Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Rajkot મહેસૂલ વિભાગમાં મોટો વહીવટી ફેરફારઃ એકસાથે ૧૧૫ નાયબ મામલતદારોની બદલી

    November 13, 2026

    ભારત El Niñoના ખતરાનો સામનો કરી રહ્યું છે, ડબ્લ્યુએચઓએ તેને ઉચ્ચ જોખમ ધરાવતા દેશોમાં સામેલ કર્યું, આરોગ્ય સંકટ ચેતવણી જારી કરી

    November 13, 2026

    Ahmedabad: ભાડજના હરે કૃષ્ણ મંદિરમાં ભવ્ય ગોવર્ધન પૂજા અને અન્નકૂટ મહોત્સવની ઉજવણી કરાઇ

    November 13, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Rajkot મહેસૂલ વિભાગમાં મોટો વહીવટી ફેરફારઃ એકસાથે ૧૧૫ નાયબ મામલતદારોની બદલી
    • ભારત El Niñoના ખતરાનો સામનો કરી રહ્યું છે, ડબ્લ્યુએચઓએ તેને ઉચ્ચ જોખમ ધરાવતા દેશોમાં સામેલ કર્યું, આરોગ્ય સંકટ ચેતવણી જારી કરી
    • Ahmedabad: ભાડજના હરે કૃષ્ણ મંદિરમાં ભવ્ય ગોવર્ધન પૂજા અને અન્નકૂટ મહોત્સવની ઉજવણી કરાઇ
    • Rajkotમાં કામમાં ચિકચિક કરતી વાડી માલકિન મહિલાને એમપીના ભાગીયાએ પતાવી દીધી
    • Gujarat STએ બનાવ્યો નવો રેકોર્ડઃ ભાઈબીજે ૯૯ હજારથી વધુ ટિકિટ મોબાઇલ એપથી બુક
    • કુસલ મેન્ડિસે સદી ફટકારીને ઇતિહાસ રચ્યો, વિરાટ કોહલી અને Joe Root જેવા ખેલાડીઓમાં જોડાયો
    • ટેસ્ટ શ્રેણી પહેલા ભારતને રાહતઃ બીસીસીઆઇની મેડિકલ ટીમે Rishabh Pantને ફિટ જાહેર કર્યો
    • ’Ramayana’નું તોફાન દિવાળી પછી પણ અટક્યું નથી; ૧૦૦૦ કરોડ ક્લબમાં પ્રવેશ કરી રહી છે
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Friday, November 13
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • વાંચન વિશેષ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
      • બાળ વિભાગ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»અમદાવાદ»Ahmedabad: ભાડજના હરે કૃષ્ણ મંદિરમાં ભવ્ય ગોવર્ધન પૂજા અને અન્નકૂટ મહોત્સવની ઉજવણી કરાઇ
    અમદાવાદ

    Ahmedabad: ભાડજના હરે કૃષ્ણ મંદિરમાં ભવ્ય ગોવર્ધન પૂજા અને અન્નકૂટ મહોત્સવની ઉજવણી કરાઇ

    Vikram RavalBy Vikram RavalNovember 13, 2026No Comments3 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    ૧૦૦૮થી વધુ વાનગીઓ ધરાવાઈ

    Ahmedabad,તા.૧૩

    ભગવાન શ્રીકૃષ્ણની ભક્તિ, ભવ્ય શણગાર અને અવનવી વાનગીઓના અન્નકૂટ સાથે ભાડજના હરે કૃષ્ણ મંદિરમાં અનોખો ધાર્મિક માહોલ જોવા મળ્યો હતો. કાર્તિક દીપોત્સવની ઉજવણીના ભાગરૂપે મંગળવાર, તા. ૧૦ નવેમ્બર ૨૦૨૬ના રોજ હરે કૃષ્ણ મંદિર, ભાડજ ખાતે ગોવર્ધન પૂજા અને અન્નકૂટ મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ મહોત્સવમાં ભગવાન શ્રીકૃષ્ણની ગોવર્ધન લીલાનું સ્મરણ કરવામાં આવ્યું હતું. પૌરાણિક માન્યતા અનુસાર, ભગવાન શ્રીકૃષ્ણે ઇન્દ્રના કોપથી વૃંદાવનવાસીઓનું રક્ષણ કરવા માટે પોતાની નાની આંગળી પર ગોવર્ધન પર્વત ધારણ કર્યો હતો. આ દિવ્ય પ્રસંગની સ્મૃતિમાં ભક્તોએ ઉત્સાહપૂર્વક પૂજા-અર્ચના કરી હતી.

