(રવિ નિમાવત દ્વારા)
Morbi તા.૩૧ઃ
માળિયાના નવલખી હાઈવે પર રીક્ષામાં પિતા-પુત્ર સહિતના જતા હતા ત્યારે ટ્રક ચાલકે અન્ય વાહનને ઓવરટેક કરવા જતા રિક્ષાને ટક્કર મારી હતી જે અકસ્માતમાં પિતાની નજર સામે માસૂમ પુત્રનું મોત થયું હતું તેમજ પિતા સહીત બેને ઈજા પહોંચતા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે
માળિયા તાલુકાના જુમાંવાડી નવલખીના રહેવાસી ગફુર સતારભાઈ જામ (ઉ.વ.૪૬) વાળાએ ટ્રક જીજે ૩૬ વી ૯૫૧૧ ના ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે ગત તા. ૨૯ ના રોજ બપોરના અઢી વાગ્યાના અરસામાં ફરિયાદી ગફુર પોતાની સીએનજી રીક્ષા જીજે ૦૩ એડબલ્યુ ૯૦૨૬ લઈને પુત્ર બિલાલ (ઉ.વ.૦૯) અને ભત્રીજા ઇમરાન (ઉ.વ.૦૮) સાથે નવલખી હાઈવે પરથી જતો હતો ત્યારે વર્ષામેડી ફાટક નજીક ટ્રક જીજે ૩૬ વી ૯૫૧૧ ના ચાલકે આગળ જતા વાહનને ઓવરટેક કરવા જતા રીક્ષા સાથે અકસ્માત કર્યો હતો
જે અકસ્માતમાં ફરિયાદી ગફુર અને ભત્રીજા ઇમરાનને શરીરે સામાન્ય મુંઢ ઈજાઓ પહોંચી હતી તેમજ ફરિયાદીના દીકરા બિલાલને ગંભીર ઈજા પહોંચતા મોત થયું હતું માળિયા (મી.) પોલીસે ટ્રક ચાલક વિરુદ્ધ અકસ્માતની ફરિયાદ નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે

