Diu તા.૮
દીવના ગંગેશ્વર મંદિર ફૂદમ અને આરકેસી કન્સ્ટ્રકસન સાઈડ મેઈન રોડ વિસ્તારમાંએ અજાણ્યા શખ્સો મજૂર તથા પર્યટકોને મોબાઈલ વેંચતા હોવાની દીવ પોલીસ સ્પેશ્યલ સ્ટાફ ટીમને બાતમી મળતા સ્પેશ્યલ સ્ટાફ ટીમના ઈન્ચાર્જ હેડ કોન્સ્ટેબલ જીતેન્દ્ર પંડયા અને કોન્સ્ટેબલ કેતન રાઠોડ તાત્કાલિક સ્થળ ઉપર પહોંચી અને તપાસ કરતા બે શંકાસ્પદ શખ્સોને પૂછપરછ કરી અને પોલીસ સ્ટેશન લાવતા તપાસ કરી દરમ્યાન બંને શખ્સો પાસેથી વિવિધ કંપનીના બનાવટી ૧૦ મોબાઈલ, નવ ચાર્જર, કેબલ અને બે પલ્સર મોટર સાયકલ મળી આવી આ બંને શખ્સો બાદલ પ્રકાશ ઉ.વ.૪૮ અને વીરસિંહ ભીકાલાલ ઉ.વ.૩૬ બંને રહેવાસી દિલ્હીના છે તપાસમાં મળી આવેલ મોબાઈલ ડુપ્લીકેટ હોવાનુ તેમજ કેટલાક મોબાઈલમાં અલગ અલગ આઈએમઈઆઈ નંબર હોવાનુ જણાવ્યુ છે. સમગ્ર મુદામાલની અંદાજીત કિંમત રૂા.૨ લાખ ૨૩૦૦૦ થાય છે પોલીસ કાર્યવાહીમાં જુદીજુદી કલમો લગાડી અને કોર્ટમાં રજૂ કરતા નામદાર કોર્ટે પાંચ દિવસની પોલીસ રીમાન્ડ આપેલ છે.

