Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Rajkot: જગદીશ વિશ્વકર્માએ મૌલેશ ઉકાણી સાથે બેઠક કરી

    June 16, 2026

    ૧૬ મહિના બાદ G7 માં PM મોદી-ટ્રમ્પ વચ્ચે મુલાકાત

    June 16, 2026

    ૪૦ મિનિટમાં ૮ મોટા ભૂકંપ આવતા China માં ઈમરજન્સી એલર્ટ

    June 16, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Rajkot: જગદીશ વિશ્વકર્માએ મૌલેશ ઉકાણી સાથે બેઠક કરી
    • ૧૬ મહિના બાદ G7 માં PM મોદી-ટ્રમ્પ વચ્ચે મુલાકાત
    • ૪૦ મિનિટમાં ૮ મોટા ભૂકંપ આવતા China માં ઈમરજન્સી એલર્ટ
    • US-Iran તણાવ,વિદેશી રોકાણકારોનું વેચાણ અને ભારતીય શેરબજાર:વૈશ્વિક અનિશ્ચિતતા વચ્ચે ભારતીય અર્થતંત્ર
    • સાંપ્રત સમયમાં”આલોક” અને”પરલોક” શબ્દનાં ત્રિપરિમાણીય અર્થને કંઈ રીતે મૂલવીશું?
    • રામ મંદિર દાન કેસઃ અયોધ્યામાં આ મહાપાપ પાછળ કઈ ગેંગનો હાથ છે,Akhilesh Yadav
    • Bhavnagar: મહુવા-સોમનાથ હાઈવે પર ઈનોવા કાર પલટતાં દારૂની રેલમછેલ
    • પાડું પત્ની કુંતી, પાંડવોની માતા હોવા છતાં પંચ કુમારિકા તરીકે ખૂબ શુદ્ધ ચરિત્ર ધરાવે છે!
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Wednesday, June 17
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»વ્યાપાર»શેરબજારમાં શોર્ટ કવરિંગ અને સ્થાનિક ખરીદીથી સકારાત્મક સેન્ટિમેન્ટ…!!!
    વ્યાપાર

    શેરબજારમાં શોર્ટ કવરિંગ અને સ્થાનિક ખરીદીથી સકારાત્મક સેન્ટિમેન્ટ…!!!

    Shri Nutan SaurashtraBy Shri Nutan SaurashtraApril 16, 2026Updated:April 17, 2026No Comments6 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૧૬.૦૪.૨૦૨૬ ના રોજ…

    ઈરાન-અમેરિકા વચ્ચેની પાકિસ્તાનમાં યુદ્વ શાંતી મંત્રણા નિષ્ફળ રહ્યા બાદ બન્ને દેશોના હોર્મુઝ સ્ટ્રેટ પર કબજાના દાવાએ વિશ્વનું ટેન્શન વધારી દીધું છે. હવે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન યુદ્વનો ટૂંક સમયમાં અંત આવશે એવું નિવેદન કરતાં અને બન્ને દેશો વચ્ચે સમાધાન કરવા રશીયા, ચીન, ફ્રાંસ સહિતના દેશો આગળ આવતાં યુદ્ધવિરામ લંબાવવાની શકયતાએ વૈશ્વિક બજારોનું સેન્ટીમેન્ટ ફરી સુધર્યું હતું. વૈશ્વિક બજારોમાં તબક્કાવાર સેક્ટર અને સ્ટોકમાં રિકવરી બાદ આજે ભારતીય શેરબજારોમાં અપેક્ષિત ઝડપી ઉછાળો આવ્યો હતો પરંતુ એ ક્ષણિક નીવડી ઉછાળે વેચવાલી યથાવત્ જોવા મળી.

    ક્રુડ ઓઈલના આંતરરાષ્ટ્રીય ભાવોમાં ઘટાડા અને યુદ્વવિરામ લંબાવવા સંમતિ થયા પૂર્વે ફંડોએ શેરોમાં ઓલરાઉન્ડ તેજી કરી હતી સેક્ટર મુજબ જોઈએ તો કેપિટલ ગુડઝ-પાવર, કન્ઝયુમર ડયુરેબલ્સ, ઓટો મોબાઈલ, આઈટી-સોફ્ટવેર સર્વિસિઝ, ટેકનોલોજી શેરો, મેટલ-માઈનીંગ, હેલ્થકેર-ફાર્મા, ઓઈલ-ગેસ, એફએમસીજી શેરોમાં ફંડોએ મોટી ખરીદી કરી હતી.

