(રવિ નિમાવત દ્વારા)
Morbi તા.૩૧ઃ
Morbiના શકત શનાળા ગામના રહેવાસી વૃદ્ધ પગપાળા ચાલીને લીમડાવાળા મેલડી માતાજી મંદિર સામે રોડ પરથી જતા હતા ત્યારે પુરપાટ જતા ટ્રકના ચાલકે વૃદ્ધને ઠોકર મારી હતી અને ગંભીર ઈજા પહોંચાડી મોત નીપજાવ્યું હતું મોરબી સીટી એ ડીવીઝન પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે
મોરબીના શકત શનાળા ગામ રામ ચોક પાસે રહેતા દિલીપભાઈ સવજીભાઈ પાડલીયા (ઉ.વ.૪૪) વાળાએ ટ્રક પીબી ૬૫ એટી ૧૯૪૫ ના ચાલક વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે કે ફરિયાદીના પિતા સવજીભાઈ અવચરભાઈ પાડલીયા પગપાળા ચાલીને મોરબી રાજકોટ હાઈવે પર શકત શનાળા ગામે લીમડા વાળા મેલડી માતાજી મંદિર સામે રોડ પરથી જતા હતા ત્યારે પુરપાટ ઝડપે આવતા ટ્રકના ચાલકે ફરિયાદીના પિતાજી સવજીભાઈને હડફેટે લીધા હતા પાછળથી ઠોકર મારતા પિતાને કપાળ અને બંને હાથ અને બંને પગમાં ગંભીર ઈજા પહોંચાડી મોત નીપજાવ્યું હતું મોરબી એ ડીવીઝન પોલીસે ટ્રક ચાલક વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે

