Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Pakistan સૈન્યના કેમ્પ પર મોટો હુમલોઃ પ્રચંડ વિસ્ફોટમાં ૫ સૈનિકો સહિત ૮ લોકોના મોત

    November 13, 2026

    Rajkot મહેસૂલ વિભાગમાં મોટો વહીવટી ફેરફારઃ એકસાથે ૧૧૫ નાયબ મામલતદારોની બદલી

    November 13, 2026

    ભારત El Niñoના ખતરાનો સામનો કરી રહ્યું છે, ડબ્લ્યુએચઓએ તેને ઉચ્ચ જોખમ ધરાવતા દેશોમાં સામેલ કર્યું, આરોગ્ય સંકટ ચેતવણી જારી કરી

    November 13, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Pakistan સૈન્યના કેમ્પ પર મોટો હુમલોઃ પ્રચંડ વિસ્ફોટમાં ૫ સૈનિકો સહિત ૮ લોકોના મોત
    • Rajkot મહેસૂલ વિભાગમાં મોટો વહીવટી ફેરફારઃ એકસાથે ૧૧૫ નાયબ મામલતદારોની બદલી
    • ભારત El Niñoના ખતરાનો સામનો કરી રહ્યું છે, ડબ્લ્યુએચઓએ તેને ઉચ્ચ જોખમ ધરાવતા દેશોમાં સામેલ કર્યું, આરોગ્ય સંકટ ચેતવણી જારી કરી
    • Ahmedabad: ભાડજના હરે કૃષ્ણ મંદિરમાં ભવ્ય ગોવર્ધન પૂજા અને અન્નકૂટ મહોત્સવની ઉજવણી કરાઇ
    • Rajkotમાં કામમાં ચિકચિક કરતી વાડી માલકિન મહિલાને એમપીના ભાગીયાએ પતાવી દીધી
    • Gujarat STએ બનાવ્યો નવો રેકોર્ડઃ ભાઈબીજે ૯૯ હજારથી વધુ ટિકિટ મોબાઇલ એપથી બુક
    • કુસલ મેન્ડિસે સદી ફટકારીને ઇતિહાસ રચ્યો, વિરાટ કોહલી અને Joe Root જેવા ખેલાડીઓમાં જોડાયો
    • ટેસ્ટ શ્રેણી પહેલા ભારતને રાહતઃ બીસીસીઆઇની મેડિકલ ટીમે Rishabh Pantને ફિટ જાહેર કર્યો
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Friday, November 13
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • વાંચન વિશેષ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
      • બાળ વિભાગ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»સૌરાષ્ટ્ર»રાજકોટ»Rajkotમાં કામમાં ચિકચિક કરતી વાડી માલકિન મહિલાને એમપીના ભાગીયાએ પતાવી દીધી
    રાજકોટ

    Rajkotમાં કામમાં ચિકચિક કરતી વાડી માલકિન મહિલાને એમપીના ભાગીયાએ પતાવી દીધી

    Vikram RavalBy Vikram RavalNovember 13, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Rajkot,તા.૧૩

    ગોંડલ તાલુકાના ત્રાકુડા ગામમાં એક ચોંકાવનારી હત્યાની ઘટના સામે આવી છે. વાડીમાં કામ બાબતે થયેલી સામાન્ય બોલાચાલી અને ઠપકાનો બદલો લેવા એક ભાગીયાએ વાડી માલિક મહિલાની ઘાતકી હત્યા કરી નાખી છે. આરોપીએ ખેતીના ઓજાર પાવડાથી મહિલાના માથા અને શરીરના ભાગે ઉપરાઉપરી ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારી દીધી છે. હત્યા કર્યા બાદ આરોપી ફરાર થઈ ગયો હતો, પરંતુ ગોંડલ તાલુકા પોલીસે ગણતરીના કલાકોમાં જ તેને ઝડપી પાડી હત્યાનો ભેદ ઉકેલી નાખ્યો છે

    મળતી માહિતી મુજબ, જીતેન્દ્રભાઈ પોતાની પત્ની જોશનાબેન ઉર્ફે જ્યોત્સનાબેન સાથે વાડીમાં રહેતા હતા. વાડીમાં ખેતીકામ માટે મધ્યપ્રદેશના જાંબુઆ જિલ્લાના ચૌરા ગામના ૨૯ વર્ષીય રાજુભાઈ રમેશભાઈ ડોડીયારને ભાગીયા તરીકે રાખવામાં આવ્યો હતો. જોકે, વાડીના કામકાજ બાબતે રાજુભાઈ અને વાડી માલિક દંપતી વચ્ચે અવારનવાર બોલાચાલી થતી હતી. કામમાં બેદરકારી બદલ મળતા ઠપકાને લઈને આરોપીના મનમાં મનદુઃખ હતું.

