Botad,તા.29
બોટાદ શહેરના મિલેટ્રી રોડ પર આજે સવારના સમયે બોલેરો પી-કપ વાહન પલટી જતા અકસ્માત સર્જાયો હતો. વાડીમાં ભોજન સમારંભનું આયોજન કરાયું હોય કાકા દાદા નો પરિવાર પરિવાર બોલેરો પિક-અપ ગાડીનું સંતુલન ગુમાવી દેતા તે પલટી જતાં ઘટનાસ્થળે જ એક બાળકી સહિત 2 ના કમ કમાટી ભર્યા મોત નીપજ્યા હતા. આ દુર્ઘટનામાં આશરે 25થી વધુ ને નાની-મોટી ઈજાઓ પહોંચી છે.
આ અકસ્માતમાં શહેનાજબેન મહેબૂબભાઈ માકડ, અને આલિયા ઈરફાનભાઈ મુળીયા (બાળકી) નું મોત નીપજ્યું હતું જ્યારે આયેશાબેન મયુદ્દીનભાઈ માકડ ,સુનૈનબેન તાહિરભાઈ,એમનબેન સરફરાજભાઈ, નજમાબેન સલીમભાઈ માકડ, સુહાનીબેન તાહીરભાઈ ખંભાતી, જૈદ અલાઉદ્દીનભાઈ, નેમતબેન ઇલિયાસભાઈ ગાંજા, શરીફાબેન બહાઉદીનભાઇ, અહમદભાઈ અલાઉદ્દીનભાઈ, હસનેન મયુદ્દીનભાઈ,માહિનબેન મયુદિનભાઈ માકડ,સુહાનાબેન,નસીમબેન અફઝલભાઈ ને નાની મોટી ઇજા થતાં બોટાદ થી સોનાવાલા હોસ્પિટલમાં સારવાર છે.
ખસેડાયેલ જ્યારે અન્ય ઇજાગ્રત મરિયમ મહેબુબભાઇ માકડ, શબાના બેન યુસુફભાઈ માકડ, નજમાબેન મુન્નાભાઈ માકડ, સાહિનબેન યુસુફભાઈ માકડ, હાજરાબેન મોસીનભાઈ ખલ્યાણી, સલમાબેન સોહિલભાઈ માકડ, જીયાબેન સોહિલભાઈ માકડ ,નસીરાબેન સોહીલભાઇ માકડ,રીઝવાના બેન આદિલભાઈ માકડ, માલીબેન આદિલભાઈ માકડ, અંજુમનબેન અલાઉદ્દીનભાઈ માકડ, મહેકબેન હકાભાઇ ગાંજા ને બોટાદની સબીહા હોસ્પિટલમાં સારવાર ખસેડાયેલ.
જ્યારે મસીરાબેન ઇલિયાસભાઈ ને વધુ સારવાર અર્થે અમદાવાદ ખસેડવામાં આવેલ છે. આ બનાવને પગલે મુસ્લિમ સમાજમાં ગમગીની સાથે શોકનો માહોલ ફેલાયેલ છે.
