બીજા માળે ધોડા પરથી પગ લપસી જતા સર્જાય દુર્ઘટના પોલીસે વધુ તપાસ હાથ ધરી
Rajkot તા.૨૯ઃ
Rajkot શહેરમાં રેલનગરમાં બીજા માળે ઇલેક્ટ્રિશન નું કામ કરતી વેળા આધેડનો ઘોડા પરથી પગ લપસી જતા તાત્કાલિક ૧૦૮ ની ટીમ દોડી ગઈ હતી જ્યાં ઇએમટી એ આધેડને ઘટના સ્થળપર મૃત જાહેર કાર્ય હતા.
આ અંગે મળતી માહિતી મુજબ શહેરના દિવસે અને દિવસે અકસ્માતે મોતના બનાવો ચિંતાજનક રીતે વધી રહ્યા છે ત્યારે શહેરમાં રહેતા આધેડ ગઇ કાલે રેલનગરમાં હેગડેટાઉનશિપ પાસે બીજા બીજા માળે ઇલેક્ટ્રીક નું કામ કરી રહ્યા હતા ત્યારે ઘોડા પરથી પગ લપસી જતા નીચે પટકાયા હતા માથાના ભાગે ગંભીર ઈજાઓ થતા ૧૦૮ની ટીમ દોડી ગઈ હતી જ્યાં સારવાર મળે તે પહેલા ઇ.એમ.ટીએ આધેડ મૃત જાહેર કર્યા હતા ઘટનાની જાણ હતા પ્રદ્યુમન નગર પોલીસ સ્ટેશનનો સ્ટાફ દોડી ગયો હતો અને મૃતદેહને પીએમ અર્થે ખસેડવામાં આવ્યો હતો આ અંગે પડી જતા મોત થયાનું પ્રાથમિક તારણ જાણવા મળ્યું છે આ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે

