(રવિ નિમાવત દ્વારા)
Morbi તા.૨૯ઃ
વાઘપરા વિસ્તારમાં ગઈકાલે ઘર પાસે પાર્ક કરેલી ગાડીમાં આગ લાગતા મોરબી ફાયર ટીમ દોડી ગઈ હતી અને આગ પર કાબુ મેળવ્યો હતો જોકે આગ સંપૂર્ણ બળીને ખાખ થવા પામી હતી જે ઘટના બાદ સીસીટીવી ફૂટેજ ચેક કરતા પાડોશમાં જ રહેતા ઇસમેં જ્વલનશીલ પદાર્થ છાતી આગ લગાડી હોવાનું જણાઈ આવતા આરોપી વિરુદ્ધ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે
Morbiના રવાપર રોડ વસંત પ્લોટ શેરી નં ૩ના રહેવાસી પુષ્પાબેન કૌશિકભાઈ ભટ્ટ નામના મહિલા એડવોકેટે આરોપી શિખર જયેશભાઈ ગોહેલ રહે વસંત પ્લોટ શેરી નં ૩ વાળા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે તા. ૨૮ ના રોજ બપોરે એક-બે વાગ્યાના અરસામાં ફરિયાદી પોતાના ઘરે આવ્યા અને પોતાની સ્વીફ્ટ કાર જીજે ૩૬ એએફ ૮૪૦૧ વાઘપરા શેરી નં ૧૭ માં રહેતા વકીલ મહીધરભાઈ દવેના ઘરની દીવાલ બાજુમાં પાર્ક કરી હતી ફરીયાદી અને તેના પતિ બપોરે ઘરે આરામ કરતા હતા અને સાંજે પાંચેક વાગ્યે મહીધરભાઈનો ફોન આવ્યો કે બહેન તમારી ગાડી ઘર પાસે પડી છે તે સળગે છે જેથી સ્થળ પર ગયા હતા અને જોયું તો ગાડી આગળના બોનેટના ભાગથી સળગતી હતી અને માણસો ભેગા થઇ ગયા હતા ૧૦૦ નંબર પર ફોન કરી ફાયર બ્રિગેડને જાણ કરતા ફાયર ટીમે આવી આગ પર કાબુ મેળવ્યો હતો
જે આગના બનાવમાં ગાડીનો આગળનો ભાગ સંપૂર્ણ બળી ગયો હતો અને ડેકી સિવાય સંપૂર્ણ ગાડી સળગી ગઈ હતી જે બનાવ અંગે ૧૧૨ ની ગાડી આવી અને પોલીસ મથકમાં જાણ કરી હતી જેથી સીસીટીવી ફૂટેજ ચેક કરતા મહીધરભિયા દવે વકીલ બહાર ગામ ગયા હતા અને તેના ઘરે લગાવેલ સીસીટીવી ફૂટેજમાં પાડોશમાં રહેતા શિખર ગોહેલ કોઈ જવલનશીલ પદાર્થ ગાડીમાં છાંટી આગ ચાપી દેતો હોવાનું દેખાઈ આવે છે આમ પાડોશમાં રહેતા ઇસમેં ગાડીમાં આગ લગાવી આશરે રૂ ૩.૫૦ લાખનું નુકશાન કર્યાની ફરિયાદ નોંધાવી છે મોરબી એ ડીવીઝન પોલીસે ફરિયાદ નોંધી આરોપીને ઝડપી લેવામાં આવ્યો હતો
ઝડપાયેલ આરોપી શિખર જયેશ ગોહેલની પૂછપરછમાં તેને કબુલાત આપી હતી કે મહિલા વકીલની કાર ઘર પાસે પાર્ક કરતા હોય અને વારંવાર સેન્સરના અવાજથી તેને ડીસ્ટર્બ થતું હતું જેનાથી કંટાળી કારમાં આગ લગાવી હોવાનું પોલીસને જણાવ્યું હતું મોરબી એ ડીવીઝન પોલીસે આરોપી વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે

