Surendaranagar, તા.6
ધ્રાંગધ્રા તાલુકા પોલીસે હામપર ગામની સીમમાંથી વિદેશી દારૂના જથ્થા સાથે એક આરોપીને ઝડપી પાડ્યો છે. પોલીસ પેટ્રોલિંગ દરમિયાન મળેલી બાતમીના આધારે આ કાર્યવાહી કરવામાં આવી હતી.
બાતમી મળતા જ ઇનચાર્જ પીઆઈ એમ.બી. વિરજા, હરદીપસિંહ ઝાલા, અનિદ્ધસિંહ મોરી સહિતના પોલીસ સ્ટાફે તાત્કાલિક દરોડો પાડ્યો હતો. દરોડા દરમિયાન સ્થળ પરથી વિદેશી દારૂની 38 નાની બોટલો મળી આવી હતી, જેની કુલ કિંમત રૂ.3800 આંકવામાં આવી છે. પોલીસે આ મુદ્દામાલ જપ્ત કર્યો હતો.
આ દારૂ રાખીને હેરાફેરી કરતા પ્રવિણ રાઠવાને પોલીસે રંગે હાથ ઝડપી લીધો હતો. ધ્રાંગધ્રા તાલુકા પોલીસ મથકે આરોપી વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

