સોના-ચાંદીમાં સામસામા રાહઃ સોનાના વાયદામાં રૂ.2293નો કડાકો, ચાંદીના વાયદામાં રૂ.12083નો ઉછાળો
ક્રૂડ તેલનો વાયદો રૂ.49 લપસ્યોઃ ઇલેક્ટ્રિસિટી વાયદો રૂ.133 તેજઃ એલચીમાં રૂ.9ની નરમાઇઃ મેન્થા તેલનો વાયદો રૂ.51.70 વધ્યોઃ કોમોડિટી વાયદાઓમાં રૂ.556441 કરોડ અને કોમોડિટી ઓપ્શન્સમાં રૂ.6255663 કરોડનું સાપ્તાહિક ટર્નઓવરઃ સોના-ચાંદીના વાયદાઓમાં રૂ.443655 કરોડનાં સાપ્તાહિક કામકાજઃ બુલિયન ઇન્ડેક્સ બુલડેક્સ વાયદો 34851 પોઇન્ટના સ્તરે
મુંબઈઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર 26 ડિસેમ્બર-2025થી 1 જાન્યુઆરી-2026ના સપ્તાહ દરમિયાન વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ તથા ઇન્ડેક્સ ફ્યુચર્સ અને ઓપ્શન્સમાં રૂ.6812198.24 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કોમોડિટી વાયદાઓમાં રૂ.556441.35 કરોડનાં કામકાજ થયાં હતાં. કોમોડિટી વાયદા પરના ઓપ્શન્સમાં રૂ.6255663.85 કરોડનું નોશનલ ટર્નઓવર નોંધાયું હતું. બુલિયન ઇન્ડેક્સ બુલડેક્સ જાન્યુઆરી વાયદો 34851 પોઇન્ટના સ્તરે પહોંચ્યો હતો. કોમોડિટી ઓપ્શન્સમાં કુલ સાપ્તાહિક પ્રીમિયમ ટર્નઓવર રૂ.36676.96 કરોડનું થયું હતું.
સમીક્ષા હેઠળના સપ્તાહ દરમિયાન કીમતી ધાતુઓમાં સોના-ચાંદીના વાયદાઓમાં રૂ.443655.16 કરોડનાં કામકાજ થયાં હતાં. એમસીએક્સ સોનું ફેબ્રુઆરી વાયદો સપ્તાહના પ્રારંભે 10 ગ્રામદીઠ રૂ.138574ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઇન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.140465 અને નીચામાં રૂ.134300ના મથાળે અથડાઈ, રૂ.138097ના આગલા બંધ સામે સપ્તાહના અંતે રૂ.2293 ઘટી રૂ.135804ના ભાવે બોલાયો હતો. ગોલ્ડ-ગિની જાન્યુઆરી વાયદો 8 ગ્રામદીઠ રૂ.115 ઘટી રૂ.111936ના ભાવે બંધ થયો હતો. ગોલ્ડ-પેટલ જાન્યુઆરી વાયદો સપ્તાહના અંતે 1 ગ્રામદીઠ રૂ.42 ઘટી રૂ.13944ના ભાવે બોલાયો હતો. સોનું-મિની ફેબ્રુઆરી વાયદો 10 ગ્રામદીઠ રૂ.2316 ઘટી સપ્તાહના અંતે રૂ.135771 થયો હતો. ગોલ્ડ-ટેન જાન્યુઆરી વાયદો સપ્તાહના પ્રારંભે 10 ગ્રામદીઠ રૂ.138800ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઇન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.140867 અને નીચામાં રૂ.131989ના મથાળે અથડાઈ, રૂ.138443ના આગલા બંધ સામે સપ્તાહના અંતે રૂ.1746 ઘટી રૂ.136697 થયો હતો.
ચાંદીના વાયદાઓમાં ચાંદી માર્ચ વાયદો સપ્તાહના પ્રારંભે કિલોદીઠ રૂ.224374ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઇન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.254174 અને નીચામાં રૂ.222502ના સ્તરને સ્પર્શી, રૂ.223790ના આગલા બંધ સામે સપ્તાહના અંતે રૂ.12083ના ઉછાળા સાથે રૂ.235873ના સ્તરે પહોંચ્યો હતો. સપ્તાહના અંતે કિલોદીઠ ચાંદી-મિની ફેબ્રુઆરી વાયદો રૂ.13688ની તેજી સાથે રૂ.237998ના સ્તરે પહોંચ્યો હતો. ચાંદી-માઇક્રો ફેબ્રુઆરી વાયદો રૂ.13697 ઊછળી સપ્તાહના અંતે રૂ.238010 થયો હતો.
બિનલોહ ધાતુઓમાં રૂ.76529.16 કરોડનાં કામકાજ થયાં હતાં. સપ્તાહના અંતે કિલોદીઠ તાંબું જાન્યુઆરી વાયદો રૂ.120.05 વધી રૂ.1292.5ના સ્તરે પહોંચ્યો હતો. જસત જાન્યુઆરી વાયદો રૂ.3 વધી રૂ.308.05ના ભાવે સપ્તાહના અંતે બંધ થયો હતો. એલ્યુમિનિયમ જાન્યુઆરી વાયદો રૂ.9.15 વધી સપ્તાહના અંતે રૂ.297.3ના ભાવે બોલાયો હતો. સીસું જાન્યુઆરી વાયદો 40 પૈસા વધી રૂ.182.75ના ભાવે સપ્તાહના અંતે બંધ થયો હતો.
