટ્રીશનનું કામ કરતી વેળા પટકાયેલ આધેડનું મોત
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Thursday, October 29
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • વાંચન વિશેષ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
      • બાળ વિભાગ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»કેનેડા વિઝાના નામે Mehsanaના વેપારી સાથે છેતરપિંડી કરાઈ
    ગુજરાત

    કેનેડા વિઝાના નામે Mehsanaના વેપારી સાથે છેતરપિંડી કરાઈ

    Vikram RavalBy Vikram RavalOctober 29, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Mehsana, તા.૨૯

    Mehsanaમાં શાળા સમયના જૂના મિત્ર અને તેની પત્નીએ કેનેડાના વર્ક પરમિટ તથા ઁઇ વિઝા અપાવવાના બહાને મહેસાણાના એક યુવાન વેપારી પાસેથી ટુકડે-ટુકડે રૂ.૫૦ લાખ પડાવી લઈ ઓફિસ અને ઘર બંધ કરી ફરાર થઈ ગયા છે. આ મામલે ભોગ બનનાર યુવાનની ફરિયાદના આધારે મહેસાણા તાલુકા પોલીસે દંપતી સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. મહેસાણાના રાધનપુર રોડ પર આવેલી તિરૂપતી શાહીબાગ ટાઉનશીપમાં રહેતા અને કલોલ ખાતે સ્પેરપાટ્‌ર્સનો વેપાર કરતા હિરેનભાઈ કાન્તીભાઈ પટેલ (ઉ.વ.૩૪) વર્ષ ૨૦૧૦માં મહેસાણા ખાતે ધો-૧૦માં અભ્યાસ કરતા હતા ત્યારે કુશલકુમાર નવીનચંદ્ર પટેલ (રહે.ઓમકાર બંગ્લોઝ, ચાંદખેડા, અમદાવાદ) તેમની સાથે અભ્યાસ કરતો હતો.

    અભ્યાસ પૂર્ણ થયા બાદ બંને છૂટા પડ્યા હતા.  ત્યારબાદ વર્ષ ૨૦૧૮માં મહેસાણાના કાશી વિશ્વનાથ મહાદેવ મંદિરે બંનેની અચાનક મુલાકાત થઈ હતી. વાતચીત દરમિયાન કુશલ પટેલે જણાવ્યું હતું કે, તે અને તેની પત્ની અવનીબેન પટેલ અમદાવાદના નવરંગપુરા ખાતે ‘કેશવમ ઇન્ટરનેશનલ પ્રા.લિ.’ નામે વિઝા કન્સલ્ટન્સીની ઓફિસ ચલાવે છે અને લોકોને વિદેશ મોકલવાનું કામ કરે છે. કામ ન થાય તો પૂરેપૂરાં નાણાં પરત કરવાની ખાતરી આપતાં હિરેનભાઈએ જૂની મિત્રતા પર ભરોસો મૂકી કેનેડા જવા માટે પોતાની ફાઇલ તેમને સોંપી હતી.કેનેડા વર્ક પરમિટ અને ઁઇ પ્રોસેસના ખર્ચ પેટે કુશલ પટેલે રૂ.૫૦ લાખનો ખર્ચ કહ્યો હતો. તેણે સમય-સમયે પ્રોસેસ ફી, સ્પોન્સર લેટર અને અન્ય ચાર્જના નામે રકમની માંગણી શરૂ કરી હતી, વર્ષ ૨૦૧૮-૧૯ દરમિયાન બેન્ક ટ્રાન્સફર મારફતે રૂ.૪.૫૦ લાખ, અમદાવાદ ઓફિસે રૂબરૂ તા.૩૦/૭/૨૦૧૮ના રોજ રોકડા રૂ.૧૨.૫૦ લાખ અને તા.૩૦/૮/૨૦૧૯ના રોજ રોકડા રૂ.૮.૫૦ લાખ, ૧૫ ડિસેમ્બર ૨૦૨૦ના રોજ વધુ રૂ.૧૧.૫૦ લાખ અને ૧૧ ડિસેમ્બર ૨૦૨૧ના રોજ સ્પોન્સર લેટર પ્રોસેસના બહાને વધુ રૂ.૧૧.૫૦ લાખ રોકડા મેળવ્યા હતા.