    હરે કૃષ્ણ મંદિર, ભાડજના અધ્યક્ષ સ્વામી શ્રી જગનમોહન કૃષ્ણ દાસે ગોવર્ધન પૂજાનું મહત્વ સમજાવતા જણાવ્યું હતું કે, એક વખત ભગવાન શ્રીકૃષ્ણે જોયું કે વૃંદાવનવાસીઓ ઇન્દ્રયજ્ઞની તૈયારી કરી રહ્યા છે. ત્યારે તેમણે ઇન્દ્રની પૂજા કરવાને બદલે ગોવર્ધન પર્વતની પૂજા કરવાનું સૂચન કર્યું હતું. આ વાતથી ઇન્દ્ર ક્રોધિત થયા અને તેમણે વૃંદાવન પર વિનાશકારી વરસાદ વરસાવ્યો હતો. તે સમયે ભગવાન શ્રીકૃષ્ણે પોતાના ડાબા હાથની નાની આંગળી પર ગોવર્ધન પર્વતને છત્રની જેમ સાત દિવસ સુધી ધારણ કર્યો હતો અને વૃંદાવનના તમામ રહેવાસીઓને આશ્રય આપ્યો હતો.

    અંતે પોતાની ભૂલનો અહેસાસ થતાં ઇન્દ્રે ભગવાન શ્રીકૃષ્ણની ક્ષમા માગી હતી. સ્વામીજીએ જણાવ્યું કે આ લીલા દ્વારા ભગવાને સમજાવ્યું છે કે જે ભક્ત સંપૂર્ણ શ્રદ્ધા સાથે પરમેશ્વરને શરણે જાય છે અને ભક્તિમય સેવામાં જોડાય છે, તે તમામ બંધનોથી મુક્ત રહે છે. તેને ભૌતિક લાભ માટે અન્ય દેવતાઓની પૂજા કરવાની આવશ્યકતા રહેતી નથી. શ્રીમદ્‌ ભાગવતના દશમ સ્કંધમાં વર્ણવાયેલી આ ગોવર્ધન લીલામાં ભગવાન શ્રીકૃષ્ણ ગોવર્ધન પર્વતને પોતાનું જ સ્વરૂપ ગણાવે છે.

    આ દિવ્ય લીલાની સ્મૃતિમાં મંદિર પરિસરમાં સુંદર ગોવર્ધન પર્વતની પ્રતિકૃતિ તૈયાર કરવામાં આવી હતી. આ પ્રસંગે ૧૫૦થી વધુ પ્રકારની વાનગીઓ ભગવાનને અર્પણ કરવામાં આવી હતી. આ ઉપરાંત ૧૦૦૮થી વધુ પ્રકારની કેક, કૂકીઝ, મીઠાઈઓ અને વિવિધ વાનગીઓ ભગવાન શ્રી શ્રી રાધા માધવજી તથા શ્રી ગોવર્ધનજીને ધરાવવામાં આવી હતી. આ ભવ્ય અન્નકૂટ ભક્તો માટે ખાસ આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો.

    ખાસ વાત એ હતી કે આ કેક અને કૂકીઝ મંદિરની બેકરીમાં ભક્તો દ્વારા તૈયાર કરવામાં આવી હતી અને તે સંપૂર્ણપણે શાકાહારી હતી. ત્યારબાદ ભગવાન શ્રી શ્રી રાધા માધવજીને અન્નકૂટ અર્પણ કરવામાં આવ્યો હતો અને ભગવાન તથા ગોવર્ધન પર્વતની ભવ્ય મહાઆરતી કરવામાં આવી હતી. આ દરમિયાન ભક્તોએ ગોવર્ધન પર્વતની મહિમાનું વર્ણન કરતા આઠ શ્લોકો ધરાવતા શ્રી ગોવર્ધનાષ્ટકમનું ભાવપૂર્વક ગાન કર્યું હતું.

