Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Stock Marketમાં તેજીના સકારાત્મક માહોલ વચ્ચે સેન્સેક્સ-નિફ્ટીમાં મજબૂતી…!!!

    November 4, 2026

    આજનું પંચાંગ

    November 4, 2026

    આજનું રાશિફળ

    November 4, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Stock Marketમાં તેજીના સકારાત્મક માહોલ વચ્ચે સેન્સેક્સ-નિફ્ટીમાં મજબૂતી…!!!
    • આજનું પંચાંગ
    • આજનું રાશિફળ
    • Rajkot: થોરાળામાં ઉઘરાણીનો ખૂની અંજામ ભાણેજે પ્રૌઢનું ઢીમ ઢાળી દીધુ
    • Rajkot મહાનગરપાલિકા દ્વારા ધનતેરસના શુભ દિવસે શ્રી માધવરાવ સિંધિયા ક્રિકેટ સ્ટેડિયમ, રેસકોર્ષ ખાતે ભવ્યાતિ ભવ્ય ‘‘આતશબાજી’’ યોજાશે.
    • Rajkot રેલવે ડિવિઝનની ટ્રેન નિયંત્રણ સંચાર પ્રણાલીનું આધુનિક નેટવર્ક પર સફળ માઈગ્રેશન
    • ગુરુવારે Rama Ekadashi ઉત્તમ ફળ આપનાર સાથે વાઘબારસના તહેવારનો ઉત્તમ સંયોગ
    • Jamnagar: એલસીબીનો જુગારધામ પર દરોડોઃ મહિલા સહિત ૮ ઝડપાયા, એક ફરાર
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Wednesday, November 4
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • વાંચન વિશેષ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
      • બાળ વિભાગ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»મનોરંજન»ન ડાયટ, ન વર્કઆઉટ છતાં અભિનેત્રી Ishita Duttaનું વજન ઘટ્યું
    મનોરંજન

    ન ડાયટ, ન વર્કઆઉટ છતાં અભિનેત્રી Ishita Duttaનું વજન ઘટ્યું

    Vikram RavalBy Vikram RavalNovember 4, 2026No Comments3 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Mumbai, તા.૪

    તાજેતરમાં બોક્સ ઓફિસ પર ‘દૃશ્યમઃ ધ કન્ક્લૂઝન’ (દૃશ્યમ-૩)ની જોરદાર ચર્ચા વચ્ચે ફિલ્મમાં આજે દેવગણની મોટી દીકરીનું પાત્ર ભજવનાર અભિનેત્રી Ishita Dutta પણ ચર્ચામાં છે. બે બાળકોના જન્મ બાદ તેમનું વજન ઝડપથ ઘટતાં ઘણા લોકોના મનમાં સવાલ ઉઠ્યો કે તેમણે આટલી ઝડપથી વજન કેવી રીતે ઉતાર્યું? હવે ઈશિતાએ પોતે જ આ પાછળનું સત્ય જણાવ્યું છે. બાળકના જન્મ પછી દરેક મહિલાના શરીરમાં ઘણાં બદલાવ આવે છે. એવામાં ડિલિવરી પછીના થોડાક જ સમયમાં કોઈ પણ સેલિબ્રિટીનું વજન ઝડપથી ઉતરે તો લોકો તેને ખાસ ડાયટ કે વરકાઉતનું પરિણામ માની લે છે.

    પરંતુ ઈશિતાએ સ્પષ્ટ કર્યું  કે તેમની સાથે એવું નહોતું. દીકરી વેડાના જન્મના બે મહિનાથી પણ ઓછા સમયમાં તેમનું લગભગ ૧૫ કિલો વજન ઘટ્યું હતું, પરંતુ તે કોઈ ખાસ ફિટનેસ પ્લાનના કારણે નહોતું.  તાજેતરમાં એક પોડકાસ્ટમાં ઈશિતા દત્તાએ પોતાની હેલત્ર જર્ની વિષે વાત આકરી હતી. તેમણે જણાવ્યું કે ૧૦ જૂન, ૨૦૨૫ના રોજ દીકરી વેદાના જન્મ બાદ તેમનું લગભગ ૧૫ કિલો વજન ઘટી હતું. જોકે તેમણે સ્પષ્ટ કર્યું કે આ કોઈ એક્સરસાઈઝ કે ડાયટ પ્લાનનું પરિણામ નહોતું. ઈશિતાના જણાવ્યા પ્રમાણે, તે સમયે તેઓ ગંભીર રીતે બીમાર હતા અને ડૉક્ટરોને તેમના ગૉલબ્લેડરની સર્જરી કરવી પડી હતી.

