હાર્વર્ડ સહિતની વિખ્યાત યુનિ.માં ભણેલા અને આઈપીએસ બનેલા સક્ષમ અધિકારીની કસોટી
New Delhi,તા.12
દિલ્હીના બ્લાસ્ટસની તપાસ હવે નેશનલ ઈન્વેસ્ટીગેશન એજન્સીને સુપ્રત કરાઈ છે જેનું નેતૃત્વ આ કેન્દ્રીય એજન્સીના એડીજી વિજય સખારેને સુપ્રત કરાઈ છે.એક અત્યંત સક્ષમ અધિકારી તરીકે જાણીતા તથા આઈઆઈટીમાં ટોપર બન્યા બાદ આઈપીએસ સેવામાં જોડાયેલા શ્રી સખારેની ટીમમાં 10 અધિકારીઓને જોડયા છે.
જેમાં બે ડીઆઈજી, ત્રણ એસપી અને બાકીના ડીએસપી કક્ષાના અધિકારી અને કુલ 500 અલગ અલગ રેન્જના જવાનો સામેલ હશે. 1996 બેચના સખારે પ્રોફેશનલ પોલીસીંગમાં નિષ્ણાંત છે.તેઓ અગાઉ કેરળ પોલીસમાં કામ કરી ચુકયા છે. તેઓએ હાર્વર્ડ યુનિ. ઉપરાંત યુએસએ પબ્લીક એડમીનીસ્ટ્રેશનમાં પણ માસ્ટર કર્યુ છે.