    આજના ટ્રેડિંગ સેશનમાં ભારતીય શેરબજારમાં શરૂઆતથી જ ખરીદદારો સક્રિય રહ્યા હતા અને ગ્લોબલ માર્કેટ્સમાંથી મળેલા પોઝિટિવ સંકેતો અને સ્થાનિક સ્તરે મજબૂત ખરીદીના કારણે લાર્જકેપ સ્ટોક્સમાં આગેવાની સાથે મિડકેપ અને સ્મોલકેપ સેગમેન્ટમાં પણ વ્યાપક તેજી જોવા મળી હતી, જે બજારની અંદરની મજબૂતીનું સ્પષ્ટ પ્રતિબિંબ દર્શાવે છે.

    બીએસઇ સેન્સેક્સ :- ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૭૮૧૧૧ સામે ૭૮૬૭૭ પોઈન્ટના મથાળેથી ખુલીને નફારૂપી વેચવાલી દ્વારા ૭૭૬૭૪ પોઈન્ટના નીચા મથાળે જોવા મળેલ. સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો…દિવસ દરમ્યાન સરેરાશ ૧૦૫૬ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૧૨૨ પોઈન્ટના ઘટાડા સાથે ૭૭૯૮૮ પોઈન્ટ બંધ થયેલ.

    નિફ્ટી ફ્યુચર :- ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૨૪૨૩૭ સામે ૨૪૩૪૨ પોઈન્ટના મથાળેથી ખુલીને સ્ટોક સ્પેશીફીક ઘટાડો નોંધાવી ૨૪૧૧૪ પોઈન્ટના નીચા મથાળા સુધી જોવા મળેલ. નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો…સરેરાશ ૨૭૬ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૫૧ પોઈન્ટના ઘટાડા સાથે ૨૪૧૮૬ પોઈન્ટ બંધ થયેલ.

    તેજીના મુખ્ય કારણો :- આજની તેજી પાછળનું મુખ્ય કારણ વેલ્યુ બાયિંગ રહ્યું છે, કારણ કે છેલ્લા સેશનમાં થયેલા ઘટાડા પછી કેટલાક ફન્ડામેન્ટલ સ્ટોક્સ આકર્ષક લેવલ પર ઉપલબ્ધ બન્યા હતા. બીજું મહત્વપૂર્ણ કારણ શોર્ટ કવરીંગ રહ્યું છે, જેમાં અગાઉના દિવસોમાં બનાવેલી શોર્ટ પોઝિશન્સ કવર થતા માર્કેટમાં ઝડપી ઉછાળો આવ્યો હતો. ત્રીજું કારણ જોઈએ તો વૈશ્વિક બજારોમાં સુધારો છે. ડાઉ જોન્સ ઇન્ડસ્ટ્રિયલ એવરેજ અને નાસ્ડેક કમ્પોઝિટમાં જોવા મળેલી તેજી ભારતીય બજાર માટે પોઝિટિવ સાબિત થઈ હતી.

    સ્થાનિક પરિબળો :- ભારતીય અર્થતંત્રની મજબૂત સ્થિતિ, વધતી ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રવૃત્તિ અને સરકારી ખર્ચ બજાર માટે પોઝિટિવ છે. સ્થાનિક સંસ્થાગત રોકાણકારો દ્વારા સતત ખરીદી બજારને મજબૂત આધાર આપે છે. બેન્કિંગ સેક્ટરમાં ક્રેડિટ ગ્રોથ મજબૂત છે અને એનપીએ લેવલ નિયંત્રણમાં છે, જે રોકાણકારો માટે વિશ્વાસજનક પરિબળ છે.

