Surendaranagar,તા.6
થાનગઢ પો.સ્ટે.ના પો.ઈ. ટી.બી. હિરાણીએ દારૂ જુગાર જેવી અસામાજીક પ્રવૃતિ શોધી કાઢવા થાનગઢ સર્વેલન્સ સ્ટાફના માણસોની ટીમ બનાવી પ્રોહી જુગાર અંગે ફળદાયક હકીકત મેળવી કેસો શોધી કાઢવા સુચના આપતા સર્વેલન્સ સ્ટાફ દ્વારા થાનગઢ વિલેજ વિસ્તારમાં પેટ્રોલીંગ હાથ ધરાયેલ.
તે દરમ્યાન પો.કો. અભયરાજસિંહ ધનુભાને બાતમીના આધારે નવાગામ ગામે હનુમાન દાદાની જાળ પાસે રવજીભાઈ વશરામભાઈ ડાભીના ઘરની બાજુમાં8 જાહેર રસ્તા પર ગંજીપાના વડે તીનપતી પૈસાની હારજીતનો જુગાર રમી રમાડતા રોકડા રૂા.10,550 મુદામાલ સાથે રેડ કરી આરોપીઓ વિરૂધ્ધ જુગાર ધારા હેઠળ ગુનો રજી કરી કાર્યવાહી હાથ ધરવામાં આવેલ.
પકડાયેલા આરોપીઓમાં વિહાભાઈ દાનાભાઈ સાંકળીયા ત.કોળી ઉ.50 મજુરી રહે. મોટી લાખાવાડ તા.વિંછીયા, જિ. રાજકોટ હાલ રહે. મેરીકલ સિરામીકની ઓરડીમાં નવાગામ (અભેપર રોડની બાજુમાં) તા.થાનગઢ જી. સુ.નગર, ગોવિંદભાઈ કેહાભાઈ ડાભી ત.કોળી ઉ.49 ધંધો મજુરી નવાગામ તા.થાનગઢ જિ. સુ.નગર, માધાભાઈ ભીખાભાઈ ડાભી જાતે ત.કોળી ઉ.39 મજુરી રહે. નવાગામ તા.થાનગઢ જિ. સુરેન્દ્રનગર.