    મહોત્સવ દરમિયાન ભગવાન શ્રી શ્રી રાધા માધવજીની સુવર્ણ રથ પર ભવ્ય નગરયાત્રા પણ યોજાઈ હતી. હરિનામ સંકીર્તન સાથે નીકળેલી આ આનંદમય નગરયાત્રા સૌના માટે આકર્ષણનું કેન્દ્ર બની હતી. ભક્તો ભગવાનના નામનું સંકીર્તન કરતા ઉત્સાહપૂર્વક નગરયાત્રામાં જોડાયા હતા. આ ઉપરાંત ભગવાન શ્રીકૃષ્ણની ગોપાલ સ્વરૂપે એટલે કે ગાયોના રક્ષક તરીકે પણ પૂજા કરવામાં આવી હતી. આ પ્રસંગે વિશેષ ગૌપૂજાનું આયોજન કરાયું હતું. ગાયોને રેશમી વસ્ત્રોથી સુંદર રીતે શણગારવામાં આવી હતી અને પરંપરાગત રીતે તેમને ગોળ તથા કેળાં અર્પણ કરવામાં આવ્યાં હતાં. ત્યારબાદ ગાયોને આગળ રાખીને ભક્તોએ ગોવર્ધન પર્વતની પરિક્રમા કરી હતી.કાર્યક્રમના અંતે ભગવાનને અર્પણ કરવામાં આવેલી કેક, કૂકીઝ અને અન્ય તમામ વાનગીઓ ભક્તોને પ્રસાદરૂપે વિતરણ કરવામાં આવી હતી. આ સાથે કાર્તિક માસ દરમિયાન ઉજવાતા દીપોત્સવ મહોત્સવના ભાગરૂપે ભગવાનની ભવ્ય દીપોત્સવ આરતી પણ કરવામાં આવી હતી. સમગ્ર મંદિર પરિસર ભક્તિ, હરિનામ સંકીર્તન અને દીવાઓના પ્રકાશથી ભક્તિમય બની ગયો હતો. આ રીતે ગોવર્ધન પૂજા, અન્નકૂટ, સુવર્ણ રથની નગરયાત્રા, ગૌપૂજા અને દીપોત્સવ આરતી સહિતના વિવિધ ધાર્મિક કાર્યક્રમો સાથે હરે કૃષ્ણ મંદિર, ભાડજ ખાતે મહોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.

    Ahmedabad
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous ArticleRajkotમાં કામમાં ચિકચિક કરતી વાડી માલકિન મહિલાને એમપીના ભાગીયાએ પતાવી દીધી
    Next Article ભારત El Niñoના ખતરાનો સામનો કરી રહ્યું છે, ડબ્લ્યુએચઓએ તેને ઉચ્ચ જોખમ ધરાવતા દેશોમાં સામેલ કર્યું, આરોગ્ય સંકટ ચેતવણી જારી કરી
    Vikram Raval
    • Website

    Related Posts

    અમદાવાદ

    Gujarat STએ બનાવ્યો નવો રેકોર્ડઃ ભાઈબીજે ૯૯ હજારથી વધુ ટિકિટ મોબાઇલ એપથી બુક

    November 13, 2026
    અમદાવાદ

    Ahmedabadમાં સોના-ચાંદીના વેપારીઓ સાથે છેતરપિંડીઃ ૩ કેસમાં લાખોનો સામાન ગાયબ

    November 9, 2026
    ગુજરાત

    Ahmedabadમાં દિવાળીની રાત્રે ફાયરિંગથી ફફડાટ

    November 9, 2026
    ગુજરાત

    Amit Shahના હસ્તે અર્બન હેલ્થ સેન્ટરનું લોકાર્પણ

    November 9, 2026
    ગુજરાત

    જોધપુરમાં અદ્યતન નોલેજ હબનું Amit Shahના હસ્તે લોકાર્પણ

    November 9, 2026
    ગુજરાત

    Sarkhejથી કર્ણાવતી સુધીનો એલિવેટેડ બ્રિજ ખુલ્લો મુકાયો

    November 9, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹117,554
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹107,680
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹149,871
    લાઈવ રેટ્સ • અપડેટ: 13-11-2026 19:46
    Categories
    Latest News

