Botad, તા.30
શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ ખાતે પવિત્ર ધનુર્માસ નિમિત્તે તારીખ 30-12, મંગળવારના રોજ પ.પૂ. શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી (અથાણાવાળા)ની પ્રેરણાથી શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજી દાદાને વૃંદાવનમાં તૈયાર થયેલા એમ્બ્રોઈડરી વર્કવાળા ફુલની ડિઝાઈનવાળા વાઘાની ધરાવવામાં આવ્યા હતા. મંદિરમાં દાદાના સિંહાસનને સુશોભિત કરવામાં આવ્યું હતું.
સવારે 5:30 કલાકે મંગળા આરતી અને સવારે 7:00 કલાકે શણગાર આરતી પૂજારી સ્વામી દ્વારા કરવામાં આવી હતી. દાદાને 51 ડઝન કેળાનો અન્નકૂટ ધરવામાં આવ્યો હતો. સાંજે 04:કલાકે દાદાનુ દિવ્ય રાજોપચાર પૂજનનુ આયોજન કરવામાં આવેલ છે. મંદિર યજ્ઞશાળામાં મારુતિયજ્ઞ નું આયોજન કરવામાં આવ્યું હતું.
પવિત્ર ધનુર્માસ (તા. 16 ડિસેમ્બર 2025 થી તા. 14 જાન્યુઆરી 2026) દરમિયાન વિશ્વ કલ્યાણ અને પારિવારિક શાંતિના અર્થે વિશેષ જાપ યજ્ઞનો પ્રારંભ કરવામાં આવ્યો છે. શ્રી હનુમાન ચાલીસાના પાઠ તેમજ ૐ નમો હનુમતે ભયભંજનાય સુખમ્ કુરુ ફટ્ સ્વાહા. દરરોજ સવારે 7 થી 12 અને સાંજે 3 થી 6:30 કલાક દરમિયાન કરવામાં આવેછે.આજના આ દિવ્ય દર્શનનો લાભ હજારો ભક્તોએ પ્રત્યક્ષ લઈ ધન્યતા અનુભવી હતી.

