Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    આજનું પંચાંગ

    October 29, 2026

    આજનું રાશિફળ

    October 29, 2026

    નવી તેજી સંદર્ભે Nifty ફ્યુચર 23202 પોઈન્ટ મહત્વની સપાટી…!!!

    October 29, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • આજનું પંચાંગ
    • આજનું રાશિફળ
    • નવી તેજી સંદર્ભે Nifty ફ્યુચર 23202 પોઈન્ટ મહત્વની સપાટી…!!!
    • Rajkot સિવિલ હોસ્પિટલમાં એમ્બ્યુલસ સેવામાં ‘‘ચલ યાર ધક્કા માર‘‘જેવા દ્રશ્યો સર્જાયા
    • Rajkot: મંડપ સર્વિસના ગોડાઉનમાં ભીષણ આગ એક કરોડની મતા બળીને ખાખ
    • Rajkot શહેર પોલીસના કર્મચારીઓને દિવાળીની ભેંટ ૫૬ જવાનોને બઢતી સાથે બદલી
    • Rajkotના નાગલપર ગામે આધેડે ગળેફાંસો ખાય કર્યો આપઘાત
    • Rajkot: ઇલેક્ટ્રીશનનું કામ કરતી વેળા પટકાયેલ આધેડનું મોત
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Thursday, October 29
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • વાંચન વિશેષ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
      • બાળ વિભાગ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»ગુજરાત સરકારે CM Bhupendra Patel ફેલોશિપનો વ્યાપ વધાર્યો: ફેલોની સંખ્યા ૪૧થી ૪૭ અને પ્રોજેક્ટની સંખ્યા ૨૦થી ૪૫ કરાઈ
    ગુજરાત

    ગુજરાત સરકારે CM Bhupendra Patel ફેલોશિપનો વ્યાપ વધાર્યો: ફેલોની સંખ્યા ૪૧થી ૪૭ અને પ્રોજેક્ટની સંખ્યા ૨૦થી ૪૫ કરાઈ

    Vikram RavalBy Vikram RavalOctober 29, 2026No Comments3 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Gandhinagar,તા.૨૯

    CM Bhupendra Patelના નેતૃત્વ હેઠળ ગુજરાત સરકારે ગુડ ગવર્નન્સ એટલે કે સુશાસનને વધુ અસરકારક બનાવવા અને સરકારી યોજનાઓના અમલીકરણમાં ગુણાત્મક સુધારા લાવવાની દિશામાં સરદાર પટેલ ગુડ ગવર્નન્સ ઝ્રસ્ ફેલોશિપનો વ્યાપ વધારવાનો મહત્ત્વનો નિર્ણય કર્યો છે. આ નિર્ણય અંતર્ગત ફેલોની સંખ્યા ૪૧થી વધારીને ૪૭ અને પ્રોજેક્ટ્‌સની સંખ્યા ૨૦થી વધારીને ૪૫ કરવામાં આવી છે.

    CM Bhupendra Patel સીધા નેતૃત્વ હેઠળ કાર્યરત સામાન્ય વહીવટી વિભાગ (જીએડી) દ્વારા કરવામાં આવેલા આ નિર્ણયથી રાજ્યના વિવિધ વિકાસલક્ષી ક્ષેત્રોમાં સંશોધન, નીતિ વિશ્લેષણ, વહીવટી સંકલન અને સરકારી યોજનાઓની કામગીરીના મૂલ્યાંકન માટે યુવા પ્રતિભાઓની ભાગીદારીને વધુ વ્યાપક બનાવવામાં આવશે. જીએડી દ્વારા કરવામાં આવેલા નવા ઠરાવ મુજબ ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ મૅનેજમેન્ટ, અમદાવાદ ( આઇઆઇએમ અમદાવાદ) આ કાર્યક્રમમાં ‘નોલેજ પાર્ટનર’ તરીકે કાર્ય કરશે. આ સાથે જ નોલેજ પાર્ટનર દ્વારા નિયુક્ત થનારા વરિષ્ઠ ફૅકલ્ટી સભ્યની ભૂમિકા પણ ઠરાવમાં સ્પષ્ટ કરવામાં આવી છે.

    નોંધનીય છે કે CM Bhupendra Patel ફેલોશિપ કાર્યક્રમનો મુખ્ય હેતુ જ્ઞાન, સંશોધન ક્ષમતા અને વિશ્લેષણાત્મક અભિગમ ધરાવતા યુવાનોને એકથી બે વર્ષ માટે રાજ્યના વહીવટી તંત્ર સાથે જોડીને સરકારની કામગીરીનો અનુભવ આપવાનો છે. સાથે જ તેમની ક્ષમતાનો ઉપયોગ સામાજિક સેવાઓના વિકાસ, જનહિતલક્ષી યોજનાઓને વધુ પરિણામલક્ષી બનાવવા અને વહીવટી પ્રક્રિયાઓમાં સુધારા માટે કરવાનો છે.