    વૈશ્વિક પરિબળો :- વૈશ્વિક બજારોમાં સ્થિરતા અને જીઓ-પોલિટિકલ તણાવમાં થોડો ઘટાડો બજાર માટે સકારાત્મક રહ્યો છે. ડોલર ઇન્ડેક્સમાં સ્થિરતા અને બોન્ડ યીલ્ડમાં મર્યાદિત ઘટાડો રોકાણકારોને ઈક્વિટી તરફ આકર્ષે છે. વૈશ્વિક બજારોમાં પણ સુધારો જોવા મળતા ભારતીય બજારને સપોર્ટ મળ્યો હતો. વૈશ્વિક સ્તરે સેન્ટિમેન્ટ સુધરવાનું મુખ્ય કારણ કેન્દ્રિય બેંકોની નીતિઓમાં સ્થિરતા છે. અમેરિકામાં વ્યાજદર વધારાના દબાણમાં ઘટાડો અને આર્થિક ડેટામાં સુધારો વૈશ્વિક બજારોને સપોર્ટ આપે છે. ચીન તરફથી સ્ટિમ્યુલસની અપેક્ષા વૈશ્વિક કોમોડિટી માંગમાં સુધારો લાવી શકે છે.

    સેક્ટર તરફી માહોલ :- બેન્કિંગ અને ફાઈનાન્સિયલ સેક્ટર આજે માર્કેટના લીડર રહ્યા હતા. ઓટો અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર સેક્ટરમાં મજબૂત ખરીદી જોવા મળી હતી. આઈટી સેક્ટરમાં ગ્લોબલ સપોર્ટને કારણે સુધારો નોંધાયો હતો. મેટલ સેક્ટરમાં કોમોડિટી ભાવમાં સ્થિરતા કારણે મર્યાદિત તેજી રહી હતી. એફએમસીજી અને ફાર્મા સેક્ટર ડિફેન્સિવ સપોર્ટ તરીકે સ્થિર રહ્યા હતા.

    મંદી તરફી કારણો :- એફઆઈઆઈ દ્વારા અસ્થિર પ્રવૃત્તિ બજારમાં વોલેટિલિટી લાવી શકે છે અને દરેક ઊંચા મથાળે નફારૂપી વેચવાલીની શક્યતા ઉભી કરે છે. ક્રૂડ ઓઈલના ભાવમાં ઉછાળો મોંઘવારી વધારી શકે છે. જીઓ-પોલિટિકલ તણાવ ફરી વધી શકે છે.

    એફઆઈઆઈ / ડીઆઈઆઈ :- ડીઆઈઆઈ મજબૂત નેટ બાયર્સ તરીકે બજારને સપોર્ટ આપી રહ્યા છે.એફઆઈઆઈ મિશ્ર વલણ સાથે જોવા મળ્યા હતા, પરંતુ કુલ મળીને વેચવાલીનું દબાણ ઘટ્યું છે.

    કોમોડિટી મૂવમેન્ટ :- કોમોડિટી માર્કેટમાં મિશ્ર પરંતુ સ્થિર ટ્રેન્ડ જોવા મળ્યો હતો. ક્રૂડ ઓઈલમાં મર્યાદિત સ્થિરતા બજાર માટે પોઝિટિવ છે. બેઝ મેટલ્સમાં સુધારો નોંધાયો હતો.

    ભાવિ દિશા :- આગામી દિવસોમાં બજાર વોલેટિલિટી ચાલુ રહેવાની શક્યતાએ પોઝિટિવ ટ્રેન્ડ જાળવી રાખી શકે છે, એફઆઈઆઈ ફ્લો, વૈશ્વિક સંકેતો અને ક્રૂડ ઓઈલના ભાવ માર્કેટ માટે મુખ્ય ટ્રિગર રહેશે. જો ગ્લોબલ પરિસ્થિતિ સ્થિર રહેશે તો બજાર નવી ખરીદી તરફ આગળ વધી શકે છે. આજના ટ્રેડિંગ સેશનમાં બજારની અંદરની મજબૂતી અને વ્યાપક ભાગીદારી દર્શાવે છે કે સેન્ટિમેન્ટ પોઝિટિવ દિશામાં આગળ વધી રહ્યું છે પરંતુ વિદેશી રોકાણકારોની નફારૂપી વેચવાલીને પણ ધ્યાને રાખવી અતિ જરૂરી છે.

    તા.૧૭.૦૪.૨૦૨૬ ના રોજ સ્ટોક માર્કેટ ટ્રેડીંગ સંદર્ભે…

    • તા.૧૬.૦૪.૨૦૨૬ ના રોજ નિફટી ફ્યુચર બંધ ભાવ @ ૨૪૧૮૬ પોઈન્ટ :- આગામી સંભવિત નિફ્ટી ફ્યુચર ૨૪૦૮૮ પોઈન્ટના પ્રથમ અને ૨૪૦૦૮ પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સપોર્ટથી ટ્રેડીંગ સંદર્ભે ૨૪૨૦૨ પોઈન્ટ થી ૨૪૨૭૨ પોઈન્ટ આસપાસ અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. નિફ્ટી ફ્યુચર ૨૪૩૦૩ પોઈન્ટ નજીક સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી જોઇએ….!!!

