Porbandar તા.20
પોરબંદરના કડીયાપ્લોટ વિસ્તારમાં જૂનાગઢના સોની વેપારીએ 4 વર્ષ પહેલા દુકાન શરૂ કરી હતી ત્યારે શ્રમિક પાસે થી રોકડ અને જુનુ સોનુ સહિત મુદ્દામાલ લઇ સોનાનાના દાગીના ના વાયદા કર્યા હતા પરંતુ દાગીના ન બનાવી આપતા પોલીસ ફરિયાદ બાદ તેની ધરપકડ કરાઈ છે.
પોરબંદરના કડીયાપ્લોટ હાઉસીંગ કોલોની શેરી નં. બે માં રહેતા અને માર્કેટીંગ યાર્ડમાં મજૂરીકામ કરતા સંજય કલ્યાણજીભાઈ રાઠોડ એ દોઢેક માસ પહેલા પોલીસ ફરિયાદ નોંધાવી જણાવ્યું હતું કે વર્ષ 2022 માં તેના માતા હંસાબેન પાસે જુના સોનાના બે ચેઇન હતા જેને ભંગાવીને બંને ભાઇઓ સંજય અને પારસની પત્નીઓ માટે દોઢ દોઢ તોલાના સોનાના સેટ કરાવવાના હતા તેના માટે કડીયાપ્લોટ શેરી નં. 9 માં આવેલ આશાપુરા જવેલર્સ વાળા ધર્મેશભાઇની દુકાનમાં તેના સબંધી અર્જુન પાલાએ સોનીની દુકાન શરૂ કરી હતી ત્યાં અર્જુને 70 હજાર રૂપિયા રોકડા અને અઢી તોલા સોનું આપે એટલે દોઢ-દોઢ તોલાના સેટ કરી આપવાની ખાતરી આપી હતી ત્યારે સંજયે 70 હજારની રોકડ અને દાગીના આપી દીધા હતા અને દોઢ દોઢ તોલાના સેટ કરી આપવા જણાવ્યું હતુ.
ત્યારબાદ અવારનવાર દુકાને જઈને દાગીના માંગ્યા હતા પરંતુ આપ્યા ન હતા સોનુ આપ્યાના દોઢ મહિનાની અંદર જ અર્જુન તેની દુકાન બંધ કરીને જતો રહ્યો હતો. ત્યારબાદ સંજય અનેક વખત ફોન પર દાગીના ની માંગણી કરી હતી.
પરંતુ અર્જુન એ આપ્યા ન હતા આથી તેને પોલીસ ફરિયાદ નોંધાવી હતી જેમાં ગઈકાલે કમલાબાગ પોલીસ મથક ના સબ ઇન્સ્પેક્ટર જે એલ જાડેજા તથા કોન્સ્ટેબલ કૌશિકકુમાર રામજીભાઈ ને મળેલી બાતમી આધારે જુનાગઢ જોશીપુરા ગણેશ નગર વિસ્તારમાંથી અર્જુન ને ઝડપી લઇ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