    ફેલોશિપના વિસ્તૃત કાર્યક્ષેત્રમાં શિક્ષણ, આરોગ્ય, પોષણ, કૃષિ, સામાજિક વિકાસ, શહેરી વહીવટ, પર્યાવરણ અને જાહેર વહીવટ જેવા મહત્ત્વપૂર્ણ વિષયોનો સમાવેશ કરવામાં આવ્યો છે. પ્રોજેક્ટ્‌સ દ્વારા યોજનાઓના અમલીકરણમાં આવતી મુશ્કેલીઓ ઓળખવા, ઉપલબ્ધ સંસાધનોનો અસરકારક ઉપયોગ કરવા અને વિભાગોને વ્યવહારુ સુધારાત્મક સૂચનો આપવા પર ભાર મૂકવામાં આવ્યો છે.

    બાળકોના સર્વાંગી વિકાસને ધ્યાનમાં રાખીને આંગણવાડી, પોષણ, એનિમિયા ઘટાડવા, બાળશિક્ષણ અને પરસ્પર જોડાયેલી લાઇબ્રેરીઓ જેવા વિષયોનો પણ ફેલોશિપ કાર્યક્રમમાં સમાવેશ થયો છે .મધ્યાહ્ન ભોજન યોજના અને  આઇસીડીએસના અમલીકરણને વધુ સુદૃઢ બનાવવા રાજ્યમાં સેન્ટ્રલાઇઝ્‌ડ કિચન સુવિધાઓના વિસ્તરણ અંગેનો પ્રોજેક્ટ પણ સામેલ છે. આવા અભ્યાસથી યોજનાઓની પહોંચ, સેવાઓની ગુણવત્તા અને અમલીકરણમાં સુધારા માટે ઉપયોગી ભલામણો તૈયાર થઈ શકશે.

    ફેલોશિપ કાર્યક્રમ હેઠળ આરોગ્ય ક્ષેત્રે સરકારી હૉસ્પિટલોમાં પીએમજેએવાય એમએ  યોજના હેઠળના ક્લેમ અને સરકારી આરોગ્ય સેવાઓના ઉપયોગ સંબંધિત પડકારોનો અભ્યાસ કરવામાં આવશે. તેનો હેતુ પ્રક્રિયાઓને વધુ સરળ અને કાર્યક્ષમ બનાવવા તથા આરોગ્ય સેવાઓના અમલીકરણમાં સુધારાની શક્યતાઓ ઓળખવાનો છે. કૃષિ ક્ષેત્રે કુદરતી ખેતીના અમલીકરણમાં આવતા પડકારો અને ખેડૂતો સુધી યોજનાઓના લાભ પહોંચાડવામાં ઊભી થતી મુશ્કેલીઓનું વિશ્લેષણ કરાશે. તેના આધારે સંબંધિત વિભાગોને ઉપયોગી સૂચનો મળી શકશે.

    સરકારના નિર્ણય મુજબ ફેલોશિપ કાર્યક્રમ અંતર્ગત રાજ્યના લાંબા ગાળાના વિકાસના લક્ષ્યને અનુરૂપ ‘વિકસિત ગુજરાતજ્ર૨૦૪૭’ માટે પુરાવા આધારિત નીતિ સંશોધન, ડેટા વિશ્લેષણ અને પ્રાથમિકતા ધરાવતા વિકાસ પ્રોજેક્ટ્‌સના મૉનિટરિંગને સ્થાન આપવામાં આવ્યું છે. આ ઉપરાંત જિલ્લા સ્તરની સમિતિઓની કામગીરી, નિર્ણયો પર અનુસરણ અને વિવિધ વિભાગો વચ્ચે સંકલન સુધારવા અંગે પણ અભ્યાસ કરવામાં આવશે. પ્રોજેક્ટ્‌સમાં જરૂરિયાત મુજબ એઆઇ આધારિત સાધનોના ઉપયોગથી માહિતીનું વર્ગીકરણ, સારાંશ અને મહત્ત્વના મુદ્દાઓની પ્રાથમિક ઓળખ કરવાની જોગવાઈ છે. એઆઇ દ્વારા તૈયાર થયેલી માહિતીની મૂળ દસ્તાવેજો અને ડેટા સાથે ચકાસણી કર્યા બાદ જ તેનો ઉપયોગ કરવાનો અભિગમ રાખવામાં આવ્યો છે.