    હવે જોઈએ સ્ટોક સ્પેસિફિક રેન્જ મૂવમેન્ટ

    • ભારત ફોર્જે ( ૧૮૪૬ ) :- ઓટો કમ્પોનન્ટ્સ & ઇક્વિપમેન્ટ્સ સેક્ટરનો આ સ્ટોક રૂ.૧૮૨૩ નો પ્રથમ તેમજ રૂ.૧૮૦૮ ના બીજા સ્ટ્રોંગ સપોર્ટથી ટૂંકા સમયગાળે રૂ.૧૮૬૩ થી રૂ.૧૮૭૦ આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી શક્યતા છે…!! રૂ.૧૮૭૮ ઉપર તેજી તરફી ધ્યાન…!!
    • વોલ્ટાસ લીમીટેડ ( ૧૪૦૮ ) :- A /T+1 ગ્રુપનો આ સ્ટોક રૂ.૧૩૯૩ આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ…!! રૂ.૧૩૮૦ ના સપોર્ટથી આ સ્ટોક રૂ.૧૪૨૩ થી રૂ.૧૪૩૦ આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી સંભાવના છે…!!
    • રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ ( ૧૩૪૬ ) :- રૂ.૧૩૨૩ નો પ્રથમ તેમજ રૂ.૧૩૧૬ ના બીજા સપોર્ટથી ઓઈલ એન્ડ માર્કેટિંગ સેક્ટરનો રોકાણલક્ષી આ સ્ટોક રૂ.૧૩૫૪ થી રૂ.૧૩૬૦ આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી શક્યતા છે…!!
    • ટાટા કન્ઝ્યુમર ( ૧૧૦૩ ) :- ટી એન્ડ કોફી સેક્ટરનો આ સ્ટોક ટ્રેડીંગલક્ષી રૂ.૧૧૨૩ થી રૂ.૧૧૩૦ ના ભાવ સપાટીની રેન્જ મુવમેન્ટ ધરાવે છે…!! અંદાજીત રૂ.૧૦૭૫ નો સ્ટ્રોંગ સપોર્ટ ધ્યાને લેવો…!!!
    • ગોદરેજ કન્ઝ્યુમર ( ૧૦૮૭ ) :- રૂ.૦૧ ની ફેસવેલ્યુ ધરાવતા પર્સનલ કેર સેક્ટરનો ફન્ડામેન્ટલ આ સ્ટોક રૂ.૧૦૭૩ નાં સ્ટ્રોંગ સપોર્ટને ધ્યાને લઈ તેજી તરફી રૂ.૧૧૦૩ થી રૂ.૧૧૧૩ આસપાસ ભાવ સપાટી દર્શાવે તેવી સંભાવના છે…!!!
    • ભારતી ઐરટેલ ( ૧૮૩૯ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ ટેલિકોમ – સેલ્યુલર અને ફિક્સ્ડ લાઇન સેવાઓ સેક્ટરનો આ સ્ટોક રૂ.૧૮૭૮ આસપાસ સપોર્ટથી રૂ.૧૮૧૮ થી રૂ.૧૮૦૮ ના નીચા મથાળે ભાવ સપાટીની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૧૮૯૦ નો સપોર્ટ ખાસ ધ્યાને લેવો..!!
    • એક્સીસ બેંક ( ૧૩૪૮ ) :- રૂ.૧૩૭૩ આસપાસ ઓવરબોટ પોઝિશનની શક્યતાએ આ સ્ટોક રૂ.૧૩૮૦ ના સપોર્ટ તબક્કાવાર રૂ.૧૩૩૦ થી રૂ.૧૩૧૭ ભાવ સપાટી દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૧૩૮૮ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!
    • અરબિંદો ફાર્મા ( ૧૩૮૪ ) :- ફાર્માસ્યુટિકલ સેકટરનો આ સ્ટોક છેતરામણા ઉછાળે રૂ.૧૪૦૪ આસપાસનાં સપોર્ટથી પ્રત્યાઘાતી ઘટાડે રૂ.૧૩૭૦ થી રૂ.૧૩૬૩ ભાવની આસપાસ સપાટી દર્શાવે તેવી સંભાવના છે…!!!
    • જેએસડબ્લ્યુ સ્ટીલ ( ૧૨૧૫ ) :- સ્ટીલ સેક્ટરનો આ સ્ટોક રૂ.૧૨૩૭ આસપાસ નફારૂપી વેચવાલી થકી રૂ.૧૨૦૩ થી રૂ.૧૧૯૭ ના ભાવ સપાટી આસપાસ ટ્રેડીંગ રેન્જ ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૧૨૦૩ નો સપોર્ટ ધ્યાને લેવો…!!!
    • સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા ( ૧૦૬૯ ) :- રૂ.૧૦૮૮ આસપાસ ઓવરબોટ પોઝીશન સ્થિતિ નોંધાવતા આ સ્ટોક રૂ.૧૦૯૪ ના સપોર્ટથી આ સ્ટોક રૂ.૧૦૫૪ થી રૂ.૧૦૪૭ નો ભાવ આસપાસ સપાટી દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૧૧૦૩ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!!

