Washington, D.C., તા.૭
અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ સુરક્ષા સાથે જોડાયેલા ગંભીર મામલો સામે આવ્યો છે. વ્હાઇટ હાઉસ પાસે હથિયારોથી ભરેલા એક ટ્રક સાથે વેનેઝુએલાનો ૩૦ વર્ષીય નાગરિક પકડાયો હતો. અમેરિકન સીક્રેટ સર્વિસના અધિકારીઓએ ત્રણ હથિયાર અન મોટી માત્રામાં કારતૂસ જપ્ત કર્યા હતા. અમેરિકી સિક્રેટ સર્વિસનો એક અધિકારી વ્હાઇટ હાઉસ નજીક પેટ્રોલિંગ કરી રહ્યો હતો તે દરમિયાન તેને કોન્સ્ટીટ્યુશન એવન્યુ પર એક વાદળી રંગનો પિકઅપ ટ્રક શંકાસ્પદ હાલતમાં પાર્ક થયેલો જોવા મળ્યો હતો.અધિકારીએ વાહનની અંદર બેઠેલી વ્યક્તિને તેની સુરક્ષા અને હથિયારો અંગે પૂછપરછ કરી હતી. ફરિયાદ મુજબ, આરોપીએ હથિયાર હોવાની બાબત પર માથું હલાવ્યું હતું અને આંગળી વડે બંદૂક ચલાવવા જેવો ઈશારો કર્યો હતો. ત્યારબાદ તે વાહનમાંથી બહાર આવ્યો હતો. તેણે અધિકારીઓ સાથે ગૂગલ ટ્રાન્સલેટની મદદથી વાતચીત કરી હતી. આરોપીએ જણાવ્યું કે તે બંદૂકથી ટ્રમ્પને મારવા માંગતો હતો. આ પછી તેણે અધિકારીઓને વાહનની અંદર રાખેલી એક કથ્થઈ રંગની બેગ વિશે માહિતી આપી હતી.તપાસ દરમિયાન અધિકારીઓને વાહનમાંથી ત્રણ હથિયારો મળ્યા હતા. જેમાં સ્છઝ્ર-૧૦ મશીન પિસ્તોલ, ગ્લોક ૪૩ઠ પિસ્તોલ અને છઇ-૧૫ રાઇફલ સામેલ છે. આ ઉપરાંત મોટી સંખ્યામાં કારતૂસ પણ જપ્ત કરવામાં આવ્યા હતા. તપાસમાં એ પણ સામે આવ્યું કે પિકઅપ ટ્રક ચોરીનો હતો. તેને દક્ષિણ કેરોલિનામાંથી ચોરાયો હોવાની ફરિયાદ નોંધાઈ હતી. પોલીસ મુજબ આરોપી રોની યોડ્રિક્સ ગુઆનિપા ક્રિનોસે અધિકારીઓને જણાવ્યું હતું કે તેના મગજમાં અવાજો આવી રહ્યા હતા. આ અવાજો તેને વોશિંગ્ટન ડીસી જવા અને રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની હત્યા કરવા માટે કહી રહ્યા હતા. સિક્રેટ સર્વિસે ગંભીર સુરક્ષા માહોલ ગણાવ્યોઅમેરિકી સિક્રેટ સર્વિસના ડાયરેક્ટર સીન કરને આ ઘટનાને વ્હાઇટ હાઉસની આસપાસ વધી રહેલા સુરક્ષા જોખમ સાથે જોડીને જોઈ હતી. તેમણે આ માહોલને ગંભીર ગણાવ્યો હતો.