    શહેરી વહીવટ હેઠળ રાજકોટ મહાનગરપાલિકાની નાગરિક સેવાઓ વધુ કાર્યક્ષમ બનાવવી, ફરિયાદોના પુનરાવર્તનને અટકાવવું અને ડેટા વિશ્લેષણ દ્વારા સમસ્યાઓનું આગોતરું નિવારણ કરવું જેવા વિષયોનો પણ સમાવેશ થયો છે. ભાવનગરમાં ઘન અને ભીના કચરાના રિસાયક્લિંગ તથા સંસાધનોના પુનઃઉપયોગ અંગેના પ્રોજેક્ટ્‌સ પણ સામેલ છે.

    CM Bhupendra Patel
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous ArticleAhmedabadની સાબરમતી નદીમાં વાસણા બેરેજ પછી ઔદ્યોગિક પ્રદૂષણ અને ખેતીમાં પાણીના ઉપયોગ અંગે ચિંતા ઊભી થઈ
    Next Article ૧ નવેમ્બરે દિલ્હીમાં વિરોધ પક્ષ એકત્ર થશેઃ મતદાનનો અધિકાર ખતરામાં છે, આપણે ચૂપ રહી શકીએ નહીં; Mamata Banerjeeની અપીલ
    Vikram Raval
    • Website

    Related Posts

    સૌરાષ્ટ્ર

    ગુજરાતના CM Bhupendra Patelના હસ્તે ડૉ. રાજેશ સાંગાણીને પ્રશસ્તિપત્ર એનાયત

    October 29, 2026
    ગુજરાત

    PM Modi આજથી બે દિવસ ગુજરાતના પ્રવાસે

    October 29, 2026
    ગુજરાત

    કેનેડા વિઝાના નામે Mehsanaના વેપારી સાથે છેતરપિંડી કરાઈ

    October 29, 2026
    વડોદરા

    Vadodara: પ્રેમીને ઝેરી દવા પીવડાવી હત્યા કરનાર દંપતીને આજીવન કેદ

    October 29, 2026
    અમદાવાદ

    ૧૭ હજાર આપીને ૫૪ લાખ ખેડૂતોની મજાક કરી, ખેડૂત પેકેજ મુદ્દે Isudan Gadhviના સરકાર પર પ્રહાર

    October 29, 2026
    અમદાવાદ

    Ahmedabadની સાબરમતી નદીમાં વાસણા બેરેજ પછી ઔદ્યોગિક પ્રદૂષણ અને ખેતીમાં પાણીના ઉપયોગ અંગે ચિંતા ઊભી થઈ

    October 29, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹141,570
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹129,770
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹185,250
    લાઈવ રેટ્સ • અપડેટ: 29-10-2026 21:57
    Categories
    Latest News

    આજનું પંચાંગ

    October 29, 2026

    આજનું રાશિફળ

    October 29, 2026

    નવી તેજી સંદર્ભે Nifty ફ્યુચર 23202 પોઈન્ટ મહત્વની સપાટી…!!!

    October 29, 2026

    Rajkot સિવિલ હોસ્પિટલમાં એમ્બ્યુલસ સેવામાં ‘‘ચલ યાર ધક્કા માર‘‘જેવા દ્રશ્યો સર્જાયા

    October 29, 2026

    Rajkot: મંડપ સર્વિસના ગોડાઉનમાં ભીષણ આગ એક કરોડની મતા બળીને ખાખ

    October 29, 2026

    Rajkot શહેર પોલીસના કર્મચારીઓને દિવાળીની ભેંટ ૫૬ જવાનોને બઢતી સાથે બદલી

    October 29, 2026
    Search
    Main News

    Rajkot શહેર પોલીસના કર્મચારીઓને દિવાળીની ભેંટ ૫૬ જવાનોને બઢતી સાથે બદલી

    October 29, 2026

    ‘‘JIO’’ માટે ધીરુભાઈએ જોયેલાં સ્વપનને અંબાણી પરિવારે અકલ્પનિય પ્રગતિ સાથે સાકાર કર્યુઃ પરિમલ નથવાણી

    October 29, 2026

    PM Modi આજથી બે દિવસ ગુજરાતના પ્રવાસે

    October 29, 2026

    NEET Paper Leak Case: કોર્ટે ૧૪ આરોપીઓ સામે આરોપો ઘડવાનો આદેશ અનામત રાખ્યો

    October 29, 2026

    Cyclone Arnab તબાહી મચાવીઃ ઓડિશાના ગંજમમાં ૩૦૦ ગામોમાં પાણી ભરાયા; આંધ્રપ્રદેશે રાહત કાર્ય ઝડપી બનાવવાના આદેશ આપ્યા

    October 29, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    આજનું પંચાંગ

    October 29, 2026

    આજનું રાશિફળ

    October 29, 2026

    નવી તેજી સંદર્ભે Nifty ફ્યુચર 23202 પોઈન્ટ મહત્વની સપાટી…!!!

    October 29, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.