Botad,તા.30
શ્રી ઉમિયા મહિલા આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ લાઠીદડ માં આજ રોજ થેલેસેમીયા ટેસ્ટિંગ કેમ્પ’ નું આયોજન કરવામાં આવ્યું હતું.આ કેમ્પ માં દરેક વિધાર્થીની બહેનો થેલેસેમીયા ટેસ્ટ કરાવવા માટે ઉપસ્થિત રહી હતી.
આ કેમ્પ દરમિયાન આરોગ્ય કર્મચારીઓ દ્વારા થેલેસેમીયા રોગ શું છે,તેની અસર અને સમયસર તપાસ નું મહત્વ સમજાવવામાં આવ્યું હતું. કેમ્પ માં ઉપસ્થિત તમામ વિધાર્થીની બહેનો ના રક્તના નમૂનાઓ લઈને થેલેસેમીયા અંગે તપાસ કરવામાં આવી હતી તથા જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