    Rajkot મહેસૂલ વિભાગમાં મોટો વહીવટી ફેરફારઃ એકસાથે ૧૧૫ નાયબ મામલતદારોની બદલી

    November 13, 2026

    ભારત El Niñoના ખતરાનો સામનો કરી રહ્યું છે, ડબ્લ્યુએચઓએ તેને ઉચ્ચ જોખમ ધરાવતા દેશોમાં સામેલ કર્યું, આરોગ્ય સંકટ ચેતવણી જારી કરી

    November 13, 2026

    Rajkotમાં કામમાં ચિકચિક કરતી વાડી માલકિન મહિલાને એમપીના ભાગીયાએ પતાવી દીધી

    November 13, 2026

    Gujarat STએ બનાવ્યો નવો રેકોર્ડઃ ભાઈબીજે ૯૯ હજારથી વધુ ટિકિટ મોબાઇલ એપથી બુક

    November 13, 2026

    કુસલ મેન્ડિસે સદી ફટકારીને ઇતિહાસ રચ્યો, વિરાટ કોહલી અને Joe Root જેવા ખેલાડીઓમાં જોડાયો

    November 13, 2026

    ટેસ્ટ શ્રેણી પહેલા ભારતને રાહતઃ બીસીસીઆઇની મેડિકલ ટીમે Rishabh Pantને ફિટ જાહેર કર્યો

    November 13, 2026
    Search
    Main News

    Rajkot મહેસૂલ વિભાગમાં મોટો વહીવટી ફેરફારઃ એકસાથે ૧૧૫ નાયબ મામલતદારોની બદલી

    November 13, 2026

    ભારત El Niñoના ખતરાનો સામનો કરી રહ્યું છે, ડબ્લ્યુએચઓએ તેને ઉચ્ચ જોખમ ધરાવતા દેશોમાં સામેલ કર્યું, આરોગ્ય સંકટ ચેતવણી જારી કરી

    November 13, 2026

    ૧૫૦ વર્ષમાં ઘટ્યું Human Bodyનું સરેરાશ તાપમાન, વૈજ્ઞાનિકો પણ ચોંક્યા

    November 6, 2026

    Franceમાં મોંઘવારી અને ઓછા પગાર સામે જનઆક્રોશ! ૬ લાખથી વધુ લોકો રસ્તા પર ઉતર્યા

    November 6, 2026

    દિવાળી પહેલાં Amul ઘીનો ભાવ રૂ.૬૩૦થી વધીને રૂ.૬૮૦ થયો; ૧૦૦ ગ્રામ બટરનું પેક રૂ.૬૩ને બદલે રૂ.૬૬માં મળશે

    November 4, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Rajkot મહેસૂલ વિભાગમાં મોટો વહીવટી ફેરફારઃ એકસાથે ૧૧૫ નાયબ મામલતદારોની બદલી

    November 13, 2026

    ભારત El Niñoના ખતરાનો સામનો કરી રહ્યું છે, ડબ્લ્યુએચઓએ તેને ઉચ્ચ જોખમ ધરાવતા દેશોમાં સામેલ કર્યું, આરોગ્ય સંકટ ચેતવણી જારી કરી

    November 13, 2026

    Rajkotમાં કામમાં ચિકચિક કરતી વાડી માલકિન મહિલાને એમપીના ભાગીયાએ પતાવી દીધી

    November 13, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact
    • Editorial Policy
    • Correction Policy

    Type above and press Enter to search. Press Esc to cancel.