Surendaranagar, તા.1
નવા વર્ષની ઉજવણી શાંતિપૂર્ણ માહોલ વચ્ચે થાય તે પ્રકારના પ્રયાસો સુરેન્દ્રનગર પોલીસ વિભાગ દ્વારા શરૂ કરવામાં આવ્યા છે ત્યારે વર્ષના છેલ્લા દિવસે એટલે કે થર્ટી ફર્સ્ટની નાઇટમાં પોલીસ વિભાગ દ્વારા સઘનન ચેકિંગ કામગીરી હાથ ધરવામાં આવી હતી. સુરેન્દ્રનગર જિલ્લામાં ચેકપોસ્ટ ઉભા કરી અને ચેકિંગ કામગીરી હાથ ધરવામાં આવી છે જેમાં સુરેન્દ્રનગર જિલ્લામાં 08 જેટલી ચેકપોસ્ટ ઉભી કરવામાં આવી હતી.
સુરેન્દ્રનગર જિલ્લામાં અને ચીન્ય બનાવ ન બને અને શાંતિપૂર્ણ માહોલ વચ્ચે રાત્રિના નવા વર્ષની ઉજવણી થાય તે પ્રકારના પોલીસ વિભાગ દ્વારા પ્રયાસો હાથ ધરી અને પૂરતો શહેરમાં બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે જેમાં એક પોલીસવડા તેમજ 04 ડીવાયએસપી 15 પી.આઈ 36 પીએસઆઇ 620 પોલીસ કર્મચારીઓ અને 370 જેટલા જીઆરડી અને હોમગાર્ડ જવાનોનો બંદોબસ્ત તૈનાત કરવામાં આવ્યો હતો.
સુરેન્દ્રનગર જિલ્લામાં 31મી ડિસેમ્બરને લઈ રાત્રિ દરમિયાન સઘનન ચેકિંગ કામગીરી હાથ ધરવામાં આવી છે જેમાં 68 જેટલા બે્રથ એનેલાઇઝર નો ઉપયોગ કરવામાં આવ્યો છે આ ઉપરાંત 201 જેટલા બોડીવોર્ન કેમેરા પણ પોલીસ કર્મચારીઓને આપવામાં આવ્યા છે અને જિલ્લામાં શાંતિ જળવાઈ તે માટે હોટલો ફાર્મ હાઉસ કલમો પ્રાઇવેટ પાર્ટી પ્લોટ વગેરેનું પણ મોડી રાત્રે ચેકિંગ કામગીરી હાથ ધરવામાં આવી હતી.
20 જેટલી સી ટીમને પણ આખી રાત કામે લગાવી અને તપાસ કામગીરી શરૂ કરવામાં આવી હતી સુરેન્દ્રનગર જિલ્લામાંથી બહારથી આવતા વાહનો છે તેનું ચેકિંગ કામગીરી હાથ ધરવામાં આવી રહી છે અને ખાસ કરીને દારૂ પીધેલી હાલતમાં અથવા તો નશાની હાલતમાં હોય તેવા તત્વો સામે અને વાહન ચાલકો સામે કાર્યવાહી પણ શરૂ કરવામાં આવી હતી.

