Gondal, તા. 14
છેલ્લાં એક બે અઠવાડીયાથી ગોંડલનાં ગામડાંઓમાં જઈ લોક પ્રશ્નો જાણી ગોંડલ પંથકમાં ‘આપ’નું પ્લેટફોર્મ બનાવવાં મથી રહેલા આપનાં મહીલા નેતા જિગીશા બેન નગરપાલિકા કચેરીએ ચિફ ઓફિસર ની ચેમ્બર માં રજુઆત કરી રહ્યા હતા ત્યારે ત્યાં આવી પંહોચેલા નગરપાલિકા નાં પુર્વ પ્રમુખ અને ભાજપ નાં આગેવાન મનસુખભાઈ સખીયા વચ્ચે શાબ્દિક ધડબડાટી બોલી હતી.જેને લઇ ને ચેમ્બર પાસે ટોળા એકઠાં થયાં હતાં.
જિગીશા પટેલ પાલીકા નાં કેટલાક સફાઈ કામદારોનાં કાયમી હુકમ અંગેનાં જુના પ્રશ્નો અંગે ચિફ ઓફિસર ટ્વિંકલબેન પટેલ ને રજુઆત કરી રહ્યા હતા. દરમિયાન તેમણે ગોંડલનાં વિવિધ પ્રશ્નો અંગે રજુઆત શરુ કરતા મનસુખભાઈ સખીયા ઉશ્કેરાયા હતા.અને જિગીશાબેન તમે જુનાગઢ નાં છો તો જુનાગઢ ની ચિંતા કરો એવું કહી આડે હાથ લીધાં હતા.અને કહ્યુ કે નાનામોટાં પ્રશ્નો દરેક ગામે ગામ હોય પરંતુ કેટલાં કામ સારાં થયા છે.
એ સ્વિકારો.વિકાસ ની દ્ર્સ્ટી એ ગોંડલ સૌરાષ્ટ્ર માં આગવું સ્થાન ધરાવે છે.ગોંડલ ની શાંતિને ડહોળવા પ્રયત્નો ના કરો.અહીં શાંતી છે.લોકો સુખી છે.મનસુખભાઈ સખીયાએ ટોણો મારતા કહ્યુ કે હમણાંથી કેટલાક લોકોને ગોંડલમાં ચુંટણી લડવી હોય બહાર થી ગોંડલ દોડી આવી ખોટી ચિંતા દાખવી લોકોને ઉશ્કેરી રહ્યા છે. પરંતુ આ લોકો પ્રજા નો વિશ્વાસ જીતી નહી શકે.
સામાં પક્ષે જિગીશાબેન પટેલે પણ તેમની આક્રમક મુદ્રા માં દલીલો કરતા વાત વધી પડી હતી.આખરે જિગીશાબેન પટેલ ની સફાઈ કામદારો અંગેની લેખીત રજુઆત સ્વિકારાતા તેઓ રવાના થયાં હતા. આમ આદમી પાર્ટીનાં સ્થાનિક મહીલા આગેવાન નિમિષાબેન ખુંટ પણ હમણાં થી ગોંડલ નાં લોકપ્રશ્નો અંગે વિડીયો વાયરલ કરી રહ્યા છે.બીજી બાજુ જિગીશાબેન પટેલ પણ જાણે ગોંડલ ને કેમ્પ બનાવી લોકપ્રશ્નો અંગે ગામડાની મુલાકાત લઇ રહ્યાનાં વિડીયો સોશિયલ મિડીયામાં ચમકી રહ્યા હોય વિધાન સભાનીચુંટણીને હજુ બે વર્ષ ની વાર હોવા છતા ચુંટણી જેવું વાતાવરણ સર્જાયુ છે.