    બનાવના દિવસે પણ વાડીના કામ બાબતે જીતેન્દ્રભાઈ અને જોશનાબેને રાજુભાઈને ઠપકો આપ્યો હતો. આથી ઉશ્કેરાયેલા રાજુભાઈએ પોતાનો ગુસ્સો ગુમાવ્યો અને વાડીમાં પડેલું પાવડું હાથમાં લઈ લીધું. ત્યારબાદ જોશનાબેન પર પાવડાથી માથાના ભાગે અને શરીર પર ઉપરાઉપરી ઘા ઝીંકી દીધા હતા. આ દરમિયાન જીતેન્દ્રભાઈએ વચ્ચે પડી બચાવ કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ આરોપી સાથે ઝપાઝપી થઈ હતી. હુમલામાં ગંભીર ઈજાઓ પહોંચતા જોશનાબેનનું ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું. હત્યા કર્યા બાદ આરોપી રાજુભાઈ ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હતો. એક સામાન્ય બોલાચાલીએ અંતે એક મહિલાનો જીવ લીધો અને પરિવારને કાયમ માટે શોકમાં ગરકાવ કરી દીધો હતો.

    ઘટનાની જાણ થતાં જ ગોંડલ તાલુકા પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો અને તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. આ મામલે ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ની કલમ ૧૦૩(૧), ૧૧૫(૨), ૩૫૧(૩) તેમજ જી.પી. એક્ટની કલમ ૧૩૫ મુજબ ગુનો નોંધવામાં આવ્યો હતો. હત્યાની ગંભીરતાને ધ્યાને રાખીને રાજકોટ રેન્જના ડીઆઇજી નિર્લિપ્ત રાય અને રાજકોટ ગ્રામ્ય પોલીસ અધિક્ષક વિજયસિંહ ગુર્જરની સૂચના તેમજ ડીવાયએસપી કે.જી. ઝાલાના માર્ગદર્શન હેઠળ અલગ અલગ પોલીસ ટીમો બનાવવામાં આવી હતી. પોલીસે ટેકનિકલ સોર્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી ફરાર આરોપીની શોધખોળ શરૂ કરી હતી. આખરે ગણતરીના કલાકોમાં જ પોલીસે મધ્યપ્રદેશના રાજુભાઈ રમેશભાઈ ડોડીયારને ઝડપી પાડ્યો હતો. સાથે જ હત્યામાં ઉપયોગમાં લેવાયેલું પાવડું પણ કબજે કરવામાં આવ્યું છે.

    એક નાનકડા ઠપકાનો બદલો લેવા આરોપીએ એવું ઘાતક પગલું ભર્યું કે એક મહિલાએ પોતાનો જીવ ગુમાવ્યો અને હવે આરોપીને જેલના સળિયા પાછળ જવાનો વારો આવ્યો છે.આ ઘટના સમાજ માટે પણ ચેતવણી સમાન છે કે ગુસ્સા પરનો કાબૂ ગુમાવવાથી તેના પરિણામો કેટલા ભયાનક આવી શકે છે.બીજી તરફ, હત્યા બાદ ફરાર થયેલા આરોપીને ગણતરીના કલાકોમાં ઝડપી પાડતી ગોંડલ તાલુકા પોલીસની કામગીરી પણ નોંધપાત્ર રહી છે.

    Rajkot
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous ArticleGujarat STએ બનાવ્યો નવો રેકોર્ડઃ ભાઈબીજે ૯૯ હજારથી વધુ ટિકિટ મોબાઇલ એપથી બુક
    Next Article Ahmedabad: ભાડજના હરે કૃષ્ણ મંદિરમાં ભવ્ય ગોવર્ધન પૂજા અને અન્નકૂટ મહોત્સવની ઉજવણી કરાઇ
    Vikram Raval
    • Website

    Related Posts

    રાજકોટ

    Rajkot મહેસૂલ વિભાગમાં મોટો વહીવટી ફેરફારઃ એકસાથે ૧૧૫ નાયબ મામલતદારોની બદલી

    November 13, 2026
    ધાર્મિક

    Technologyના યુગમાં પણ ચોપડા પૂજનની પરંપરા અકબંધ, રાજકોટમાં હજારો હરિભક્તોએ કર્યું ચોપડા પૂજન

