Rajkot-ઓખા રેલખંડના ૩૦ સ્ટેશનોમાં નવી સંચાર પ્રણાલી સ્થાપિત; સિગ્નલ અને દૂરસંચાર વિભાગની મહત્વપૂર્ણ સિદ્ધિ
Rajkot તા.૪ઃ
પશ્ચિમ રેલવેના Rajkot ડિવિઝને સંચાર વ્યવસ્થાના આધુનિકીકરણની દિશામાં એક મહત્વપૂર્ણ ઉપલબ્ધિ હાંસલ કરી છે. તારીખ ૩ નવેમ્બર, ૨૦૨૬ ના રોજ રાજકોટઓખા રેલખંડમાં અગાઉ કાર્યરત સીસીઈઓ આધારિત ટ્રેન કંટ્રોલ કોમ્યુનિકેશન સિસ્ટમ ને સફળતાપૂર્વક આધુનિક મલ્ટિપ્રોટોકોલ લેબલ સ્વિચિંગઆધારિત વોઇસ ઓવર ઇન્ટરનેટ પ્રોટોકોલ સિસ્ટમ પર સ્થળાંતરિત કરવામાં આવી છે. આ મહત્વપૂર્ણ કાર્ય રાજકોટ ડિવિઝનના સિગ્નલ અને ટેલિકોમ્યુનિકેશન વિભાગ દ્વારા સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવ્યું હતું.
રાજકોટ ડિવિઝનના સીનિયર ડિવિઝનલ કોમર્શિયલ મેનેજર શ્રી સુનીલ કુમાર મીનાના જણાવ્યા અનુસાર, આ સિદ્ધિ સાથે રાજકોટઓખા રેલખંડમાં આધુનિક આઈપી આધારિત સંચાર નેટવર્ક સ્થાપિત થઈ ગયું છે. આ નેટવર્કના માધ્યમથી ટ્રેન નિયંત્રણ સંચાર વ્યવસ્થાને વધુ અસરકારક, વિશ્વસનીય અને વધુ સારી રીતે નિરીક્ષણ યોગ્ય બનાવવામાં મદદ મળશે.
રાજકોટઓખા મુખ્ય રેલખંડની લંબાઈ ૨૫૨ કિલોમીટર છે. આ ઉપરાંત કનાલુસસિક્કા શાખા રેલખંડ ૧૪.૫ કિલોમીટર, જામનગરવાંસજાળિયા ૨ કિલોમીટર તથા માધાપરમેસર્સ નાયરા એનર્જી લિમિટેડ, મોડપર ૧૨ કિલોમીટર લાંબો છે. આ રીતે મુખ્ય અને શાખા રેલખંડોમાં કુલ ૩૦ સ્ટેશનોને આધુનિક સંચાર નેટવર્ક સાથે જોડવામાં આવ્યા છે.
આધુનિક સંચાર નેટવર્કના મુખ્ય ફાયદાઃ ૧) બહેતર સંચાર વ્યવસ્થા ટ્રેન કંટ્રોલર્સ અને સ્ટેશન કર્મચારીઓ વચ્ચેના સંચારને વધુ અસરકારક અને વિશ્વસનીય બનાવવામાં મદદ મળશે.૨) બહેતર નિરીક્ષણ આધુનિક આઈપી આધારિત નેટવર્ક દ્વારા સંચાર સેવાઓનું નિરીક્ષણ વધુ અસરકારક રીતે કરી શકાશે.૩) સુવ્યવસ્થિત નેટવર્ક સંચાલન નેટવર્કના સંચાલન અને જાળવણીને વધુ વ્યવસ્થિત બનાવવામાં મદદ મળશે.૪) ભવિષ્યમાં વિસ્તરણ અન્ય દૂરસંચાર સેવાઓને તબક્કાવાર રીતે આ જ નેટવર્ક પર સ્થળાંતરિત કરવા માટે આધુનિક પાયો ઉપલબ્ધ થશે.
નવા સ્થાપિત નેટવર્કને સ્થિર કરી લેવામાં આવ્યું છે અને હાલમાં તેને એક મહિનાના મોનિટરિંગ સમયગાળા માટે કાર્યરત રાખવામાં આવ્યું છે. આ સમયગાળા દરમિયાન નેટવર્કની સ્થિરતા અને કાર્યપ્રણાલી પર નજર રાખવામાં આવશે. ત્યારબાદ અન્ય દૂરસંચાર સેવાઓને પણ તબક્કાવાર આ નેટવર્ક પર સ્થળાંતરિત કરવામાં આવશે.
આ સફળ માઈગ્રેશન સાથે રાજકોટ ડિવિઝનની સમગ્ર ટ્રેન નિયંત્રણ સંચાર વ્યવસ્થા હવે આધુનિક એમપીએલએસ-વીઓઆઈપી આધારિત નેટવર્ક પર સ્થાપિત થઈ ગઈ છે. આ સિદ્ધિ ડિવિઝનની સંચાર વ્યવસ્થાને વધુ આધુનિક અને મજબૂત બનાવવાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું છે.
આ ઉપલબ્ધિ પર રાજકોટ ડિવિઝનના ડિવિઝનલ રેલવે મેનેજર શ્રી ગિરિરાજ કુમાર મીનાએ સિગ્નલ અને ટેલિકોમ્યુનિકેશન વિભાગના અધિકારીઓ તેમજ કર્મચારીઓની પ્રશંસા કરતા જણાવ્યું કે, ‘‘રાજકોટ ડિવિઝનમાં આધુનિક સંચાર તકનીકનું સફળ અમલીકરણ એ આપણા અધિકારીઓ અને કર્મચારીઓની ટેકનિકલ કુશળતા અને ટીમવર્કનું ઉત્કૃષ્ટ ઉદાહરણ છે. આ સિદ્ધિ રેલ સંચાલનની સંચાર વ્યવસ્થાને વધુ આધુનિક, વિશ્વસનીય અને સુદ્રઢ બનાવવાની દિશામાં એક મહત્વપૂર્ણ કદમ છે.’’

