Mumbaiતા.25
ભારતીય શેરબજાર સોમવારના કડાકા બાદ ફરી તેજીના પાટે ચડી ગયુ હતુ અને સેન્સેકસમાં 1500 પોઈન્ટથી વધુનો ઉછાળો નોંધાયો હતો. જયારે સોના-ચાંદીમાં એક દિવસની તેજી બાદ ફરી ધબડકો થઈ ગયો હતો.
શેરબજારમાં આજે શરૂઆત જ ગેપ-અપ હતી. ક્રુડતેલમાં ઘટાડા, વિદેશી નાણાં સંસ્થાઓની જંગી લેવાલી, ભારતનો વિકાસદર સાત ટકાથી વધુ રહેવાના રિપોર્ટ સહિતના કારણોના પ્રભાવ હેઠળ તેજી તરફી છલાંગ લગાવી હતી. શરૂઆતમાં જ મોટાભાગના શેરો ગ્રીનઝોનમાં ખુલ્યા હતા અને સતત વધતા રહ્યા હતા.
જાણીતા શેરબ્રોકરોના કહેવા પ્રમાણે વૈશ્વિક ઘટનાક્રમો શાંત થવાથી માનસ જ તેજીનુ છે. નાણાં સંસ્થાઓ સાથે ઈન્વેસ્ટરોની પણ ચિકકાર ખરીદી આવી રહી હોવાથી ટ્રેન્ડ પોઝીટીવ છે.
શેરબજારમાં આજે પીબી ફીનટેક, મેકસ, હેલ્થકેર, ઈન્ફોસીસ, એચડીએફસી બેંક, આઈસીઆઈસીઆઈ બેંક, રીલાયન્સ, વોડાફોન, યસ બેંક, સુઝલોન, મીશો, બજાજ હોલ્ડીંગ વગેરેમાં ઉછાળો હતો જયારે નેલ્કો, નવીન ફલોરો, ટાટા સ્ટીલ, ટાટા પાવર, પતંજલી વગેરેમાં ઘટાડો હતો.
મુંબઈ શેરબજારનો સેન્સેકસ ઈન્ટ્રા-ડે 1561 પોઈન્ટના ઉછાળાથી 83997 થયા બાદ થોડો દબાઈને 1412 પોઈન્ટનાં ઉછાળાથી 83848 સાંપડયો હતો. નીચામાં 83380 થયો હતો નીફટી 413 પોઈન્ટના ઉછાળાથી 25767 સાંપડયો હતો.
બીજી તરફ સોના-ચાંદીમાં એક દિવસની તેજી `રીલીફ રેલી’ જ સાબીત થઈ હો તેમ ભાવમાં ગાબડા પડયા હતા. વિશ્વ બજારમાં સોનુ ફરી 3600 ડોલરની નીચે ઉતરીને 3552 સોનુ ફરી 3600 ડોલર આવી ગયુ હતું.લોકલ વાયદામાં ગગડીને 121725 હતું ચાંદી વાયદામાં ફરી 1.50 લાખની નીચે આવી ગઈ હતી અને ભાવ 144417 સાંપડયો હતો.