    તેમના શરીરમાંથી ગૉલબ્લેડર કાઢી નાખવામાં આવ્યું હતું. તેથી ટૂંકા સમયમાં વજન ઘટવું એવી બાબત નથી કે અન્ય મહિલાઓએ પણ તેની નકલ કરવાનો પ્રયત્ન કરવો જોઈએ. ઈશિતાએ જણાવ્યું કે, બીજી પ્રેગ્નેન્સીના છઠ્ઠા મહિનાથી જ તેમને પ્રીમેચ્યોર ડિલીવરીનું જોખમ હતું. તેથી ડૉક્ટરોએ તેમને સંપૂર્ણ બેડરેસ્ટની સલાહ આપી હતી. આ  દરમિયાન તેમને પેટમાં અસહ્ય દુઃખાવો શરૂ થયો હતો. દુઃખાવો એટલો વધારે હતો કે તેમને બે-ત્રણ વખત તાત્કાલિક હોસ્પિટલ લઈ જવા પડ્યા હતા. તપાસમાં જાણવા મળ્યું કે તેમને ગૉલબ્લેડરમાં સ્ટોન હતા. પ્રેગ્નેન્સીના કારણે તરત સર્જરી થઈ શકી નહીંગૉલબ્લેડરમાં સ્ટોન હોવાનું જાણવા છતાં તરત સર્જરી કરવી શક્ય નહોતી. ઈશિતાએ જણાવ્યું કે તેઓ ગર્ભવતી હોવાથી તેમને વધુ અસરકારક પેઇનકીલર આપી શકાય તેમ નહોતી. જ્યારે પણ દુઃખાવો વધતો, તેમને હોસ્પિટલ લઈ જવામાં આવતા, પરંતુ ડૉક્ટર પાસે સારવાર કરવાના વિકલ્પ મર્યાદિત હતા.

    ‘હું વજન ઘટાડવા નહીં, વધારવા માંગી હતી’ઈશિતાના જણાવ્યા મુજબ, તે સમયે તેમનું શરીર ખૂબ નબળું થઈ ગયું હતું અને તેઓ પોતાનું વજન ફરી વધે એવી ઈચ્છા રાખતા હતા. તેમના માટે ફિટ દેખાવા કરતાં સ્વસ્થ બનવું વધુ મહત્વનું હતું.  તેમણે એમ પણ કહ્યું કે ડિલિવરી બાદ મહિલાઓ પર તરત જ વજન ઘટાડવાનું દબાણ બનાવવું યોગ્ય નથી. બાળકના જન્મ બાદ માતાના શરીરને આરામ અને રિકવરીની જરૂર હોય છે, જૂના શરીરના બાંધામાં પાછા ફરવાની નહીં. ઈશિતાએ પોતાની પહેલી પ્રેગ્નેન્સીનો પણ અનુભવ શેર કર્યો હતો. દીકરા વાયુના જન્મ બાદ તેઓ લગભગ એકથી દોઢ વર્ષ સુધી જિમ ગઈ નહોતી અને વજન ઘટાડવા અંગે વિચાર્યું પણ નહોતું. તેમણે કહ્યું કે તે સમય તેઓ માતૃત્વની સફરને માણી રહ્યા  હતા અને તેમના માટે બાળકના જન્મ બાદ વજન કરતાં માતા બનવાનો અનુભવ વધુ મહત્વનો હતો.

