Surendaranagar, તા.6
લખતર રેલવે સ્ટેશન રોડ ઉપર નર્મદા કેનાલ આવેલી છે. આ કેનાલની પ્રોટેક્શન વોલ અતિ જર્જરિત હાલતમાં થઈ ગઈ હતી. જેના લીધે આ રસ્તેથી પસાર થતા વાહનચાલકોમાં અકસ્માતની ભીતિ સેવાઈ રહી છે.
ત્યારે તાત્કાલિક અસરથી તંત્ર દ્વારા આ પ્રોટેક્શન વોલની યોગ્ય મરામત કરાવવામાં આવે તેવી માંગ ઉઠવા પામી હોવાના અહેવાલ પ્રસિદ્ધ થતા જ તંત્ર દ્વારા આ કામગીરી શરૂ કરી દેવામાં આવી છે.
રાજ્ય સરકાર દ્વારા ગંભીરા બ્રિજ દુર્ઘટના પછી રાજ્યમાં પુલોની તપાસ માટેના આદેશ આપી દેવામાં આવ્યા છે. આ સાથે નર્મદા વિભાગ દ્વારા નર્મદા કેનાલો પરના પુલોની પણ તપાસ કરવામાં આવી છે. જેને લઈને લખતર પંથકમાંથી પસાર થતી નર્મદા કેનાલના અમુક પુલો પર ભારે વાહનોની અવર જવર બંધ કરી દેવામાં આવી છે.
તેવામાં લખતર સ્ટેશન રોડ ઉપરનો નર્મદા કેનાલના પુલની પ્રોટેક્શન વોલ અતિ જર્જરિત થઈ ગઈ હતી. આ જર્જરિત પ્રોટેક્શન વોલ તાત્કાલિક રિપેર કરવામાં આવે તેવી માંગ ઉઠી હતી.

