Upletaતા.20
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અંતર્ગત મોટીમારડ જિલ્લા પંચાયત તથા તાલુકા પંચાયતની સીટના ભાજપના ઉમેદવારો માટે છત્રાસા કલાણા સહિતના ગામોના આગેવાનો ને સાથે રાખી ગ્રામજનો સાથે બેઠક કરી હતી.
ગ્રામજનો દ્વારા તેઓનું ઉમળકાભેર સ્વાગત કરવામાં આવ્યું હતું. આ પ્રવાસમાં રાજકોટ જિલ્લા ભાજપના મહામંત્રી રવિભાઈ માકડીયા જીલ્લા ભાજપના મહિલા આગેવાન અનિતાબેન ચૌહાણ રમેશભાઈ ધડુકના નજદીક ના ટેકેદાર અજયભાઈ જાગાણી હરસુખભાઈ માકડીયા સહિતના આગેવાનો જોડાયા હતા.