    ઓક્ટોબર ૨૦૨૪માં બાયોમેટ્રિક એપોઇન્ટમેન્ટના નામે રૂ.૧.૫૦ લાખ ગૂગલ-પે મારફતે કુશલ અને અવનીબેનના ખાતામાં મેળવ્યા હતા. ૧૦ ઓક્ટોબર ૨૦૨૪ના રોજ અમદાવાદમાં હિરેનભાઈનું બાયોમેટ્રિક પણ કરાવાયું હતું. ત્યારબાદ વિઝા આવી ગયા હોવાના અને તારીખ ચૂકી જવાના બહાના બનાવ્યા બાદ, આખરે ૩ મે ૨૦૨૫ના રોજ કુશલે હિરેનભાઈના ઘરે આવીને જણાવ્યું કે, ફાઇલ રિજેક્ટ થઈ ગઈ છે અને લીધેલા તમામ રૂ.૫૦ લાખ ટૂંક સમયમાં પરત કરી દેશે. જો કે, નાણાં પરત ન આપી વાયદા કર્યા બાદ આરોપીઓએ પોતાના ફોન સ્વિચ ઓફ કરી દીધા હતા. હિરેનભાઈએ અમદાવાદ સ્થિત ઓફિસ અને નિગમનગર, ચાંદખેડા ખાતેના નિવાસસ્થાને તપાસ કરતાં માલૂમ પડ્યું કે આરોપીઓ ઓફિસ બંધ કરી તેમજ ભાડાનું મકાન ખાલી કરીને ફરાર થઈ ગયા છે. પોતાની સાથે છેતરપિંડી થયાનું જણાતાં હિરેનભાઈએ મહેસાણા પોલીસ સમક્ષ અરજી આપી હતી. જેના આધારે મહેસાણા તાલુકા પોલીસે કુશલકુમાર પટેલ અને અવનીબેન પટેલ સામે છેતરપિંડી સહિતનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

    Mehsana NEWS
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous ArticleVadodara: પ્રેમીને ઝેરી દવા પીવડાવી હત્યા કરનાર દંપતીને આજીવન કેદ
    Next Article PM Modi આજથી બે દિવસ ગુજરાતના પ્રવાસે
    Vikram Raval
    • Website

    Related Posts

    ગુજરાત

    PM Modi આજથી બે દિવસ ગુજરાતના પ્રવાસે

    October 29, 2026
    વડોદરા

    Vadodara: પ્રેમીને ઝેરી દવા પીવડાવી હત્યા કરનાર દંપતીને આજીવન કેદ

    October 29, 2026
    અમદાવાદ

    ૧૭ હજાર આપીને ૫૪ લાખ ખેડૂતોની મજાક કરી, ખેડૂત પેકેજ મુદ્દે Isudan Gadhviના સરકાર પર પ્રહાર

    October 29, 2026
    ગુજરાત

    ગુજરાત સરકારે CM Bhupendra Patel ફેલોશિપનો વ્યાપ વધાર્યો: ફેલોની સંખ્યા ૪૧થી ૪૭ અને પ્રોજેક્ટની સંખ્યા ૨૦થી ૪૫ કરાઈ

    October 29, 2026
    અમદાવાદ

    Ahmedabadની સાબરમતી નદીમાં વાસણા બેરેજ પછી ઔદ્યોગિક પ્રદૂષણ અને ખેતીમાં પાણીના ઉપયોગ અંગે ચિંતા ઊભી થઈ

    October 29, 2026
    ગુજરાત

    Surendranagar: મેળાના મેદાન ખાતે ૧૨ દિવસીય સ્વદેશી મેળાનો શુભારંભ

    October 28, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹141,570
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹129,770
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹185,250
    લાઈવ રેટ્સ • અપડેટ: 29-10-2026 21:57
    Categories
    Latest News

    આજનું પંચાંગ

    October 29, 2026

    આજનું રાશિફળ

    October 29, 2026

    નવી તેજી સંદર્ભે Nifty ફ્યુચર 23202 પોઈન્ટ મહત્વની સપાટી…!!!

    October 29, 2026

    Rajkot સિવિલ હોસ્પિટલમાં એમ્બ્યુલસ સેવામાં ‘‘ચલ યાર ધક્કા માર‘‘જેવા દ્રશ્યો સર્જાયા

    October 29, 2026

    Rajkot: મંડપ સર્વિસના ગોડાઉનમાં ભીષણ આગ એક કરોડની મતા બળીને ખાખ

    October 29, 2026

    Rajkot શહેર પોલીસના કર્મચારીઓને દિવાળીની ભેંટ ૫૬ જવાનોને બઢતી સાથે બદલી

    October 29, 2026
    Search
    Main News

    Rajkot શહેર પોલીસના કર્મચારીઓને દિવાળીની ભેંટ ૫૬ જવાનોને બઢતી સાથે બદલી

    October 29, 2026

    ‘‘JIO’’ માટે ધીરુભાઈએ જોયેલાં સ્વપનને અંબાણી પરિવારે અકલ્પનિય પ્રગતિ સાથે સાકાર કર્યુઃ પરિમલ નથવાણી

    October 29, 2026

    PM Modi આજથી બે દિવસ ગુજરાતના પ્રવાસે

    October 29, 2026

    NEET Paper Leak Case: કોર્ટે ૧૪ આરોપીઓ સામે આરોપો ઘડવાનો આદેશ અનામત રાખ્યો

    October 29, 2026

    Cyclone Arnab તબાહી મચાવીઃ ઓડિશાના ગંજમમાં ૩૦૦ ગામોમાં પાણી ભરાયા; આંધ્રપ્રદેશે રાહત કાર્ય ઝડપી બનાવવાના આદેશ આપ્યા

    October 29, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    આજનું પંચાંગ

    October 29, 2026

    આજનું રાશિફળ

    October 29, 2026

    નવી તેજી સંદર્ભે Nifty ફ્યુચર 23202 પોઈન્ટ મહત્વની સપાટી…!!!

    October 29, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.