    November 8, 2026
    સૌરાષ્ટ્ર

    ઊંઝાના વેપારીઓને Rajkotના પિતા-પુત્ર સહિત ચારનો ચૂના

    November 7, 2026
    રાજકોટ

    Rajkot: થોરાળામાં ઉઘરાણીનો ખૂની અંજામ ભાણેજે પ્રૌઢનું ઢીમ ઢાળી દીધુ

    November 4, 2026
    રાજકોટ

    Rajkot મનપા દ્વારા ધનતેરસના શુભ દિવસે માધવરાવ સિંધિયા ક્રિકેટ સ્ટેડિયમ ખાતે ભવ્ય ‘‘આતશબાજી’’ યોજાશે

    November 4, 2026
    રાજકોટ

    Rajkot રેલવે ડિવિઝનની ટ્રેન નિયંત્રણ સંચાર પ્રણાલીનું આધુનિક નેટવર્ક પર સફળ માઈગ્રેશન

    November 4, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹117,554
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹107,680
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹149,871
    લાઈવ રેટ્સ • અપડેટ: 13-11-2026 19:46
    Categories
    Latest News

    Pakistan સૈન્યના કેમ્પ પર મોટો હુમલોઃ પ્રચંડ વિસ્ફોટમાં ૫ સૈનિકો સહિત ૮ લોકોના મોત

    November 13, 2026

    Rajkot મહેસૂલ વિભાગમાં મોટો વહીવટી ફેરફારઃ એકસાથે ૧૧૫ નાયબ મામલતદારોની બદલી

    November 13, 2026

    ભારત El Niñoના ખતરાનો સામનો કરી રહ્યું છે, ડબ્લ્યુએચઓએ તેને ઉચ્ચ જોખમ ધરાવતા દેશોમાં સામેલ કર્યું, આરોગ્ય સંકટ ચેતવણી જારી કરી

    November 13, 2026

    Ahmedabad: ભાડજના હરે કૃષ્ણ મંદિરમાં ભવ્ય ગોવર્ધન પૂજા અને અન્નકૂટ મહોત્સવની ઉજવણી કરાઇ

    November 13, 2026

    Gujarat STએ બનાવ્યો નવો રેકોર્ડઃ ભાઈબીજે ૯૯ હજારથી વધુ ટિકિટ મોબાઇલ એપથી બુક

    November 13, 2026

    કુસલ મેન્ડિસે સદી ફટકારીને ઇતિહાસ રચ્યો, વિરાટ કોહલી અને Joe Root જેવા ખેલાડીઓમાં જોડાયો

    November 13, 2026
    Search
    Main News

    Rajkot મહેસૂલ વિભાગમાં મોટો વહીવટી ફેરફારઃ એકસાથે ૧૧૫ નાયબ મામલતદારોની બદલી

    November 13, 2026

    ભારત El Niñoના ખતરાનો સામનો કરી રહ્યું છે, ડબ્લ્યુએચઓએ તેને ઉચ્ચ જોખમ ધરાવતા દેશોમાં સામેલ કર્યું, આરોગ્ય સંકટ ચેતવણી જારી કરી

    November 13, 2026

    ૧૫૦ વર્ષમાં ઘટ્યું Human Bodyનું સરેરાશ તાપમાન, વૈજ્ઞાનિકો પણ ચોંક્યા

    November 6, 2026

    Franceમાં મોંઘવારી અને ઓછા પગાર સામે જનઆક્રોશ! ૬ લાખથી વધુ લોકો રસ્તા પર ઉતર્યા

    November 6, 2026

    દિવાળી પહેલાં Amul ઘીનો ભાવ રૂ.૬૩૦થી વધીને રૂ.૬૮૦ થયો; ૧૦૦ ગ્રામ બટરનું પેક રૂ.૬૩ને બદલે રૂ.૬૬માં મળશે

    November 4, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Pakistan સૈન્યના કેમ્પ પર મોટો હુમલોઃ પ્રચંડ વિસ્ફોટમાં ૫ સૈનિકો સહિત ૮ લોકોના મોત

    November 13, 2026

    Rajkot મહેસૂલ વિભાગમાં મોટો વહીવટી ફેરફારઃ એકસાથે ૧૧૫ નાયબ મામલતદારોની બદલી

    November 13, 2026

    ભારત El Niñoના ખતરાનો સામનો કરી રહ્યું છે, ડબ્લ્યુએચઓએ તેને ઉચ્ચ જોખમ ધરાવતા દેશોમાં સામેલ કર્યું, આરોગ્ય સંકટ ચેતવણી જારી કરી

    November 13, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact
    • Editorial Policy
    • Correction Policy

    Type above and press Enter to search. Press Esc to cancel.