રાહુલે વધુમાં કહ્યું હતું કે અમિત શાહ સંસદમાં ધુ્રજતા હાથોએ ચૂંટણી પંચ માટે સ્પષ્ટતા કરતા જોવા મળ્યા, મે તેમને મારી પ્રેસ કોન્ફરંસ પર ચર્ચા કરવા ખુલ્લો પડકાર ફેંક્યો હતો.
પ્રિયંકા ગાંધીએ ભાજપને બેલેટ પેપર દ્વારા ચૂંટણી લડવાનો પડકાર ફેંક્યો હતો, રેલીને સંબોધતા પ્રિયંકાએ કહ્યું હતું કે હું ભાજપને પડકાર ફેંકું છું કે તેઓ પેલેટ પેપરથી ચૂંટણી લડીને બતાવે, ભાજપને પુરી ખાતરી છે કે જો બેલેટ પેપરથી ચૂંટણી કરાવશે તો તે ક્યારેય ચૂંટણી નહીં જીતી શકે.
બિહારમાં આચાર સંહિતા લાગુ હોવા છતા ભાજપે મહિલાઓના બેંક ખાતામાં ૧૦ હજાર રૂપિયા જમા કરાવ્યા હતા. આ રેલીમાં કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ પણ ભાષણ આપ્યું હતું, તેમણે કહ્યું હતું કે ભાજપ ગદ્દાર, ડ્રામેબાઝ છે, તેને સત્તામાંથી દૂર કરવી જરૂરી છે. પુત્રનુ બેંગલુરુમાં ઓપરેશન હતંુ, પરંતુ મે આ દેશના ૧૪૦ કરોડ લોકોને બચાવવા માટે યોજાયેલી આ રેલીમાં આવવાનું પસંદ કર્યંુ. આ રેલીમાં વોટ ચોર ગદ્દી છોડના નારા લાગ્યા હતા.
ભાજપના નેતા શહઝાદ પૂનાવાલાએ સોશિયલ મીડિયા એક્સ પર પોસ્ટ કરીને લખ્યું હતું કે કોંગ્રેસનો એજન્ડા સ્પષ્ટ થઇ ગયો છે, તેઓ એસઆઇઆરની વાત નથી કરતા, એસઆઇઆરના નામ પર મોદીને હટાવવા માગે છે. તાજેતરમાં જ રાહુલ ગાંધીએ ચૂંટણી પંચને ધમકી આપી હતી. કોંગ્રેસ ૧૫૦થી વધુ વખત પીએમ મોદીને ગાળો આપી ચુકી છે. પૂનાવાલાએ એક વીડિયો શેર કર્યો હતો જે કોંગ્રેસની રેલીનો હોવાનો દાવો તેમણે કર્યો હતો, સાથે જ કહ્યું હતું કે આ વીડિયોમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અંગે વાંધાજનક શબ્દો બોલવામાં આવી રહ્યા છે. આ વીડિયોમાં કેટલીક મહિલાઓ મોદી તેરી કબર ખુદેગીના નારા લગાવતી જોવા મળી રહી છે. ભાજપે આ વીડિયોને લઇને કોંગ્રેસ પર પ્રહારો કર્યા છે.