એનર્જી સેગમેન્ટમાં રૂ.36117.09 કરોડનાં કામકાજ થયાં હતાં. એમસીએક્સ ઇલેક્ટ્રિસિટી જાન્યુઆરી વાયદો સપ્તાહના પ્રારંભે એમડબલ્યુએચદીઠ રૂ.4373ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઇન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.4540 અને નીચામાં રૂ.4251ના સ્તરને સ્પર્શી, સપ્તાહના અંતે રૂ.133ની તેજી સાથે રૂ.4486ના સ્તરે પહોંચ્યો હતો. ક્રૂડ તેલ જાન્યુઆરી વાયદો સપ્તાહના પ્રારંભે બેરલદીઠ રૂ.5281ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઇન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.5314 અને નીચામાં રૂ.5170ના સ્તરને સ્પર્શી, રૂ.5272ના આગલા બંધ સામે સપ્તાહના અંતે રૂ.49 ઘટી રૂ.5223ના ભાવે બંધ થયો હતો. ક્રૂડ તેલ-મિની જાન્યુઆરી વાયદો સપ્તાહના અંતે રૂ.49 ઘટી રૂ.5223 થયો હતો. નેચરલ ગેસ જાન્યુઆરી વાયદો એમએમબીટીયુદીઠ રૂ.9.6 ઘટી સપ્તાહના અંતે રૂ.329.5 થયો હતો. નેચરલ ગેસ-મિની જાન્યુઆરી વાયદો રૂ.9.4 ઘટી રૂ.329.8ના સ્તરે સપ્તાહના અંતે પહોંચ્યો હતો.
કૃષિચીજોના વાયદાઓમાં મેન્થા તેલ જાન્યુઆરી વાયદો સપ્તાહના પ્રારંભે કિલોદીઠ રૂ.960ના ભાવે ખૂલી, સપ્તાહના અંતે રૂ.51.7 વધી રૂ.1008.1 થયો હતો. એલચી જાન્યુઆરી વાયદો સપ્તાહના પ્રારંભે કિલોદીઠ રૂ.2650ના ભાવે ખૂલી, સપ્તાહના અંતે રૂ.9 ઘટી રૂ.2641 થયો હતો.
કામકાજની દૃષ્ટિએ એમસીએક્સ પર સમીક્ષા હેઠળના સપ્તાહ દરમિયાન સોનાના વિવિધ વાયદાઓમાં રૂ.176923.68 કરોડ અને ચાંદીના વિવિધ વાયદાઓમાં રૂ.266731.48 કરોડનાં કામકાજ થયાં હતાં. તાંબાંના વાયદાઓમાં રૂ.68287.78 કરોડ, એલ્યુમિનિયમ અને એલ્યુમિનિયમ-મિનીના વાયદાઓમાં રૂ.3723.49 કરોડ, સીસું અને સીસું-મિનીના વાયદાઓમાં રૂ.233.03 કરોડ, જસત અને જસત-મિનીના વાયદાઓમાં રૂ.4284.85 કરોડનાં કામકાજ થયાં હતાં.
ઇલેક્ટ્રિસિટીના વાયદામાં રૂ.88.05 કરોડનાં કામકાજ થયાં હતાં. ક્રૂડ તેલ અને ક્રૂડ તેલ-મિનીના વાયદાઓમાં રૂ.4125.77 કરોડનાં કામકાજ થયાં હતાં. નેચરલ ગેસ અને નેચરલ ગેસ-મિનીના વાયદાઓમાં રૂ.31903.28 કરોડનાં કામ થયાં હતાં. એલચીના વાયદામાં રૂ.3.03 કરોડનાં કામ થયાં હતાં.
ઓપન ઇન્ટરેસ્ટ સપ્તાહના અંતે સોનાના વાયદાઓમાં 15753 લોટ, સોનું-મિનીના વાયદાઓમાં 49198 લોટ, ગોલ્ડ-ગિનીના વાયદાઓમાં 12588 લોટ, ગોલ્ડ-પેટલના વાયદાઓમાં 180592 લોટ અને ગોલ્ડ-ટેનના વાયદાઓમાં 23896 લોટના સ્તરે હતો. ચાંદીના વાયદાઓમાં 13147 લોટ, ચાંદી-મિનીના વાયદાઓમાં 28310 લોટ અને ચાંદી-માઇક્રો વાયદાઓમાં 54013 લોટના સ્તરે રહ્યો હતો. ઇલેક્ટ્રિસિટીના વાયદાઓમાં 342 લોટ, ક્રૂડ તેલના વાયદાઓમાં 18244 લોટ, નેચરલ ગેસના વાયદાઓમાં 25286 લોટના સ્તરે રહ્યો હતો.
ઇન્ડેક્સ ફ્યુચર્સની વાત કરીએ તો, બુલડેક્સ જાન્યુઆરી વાયદો 35200 પોઇન્ટના સ્તરે ખૂલી, સપ્તાહ દરમિયાન ઇન્ટ્રા-ડેમાં ઉપરમાં 36705 પોઇન્ટના સ્તર અને નીચામાં 34293 પોઇન્ટના સ્તરને સ્પર્શી, સપ્તાહના અંતે 359 પોઇન્ટ વધી 34851 પોઇન્ટના સ્તરે પહોંચ્યો હતો.