    Ishita Dutta
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous ArticleKanika Kapoor પતિ ગૌતમથી અલગ થશે, સોશિયલ મીડિયા પર વ્યક્ત કરી પીડા
    Next Article ‘મૈસા’ના પહેલા ગીત ‘ઓ મૈસા રે’માં દેખાયો તાંડવ અંદાજ: Rashmika Mandanna
    Vikram Raval
    • Website

    Related Posts

    મનોરંજન

    રાત્રે ઊંઘ નથી આવતી, Amitabh Bachchan જણાવી પોતાની પરેશાની

    November 4, 2026
    મનોરંજન

    ‘મૈસા’ના પહેલા ગીત ‘ઓ મૈસા રે’માં દેખાયો તાંડવ અંદાજ: Rashmika Mandanna

    November 4, 2026
    મનોરંજન

    Kanika Kapoor પતિ ગૌતમથી અલગ થશે, સોશિયલ મીડિયા પર વ્યક્ત કરી પીડા

    November 4, 2026
    મનોરંજન

    Tusshar Kapoor પાસેથી ૫ કરોડની ખંડણી માંગી; ફોન કરનારે પોતાને ’હેરી બોક્સર’ તરીકે ઓળખાવ્યો, જે લોરેન્સ બિશ્નોઈ ગેંગનો સભ્ય છે

    November 3, 2026
    મનોરંજન

    વિવાદાસ્પદ ટ્‌વીટ કેસમાં Anurag Kashyap સામે વોરંટ

    November 3, 2026
    મનોરંજન

    ‘રામાયણ’માં માતા સીતાના દિવ્ય રૂપમાં Sai Pallavi

    November 3, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹141,410
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹129,630
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹182,520
    લાઈવ રેટ્સ • અપડેટ: 04-11-2026 20:56
    Categories
    Latest News

    Stock Marketમાં તેજીના સકારાત્મક માહોલ વચ્ચે સેન્સેક્સ-નિફ્ટીમાં મજબૂતી…!!!

    November 4, 2026

    આજનું પંચાંગ

    November 4, 2026

    આજનું રાશિફળ

    November 4, 2026

    Rajkot: થોરાળામાં ઉઘરાણીનો ખૂની અંજામ ભાણેજે પ્રૌઢનું ઢીમ ઢાળી દીધુ

    November 4, 2026

    Rajkot મહાનગરપાલિકા દ્વારા ધનતેરસના શુભ દિવસે શ્રી માધવરાવ સિંધિયા ક્રિકેટ સ્ટેડિયમ, રેસકોર્ષ ખાતે ભવ્યાતિ ભવ્ય ‘‘આતશબાજી’’ યોજાશે.

    November 4, 2026

    Rajkot રેલવે ડિવિઝનની ટ્રેન નિયંત્રણ સંચાર પ્રણાલીનું આધુનિક નેટવર્ક પર સફળ માઈગ્રેશન

    November 4, 2026
    Search
    Main News

    દિવાળી પહેલાં Amul ઘીનો ભાવ રૂ.૬૩૦થી વધીને રૂ.૬૮૦ થયો; ૧૦૦ ગ્રામ બટરનું પેક રૂ.૬૩ને બદલે રૂ.૬૬માં મળશે

    November 4, 2026

    ચંફાઈ જિલ્લામાં ૩.૭ની તીવ્રતાનો Earthquake આવતા લોકોમાં ફફડાટ

    November 4, 2026

    ૨૦૨૬ ની યુએસ મધ્યવર્તી ચૂંટણીઓમાં Donald Trump અને રિપબ્લિકન પાર્ટીની હાર પાછળ છ મુખ્ય કારણો ઉભરી આવ્યા

    November 4, 2026

    Amreli: ગાડીના બાકી રૂપિયા ૬૦ હજારના હપ્તાની લેતીદેતીમાં તરૂણ તથા એક યુવકને જીવતા સળગાવી દીધા!

    November 3, 2026

    રામરાજ્યમાં કોઈ ભેદભાવ અને તુષ્ટિકરણ નથી; દરેક વર્ગને સુરક્ષા અને સન્માન મળે છે: CM Yogi Adityanath

    November 3, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Stock Marketમાં તેજીના સકારાત્મક માહોલ વચ્ચે સેન્સેક્સ-નિફ્ટીમાં મજબૂતી…!!!

    November 4, 2026

    આજનું પંચાંગ

    November 4, 2026

    આજનું રાશિફળ

    November 4, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.