    By Ravi Bhatt – SEBI Registered Research Analyst – INH000012591

     Disclaimer – https://www.capsavaj.com/policies

    The securities quoted are for illustration only and are not recommendatory. Investment in securities market are subject to market risks. Read and agree Disclaimer and related all the documents carefully before investing, mentioned on www.nikhilbhatt.in

    Stock market
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Shri Nutan Saurashtra
    • Website

    Related Posts

    વ્યાપાર

    Indian stock market માં અસ્થિરતા વચ્ચે દરેક ઉછાળે વેચવાલી યથાવત્…!!!

    June 16, 2026
    વ્યાપાર

    Indian Stock Marketમાં ઉછાળે સાવચેતીનો માહોલ…!!!

    June 15, 2026
    મુખ્ય સમાચાર

    May મહિનામાં જથ્થાબંધ ફુગાવો ૯.૬૮ ટકા પર પહોંચ્યો, ખાદ્ય પદાર્થો એપ્રિલ કરતા વધુ મોંઘા થયા

    June 15, 2026
    વ્યાપાર

    તેજી, મંદી અને અસ્થિરતાના ત્રિવેણી સંગમમાં Stock Market …!!!

    June 12, 2026
    રાષ્ટ્રીય

    Retail inflationનો દર વધ્યો, ખાદ્ય પદાર્થોના ભાવ વધ્યા, દેશમાં છૂટક ફુગાવાનો દર વધ્યો

    June 12, 2026
    વ્યાપાર

    ટેક્સ મુક્તિ બાદ FPIએ 11,000 કરોડનું ભારે રોકાણ કર્યું

    June 12, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Rajkot: જગદીશ વિશ્વકર્માએ મૌલેશ ઉકાણી સાથે બેઠક કરી

    June 16, 2026

    ૧૬ મહિના બાદ G7 માં PM મોદી-ટ્રમ્પ વચ્ચે મુલાકાત

    June 16, 2026

    ૪૦ મિનિટમાં ૮ મોટા ભૂકંપ આવતા China માં ઈમરજન્સી એલર્ટ

    June 16, 2026

    US-Iran તણાવ,વિદેશી રોકાણકારોનું વેચાણ અને ભારતીય શેરબજાર:વૈશ્વિક અનિશ્ચિતતા વચ્ચે ભારતીય અર્થતંત્ર

    June 16, 2026

    સાંપ્રત સમયમાં”આલોક” અને”પરલોક” શબ્દનાં ત્રિપરિમાણીય અર્થને કંઈ રીતે મૂલવીશું?

    June 16, 2026

    રામ મંદિર દાન કેસઃ અયોધ્યામાં આ મહાપાપ પાછળ કઈ ગેંગનો હાથ છે,Akhilesh Yadav

    June 16, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Rajkot: જગદીશ વિશ્વકર્માએ મૌલેશ ઉકાણી સાથે બેઠક કરી

    June 16, 2026

    ૧૬ મહિના બાદ G7 માં PM મોદી-ટ્રમ્પ વચ્ચે મુલાકાત

    June 16, 2026

    ૪૦ મિનિટમાં ૮ મોટા ભૂકંપ આવતા China માં ઈમરજન્સી એલર્ટ

    June 16, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.